વિવિધતા માટે મોટાભાગની હોસ્પિટાલિટી કંપનીના બોર્ડ કારણરૂપ

મહિલાઓ અને લઘુમતીઓને લાભ હોવા છતાં પણ શ્વેત પુરુષો ટોચના અધિકારીઓમાં બહુમતી ધરાવે છે

0
1030
જાહેર હોસ્પિટાલીટી કંપનીઓના બોર્ડમાં મોટાભાગે ઉચ્ચ સ્થાને પુરુષોનું આધિપત્ય જોવા મળે છે, તેમ કાસ્ટેલ પ્રોજેક્ટના “ડાયવર્સિટી ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પબ્લીક કંપની બોર્ડસ 2021”ના અહેવાલમાં જણાવાયું છે.

જો બદલાવ ઉચ્ચ કક્ષાએથી થતાં હોય તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી આવા કેટલાક ફેરફાર માટે હજુ રાહ તકે છે, જાહેરક્ષેત્રની કંપનીઓના બોર્ડ રૂમમાં પણ આ બાબતની અસર જોવા મળે છે. કાસ્ટેલ પ્રોજેક્ટના નવા અહેવાલ અનુસાર, નફાકારક નહીં હોય તેવા ઉદ્યોગમાં મહિલાઓને પ્રોત્સાહન મળતું હોય છે, તે બાબતમાં હવે બહોળી વિવિધતામાં બદલાવ આવતા જોવા મળશે.

પ્રોજેક્ટના “ડાયવર્સિટી ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પબ્લીક કંપની બોર્ડ્સ 2021” અહેવાલ કે જેમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્ર પબ્લીક કંપની બોર્ડની માહિતીની સરખામણી 2020 બોર્ડમાં મહિલાઓના જેન્ડર ડાયવર્સિટી ઇન્ડેક્સ સાથે કરવામાં આવી છે. તે માટે પબ્લીક 10-કે ફાઇલો અને ઇન્ટરનેસ ચકાસણીનો સહારો લેવાયો છે. જેમાં 31 કંપનીઓના વ્યક્તિગત બોર્ડ મેમ્બર્સ અને એક્ઝિક્યુટિવ્સનો પાંચ વર્ષનો કાર્યકાળની માહિતી મહિલાઓ, અશ્વેત અને એશિયન બોર્ડ મેમ્બર્સનો સમાવે થાય છે.

“સ્પર્ધા અને લિંગ બંને દ્વારા બોર્ડમાં વિવિધતા લાવવાનું દબાણ તીવ્ર થવાની સંભાવનમાં વધારો થયો છે” તેમ પેજી બેર્જ, પ્રમુખ, કાસ્ટેલ પ્રોજેક્ટ, આઈએનસીએ જણાવ્યું હતું. “વર્તમાન સમયે, બોર્ડમાં વંશિય વિવિધતાને બદલે લિંગ આધારિત વંશિય રીતે વિવિધતા જોવા મળવી સરળ છે. અમેરિકાની વસતીમાં મહિલાઓનું પ્રમાણ 51 ટકા છે, જ્યારે અશ્વેત લોકોની હિસ્સેદારી 13 ટકા છે. અલબત્ત, અમેરિકાની કુલ વસતીના 40 ટકામાં શ્વેત કરતા જુદા લોકોનું પ્રમાણ છે અને આ પ્રમાણ વધતું જાય છે. તેમ છત્તાં કંપનીઓના કોર્પોરેટ બોર્ડ્સમા વિવિધતામાં તે બાબતની ઘણી અસર જોવા મળી શકે તેમ છે.”

અહેવાલમાં જાણવા મળ્યું છે કે વર્ષ દરમિયાન મહિલાઓ તથા અશ્વેત લોકોએ સૌથી વધારે લાભ કરાવ્યો હોવા છતાં અનેક બોર્ડમાં આખા વર્ષ દરમિયાન શ્વેત લોકોનું વર્ચસ્વ અને પ્રમાણ વધારે જોવા મળે છે. કંપનીઓના બોર્ડ સભ્યોમાં મહિલાઓનું પ્રમાણ 23 ટકા જેટલું અને 31 બોર્ડમાંથી 11 બોર્ડમાં અશ્વેત પ્રતિનિધિઓનું પ્રમાણ જોવા મળ્યું છે. બોર્ડમાં અશ્વેત અને મહિલાઓનો ફાળો 2019માં નોંધપાત્ર રહ્યો હતો પરંતુ 2020માં તેની ગતિ અટકી હતી.

ઉપરાંત, નમૂના તરીકે પસંદ કરવામાં આવેલી ત્રણ વિશાળ કંપનીઓમાં લિંગ વિવિધતા ધરાવતું બોર્ડ જોવા મળ્યું છેઅને રસેલ 3000 ઇન્ડેક્સમાં સૌથી વિશાળ કંપનીઓમાં નાની કંપનીઓના બોર્ડની સરખામણીમાં જેન્ડર ડાયવર્સિટી જોવા મળી હતી.

રીપોર્ટ અનુસાર, મોટાભાગના બોર્ડમાં પ્રમુખસ્થાને મહિલાઓ કે અશ્વેત વ્યક્તિઓ સ્થાન ધરાવતી નથી, નમૂના રૂપે લેવામાં આવેલી કંપનીઓમાંથી ફક્ત ત્રણમાં જ પ્રમુખસ્થાને ત્રણ અશ્વેત અને એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાપકો કે સ્થાપકોના સંતાનો મોટાભાગે બોર્ડમાં પ્રમુખસ્થાને કે ડિરેક્ટર્સપદે 31માંથી 19 કંપનીઓમાં હોવાનું જાણવા મળ્યું છે.

“જ્યાં આપણે ઉદ્યોગ તરીકે ઉભા છીએ ત્યાં બેન્ચમાર્કિંગ પ્રગતિને વેગ આપે છે”, તેમ બર્જે જણાવ્યું હતું. હવે જ્યારે વૈશ્વિક મહામારીને કારણે મહિલાઓ માટે તથા માઇનોરિટી હોસ્પિટાલિટી કામદારો માટે વધારાના પડકારો સર્જાયા છે, આપણે જોઇ શકીએ છીએ કે સરેરાશ આપણે યોગ્ય દિશામાં આગળ વધીએ છીએ. કોર્પોરેટ બોર્ડ્સ માટે મોમેન્ટમ વધશે જે વાસ્તવિક બજાર સાથે વધુ સારી રીતે સંબંધિત હોવાનું જાણવા મળે છે. આપણે તેને હાંસલ કરી શકશું.”

કાસ્ટેલ પ્રોજેક્ટમાં તાજેતરમાં જાહેરાત કરવામાં આવેલ એક્સપાન્ડ ઇસ્ટ કાસ્ટેલ@કોલેજ પ્રોગ્રામનું આયોજન હાથ ધરાયું છે, જે મહિલા એક્ઝિક્યુટિવ્સને તેમનાં વ્યવસાયિક અનુભવોને કોલેજ સ્તરના હોસ્પિટાલિટી પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ સાથે વહેંચવા માટે આમંત્રવામાં આવે છે. સંસ્થા દ્વારા મહિલાઓ માટે નેટવર્કિંગ અને મેન્ટરીંગ પૂરું પાડવામાં આવે છે. અને તેમને મહિલાઓ માટેના કાસ્ટેલ એવોર્ડથી ઉદ્યોગમાં વિવિધતા માટે સન્માનિત કરવામાં આવે છે.