યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા સરેરાશ ઓક્યુપન્સીમાં જુલાઈ મહિના દરમિયાન વર્ષની સૌથી ઉંચાઈ હાંસલ કરવામાં આવી છે. હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપ દ્વારા તાજેતરમાં એક અહેવાલમાં આ બાબત જણાવવામાં આવી છે. જે 2019ની સરખામણીએ વધારે છે.
ડિસેમ્બર 2020 પછી તબક્કાવાર ઓક્યુપન્સીમાં સારો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યા અનુસાર ત્રણેય એક્સટેન્ડેડ-સ્ટે રેટ સ્કેલ, અપસ્કેલ, મિડ-પ્રાઇઝ અને ઇકોનોમીમાં માસિક દરે પણ સારી આવક મેળવવામાં આવી છે. જે 2019ની સરખામણીએ સમાનગાળામાં આ વર્ષે વધારે છે.
એક્સટેન્ડેડ-સ્ટે રૂમ સપ્લાયમાં પણ જુલાઈ દરમિયાન ત્રણેય સ્કેલમાં 8.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ધી હાઇલેન્ડગ્રુપના આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની માંગમાં એકદમથી ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે તેની માંગમાં વધારો થયો છે. એક્સટેન્ડેડ-સ્ટે ડિમાન્ડ જુલાઈ 2021 દરમિયાન 14.12 મિલિયન રૂમ નાઇટના સ્તરે અગાઉના વર્ષની સરખામણીએ પહોંચ્યો હતો.
એસટીઆરના જણાવ્યા અનુસાર જુલાઈ 2021 દરમિયાન અગાઉના વર્ષની સરખામણીએ હોટેલ રૂમ રેવન્યુનું પ્રમાણ 121 ટકાએ પહોંચ્યું હતું.
એસટીઆરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ઉનાળાના સમયગાળા દરમિયાન ફરવા નિકળી પડનારાઓને કારણે પણ માર્કેટને સારી અસર થઇ છે. તેને કારણે એક્સટેન્ડેડ-સ્ટે હોટેલના નફા અને કામગીરીને પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. લાંબા ગાળીની રીતે આ લાભદાયી રહેવાની પણ સંભાવના વ્યક્ત થઇ છે.
રીપોર્ટ અનુસાર ઇકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સના એડીઆરમાં જુલાઈ દરમિયાન 14.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો જે ગત વર્ષના ડિસેમ્બર મહિના પછીનો સૌથી મજબૂત સુધારો હતો.
અપસ્કેલ સેગમેન્ટમાં પણ એડિઆરમાં 26.7 ટકાનો સુધારો જુલાઈ દરમિયાન જોવા મળ્યો હતો, રીપોર્ટ અનુસાર ઉનાળું પ્રવાસને કારણે તેને સારો લાભ મળી શક્યો છે.
એક નજરે સમગ્ર હોટેલ ઇન્ડસ્ટ્રીમાં રેવપારમાં ફેરફાર જોવા મળ્યો છે. મહામારી દરમિયાન તેમાં નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીના રેવપારમાં 2021 દરમિયાન ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ વધારો જોવા મળ્યો છે.