અર્થતંત્રમાં મિડ-પ્રાઇઝ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની રીકવરીમાં ઓગસ્ટમાં પણ ચાલુ રહી છે, તેમ હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. જોકે, અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની ઓક્યુપન્સીમાં પાંચ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો, જે લેઇઝર ટ્રાવેલમાં આવેલી કમીને કારણે નોંધાયો છે.
એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સનો એડીઆર ઓગસ્ટમાં સ્થિર રહ્યો છે પરંતુ રેવપાર અને રેવન્યુ રીકવરીમાં વિસંગતા જોવા મળે છે, તેમ યુએસ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ બુલેટીનઃ ઓગસ્ટ 2021ના એક રીપોર્ટમાં જણાવાયું છે. યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સમાં સરેરાશ ઓક્યુપન્સી જુલાઈમાં 2021ના સૌથી ઉંચા સ્તર 81.8 ટકાએ પહોંચી હતી.
આ રિપોર્ટ અનુસાર, ઓગસ્ટમાં એક્સટેન્ડેડ-સ્ટે રૂમ સપ્લાયમાં 6.6 ટકાનો વધારો જોવા મળ્યો છે જે 2021માં મહિનાનો સૌથી ઓછો વધારો છે, તે પેન્ડેમિક દરમિયાન બંધ રહેલી હોટેલો ફરી શરૂ થયા પછી જોવા મળતો ઘટાડો દર્શાવે છે.
સરેરાશ હોટેલ ઉદ્યોગમાં નફામાં ઘટાડો જોવા મળ્યો છે, ખાસ કરીને એક્સટેન્ડેડ-સ્ટેમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની માંગમાં ઘટાડો પણ જોવા મળ્યો હોવાનું રિપોર્ટ જણાવે છે.
એસટીઆર દ્વારા રિપોર્ટમાં જણાવાયું છે કે હોટેલ રૂમ રેવન્યુ ઓગસ્ટમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 83 ટકાના સ્તરે રહ્યું હતું.
ઓગસ્ટમાં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ ડિમાન્ડ 13.39 મિલિયન રૂમ નાઇટ્સના સ્તરે પહોંચી હતી, જે જુલાઇ 2019ની સરખામણીના સ્તરથી 9 ટકા વધારે હતી.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઉનાળાના સમયગાળા દરમિયાન હોટેલ ઇન્ડસ્ટ્રીને સારી કમાણી થવાની સંભાવના જોવમાં આવી રહી હતી. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની ઓક્યુપન્સી પ્રીમિયમમાં 14 ટકા સુધીનો ફેરફાર જોવા મળ્યો હતો. તે સાથે જ ઓગસ્ટના એડીઆર સહિતમાં પણ બદલાવ જોવા મળ્યો હતો.
ઓગસ્ટ 2021માં સરેરાશ હોટેલ ઇન્ડસ્ટ્રીનો રેવપાર ગ્રોથ એક્સટેન્ડેન્ડ-સ્ટે હોટેલ્સની સરખામણીએ 50 ટકા વધારે રહ્યો હતો અને ગત વર્ષે સમાન સમયગાળામાં રેવપારમાં જનરલ કેટેગરીમાં 2020 દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો, તેમ પણ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.