રીપોર્ટઃ ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં 2020માં 4.5 ટ્રિલિયનનું નુકસાન

અમેરિકામાં પણ ડોમેસ્ટિક ટ્રાવેલ ક્ષેત્રે કંઇક અંશે ઘટાડો

0
957
વૈશ્વિક સ્તરે મુસાફરી માટેના ખર્ચમાં ગત વર્ષે 69 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેના ખર્ચમાં પણ 76 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, તેમ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના તાજેતરના અર્થતંત્ર પર થયેલી અસર અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ડોમેસ્ટિક પ્રવાસમાં પણ ઘટાડો થયો છે, ખાસ કરીને અમેરિકામાં તે બાબતે ગંભીર અસર થયેલી જોવા મળે છે તેમ યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા એક વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કરવામાં આવતા ખર્ચમાં સાલ 2020 દરમિયાન વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે થયેલા નુકસાનનો આંકડો અંદાજે 4.5 ટ્રિલિયન ડોલરથી પણ વધુ છે, તેમ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના એક વિશ્લેષણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અમેરિકામાં તેની સરખામણીએ ડોમેસ્ટિક ટ્રાવેલ્સમાં કંઇક અંશે ઘટાડો જોવા મળ્યો છે તેમ યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા જણાવાયું છે.

વૈશ્વિક સ્તરે મુસાફરી માટેના ખર્ચમાં 69 ટકા તથા અમેરિકામાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ ખર્ચમાં 76 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું એરોન સ્ઝાઇફના એક અહેવાલમાં જણાવાયું છે. તેઓ યુએસટીએ સાથે સંકળાયેલા એક અર્થશાસ્ત્રી છે. વૈશ્વિક સ્તરે ઘરેલું પ્રવાસ માટે કરવામાં આવતા ખર્ચમાં 45 ટકાનો ઘટાડો થયો હોવાનું પણ તેઓ પોતાના ડબલ્યુટીટીસીના વાર્ષિક આર્થિક અસર અંગેના અહેવાલમાં જણાવે છે. જોકે અમેરિકા એવા કેટલાક દેશોમાંથી એક છે કે જ્યાં મહામારી દરમિયાન આંતરિક મુસાફરી ચાલુ રહી છે.

“જ્યારથી અમેરિકામાં મહામારી દરમિયાન મહત્વના માર્કેટોમાં ડોમેસ્ટિક ટ્રાવેલને કારણે ક્ષેત્રને થોડીક રાહત મળી છે, 2020માં ઘરેલું મુસાફરી માટે કરવામાં આવતા ખર્ચમાં પણ નોંધપાત્ર 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે,” તેમ તે પોતાના અહેવાલમાં જણાવે છે.

મુસાફરી માટે કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થવાને કારણે તેની અર્થતંત્રમાં અનેક પ્રકારે અસર થયેલી જોવા મળે છે. દાખલા તરીકે, 2020માં વૈશ્વિક જીડીપીમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન 5.5 ટકા ઘટ્યું હતું.

“આ મુસાફરીના વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં 49 ટકા ઘટાડો નિર્દેશ કરે છે, જે અમેરિકામાં મુસાફરીના આર્થિક ઉત્પાદનમાં 42 ટકાની સરખામણીએ છે,” તેમ આ લેખ જણાવે છે. “સમગ્ર વિશ્વમાં ટ્રાવેલ ક્ષેત્રે 62 મિલિયન લોકોને પોતાની નોકરી ગુમાવવી પડી છે. સમગ્ર વિશ્વમાં જો જે તે દેશ દ્વારા પ્રવાસન ક્ષેત્રે લોકોની રોજગારી ટકાવી રાખવા માટે સહાયરૂપ યોજનાનો અમલ સત્વરે શરૂ નહીં થાય તો તેની ગંભીર અસર જોવા મળી શકે તેમ છે.”

સ્ઝીફ કહે છે કે ડબલ્યુટીટીસીને હજુ પણ આશા છે કે સાલ 2022 સુધીમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એમ્પ્લોયમેન્ટ તેના સાલ 2019ના સ્તર સુધી આવી જશે. તેઓ એમ પણ લખે છે કે જો રસીકરણ ચાલુ રહેશે તો ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન 2023 સુધીમાં રીકવર થઇ જશે.

“તે નોંધવું જરૂરી છે કે આ “બેસ્ટ કેસ” સિનારીયો છે તેમ લેખ જણાવે છે. તેમાં અનેક સંભવિત નુકસાન કરાવે તેવા જોખમ છે જેમાં નિયંત્રણોમાં ધીમી છુટછાટ, ધીમી ગતિએ થતું રસીકરણ અથવા સરકારી નોકરીની સુરક્ષા યોજનાઓની અકાળ તબક્કાવાર કામગીરીને કારણે રીકવરીમાં ગતિ ધીમી પડી શકે તેમ છે.

યુએસટીએની પોતાની આગાહી છે કે, આવા જોખમો અંગે કેટલીક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે અનુસાર સાલ 2024 અને 2025 દરમિયાન તેની અસર જોવા મળી શકે તેમ છે.

તાજેતરના કેટલાક સર્વેક્ષણ અનુસાર, જેમાં એક જી6 હોસ્પિટાલિટીનો પણ અહેવાલ સામેલ છે, તે જણાવે છે કે આ વર્ષે મુસાફરી ફરી શરૂ થઈ શકશે તેવી આશા પ્રવાસીઓને રહેલી છે.