2021 ના પ્રથમ બે મહિના દરમિયાન, એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા હોટેલ સેગમેન્ટમાં સારો મજબૂત દેખાવ કરાયો છે, તેમ હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપ દ્વારા જણાવાયું છે. ધી હાઈલેન્ડ ગ્રુપ, રેવપાર સાથે આગળ વધે છે, એક્સટેન્ડેડ-સ્ટે રીકવરીમાં આગળ વધે છે તેમ સંસ્થા દ્વારા તેના નવા રીપોર્ટમાં જણાવાયું છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન, એક્સટેન્ડેડ-સ્ટે હોટેલના રેવપારમાં અન્ય હોટેલની સરખામણીએ ભાવની બાબતમાં ઓછું નુકસાન થયું છે, તેમ ધી હાઇલેન્ડ ગ્રુપના રીપોર્ટ “યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સઃ ધી કોવિડ રીકવરી”માં જણાવવામાં આવ્યું છે. રીવપાર દર્શાવે છે કે રેવપારમાં તેના 2017 અને 2019ની સરખામણીએ ફેબ્રુઆરીમાં સરેરાશ 24થી 39 ટકાનો વધારો થયો છે.
“એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 દરમિયાન 2020ના સમાન સમયગાળાની સરખામણીએ સારો અને મજબૂત દેખાવ કરવામાં આવ્યો છે તેમ ધી હાઇલેન્ડ ગ્રુપના પાર્ટનર માર્ક સ્કિનરે જણાવ્યું હતું.
એક્સટેન્ડેડ-સ્ટે સેગમેન્ટની દરેક રેટ કેટેગરીમાં 12થી 13 પોઇન્ટની ઓક્યુપન્સી પ્રીમિયમ જોવા મળે છે, જે 2020ની સરખામણીએ જોઇએ તો તે સમયગાળાની સરખામણીએ આગળ છે.
“ઓક્યુપન્સી પ્રીમીયમમાં નવેમ્બર 2020 દરમિયાન 23 ટકાનો વધારો રહ્યો અને વર્ષના દ્વિતિય મધ્યમગાળામાં સરેરાશ 20 પોઇન્ટના સ્તરે રહ્યું” તેમ રીપોર્ટ દર્શાવે છે. ઓક્યુપન્સી પ્રીમિયમમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન સાધારણ ફેરફાર નોંધાયો પરંતુ તે અન્ય હોટલોની સરેરાશ ઓક્યુપન્સીની સરખામણીએ 19 ટકા આગળ છે.
આગળના રીપોર્ટમાં જેમ જણાવાયું છે, તેમ ઇકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ સારો મજબૂત કામગીરી ધરાવે છે. મહામારી શરૂ થયાના બે મહિના પછી પણ તેના રૂમ રેવન્યુ નુકસાનમાં પણ એક આંકડામાં જ ફેરફાર જોવા મળ્યો છે. ઇકોનોમી સેગમેન્ટમાં નજીવો ઘટાડો જાન્યુઆરીના મજબૂત દેખાવ પછી ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ઈકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા ગેસ્ટ અને કર્મચારીઓ વચ્ચે ચાવીરૂપ સેતુરૂપ કામગીરી કરવામાં આવી છે. જેને કારણે તેની કામગીરીમાં મજબૂત દેખાવ જણાયું છે.
એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને ઇકોનોમી અને પોષાય તેવા ભાવમાં આક્રમક રેટ ડિસ્કાઉન્ટને કારણે પણ 2020ના દ્વિતિય ત્રિમાસિકગાળામાં સારો લાભ મળ્યો છે અને ઓછામાં ઓછું રેવપાર નુકસાન થયું છે. દરમિયાન, અપ-સ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા રેવપાર નુકસાનમાં રાષ્ટ્રીય સ્તરની સરખામણીએ વધારે નુકસાન જોવા મળ્યું નથી.
“બહોળી હોટેલ ઇન્ડસ્ટ્રીને કારણે, એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને પણ નફામાં સારો એવો નુકસાનનો સામનો કરવો પડ્યો છે, તેમ રીપોર્ટ દર્શાવે છે. અલબત્ત, જ્યારે તેના સમાન દરજ્જાની હોટેલ સાથે સરખામણી કરીએ તો એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સનો દેખાવ મજબૂત રહ્યો છે.