એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સે ડિસેમ્બરમાં પણ સુધારો કાયમ રાખ્યોઃ રીપોર્ટ

સેગમેન્ટમાં રૂમ સપ્લાયમાં 4.8 ટકાનો વધારો જોવા મળ્યો તો રાષ્ટ્રીય સ્તરે સરેરાશ ઘટાડો જોવા મળ્યો

0
1049
ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં એક્સટેન્ડે-સ્ટે હોટેલ્સ ક્ષેત્રે 26.1 ટકાનો ઘટાડો મહિના દરમિયાન 2019ના સમાનગાળા માટે જોવા મળ્યો છે, તેમ હાઈલેન્ડ ગ્રુપના તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલમાં જણાવાયું છે. એપ્રિલમાં જોવા મળેલા ઘટાડાની સામે તે અડધું છે, જ્યારે આખો મહિનો કોવિડ-19ના કડક નિયંત્રણો હેઠળ હતો.

ડિસેમ્બર મહિનામાં હોટેલ ઉદ્યોગને ખૂબ સહન કરવું પડ્યું છે, તેમાં પણ ખાસ કરીને એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને ગંભીર અસર થઇ છે. તાજેતરમાં હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઈલેન્ડ ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક મહામારી કોવિડ-19ની અસર હોસ્પિટાલિટી ક્ષેત્રે ઘણી થઈ છે. તેને કારણે હોટેલવાળાઓના નફા પર માર પડી છે અને એક્સટેન્ડ-સ્ટે હોટેલ્સ સેગમેન્ટમાં તેની અસર જોવા મળી છે. ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં પણ નોંધપાત્ર અસર જોવા મળી હોવાનો ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવ્યો છે. રૂમની ઉપલબ્ધતા તથા તેની માંગ સહિતની બાબતોનો ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં 26.1 ટકાનો ઘટાડો મહિના દરમિયાન જોવા મળ્યો છે જે 2019ના સમાન ગાળાની સરખામણીએ છે, તેમ હાઇલેન્ડ ગ્રુપના તાજેતરના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એપ્રિલમાં સેગમેન્ટમાં જોવા મળેલા ઘટાડાની સરખામણીએ તે અડધું છે, કે જ્યારે આખો મહિનો કોવિડ-19ના નિયંત્રણો હેઠળ હતો. મહિના દરમિયાન ઓક્યુપન્સીનું પ્રમાણ 57.4 ટકા જેટલું રહ્યું હતું, જે સમગ્ર ઇન્ડસ્ટ્રીની સરખામણીએ સૌથી વધુ હતું. એડીઆરમાં પણ મહિના પહેલા થયેલી અસરને જોનાર તે સાતમો મહિનો હતો.

“માંગ વૃદ્ધિ, અર્થતંત્રના સતત છ મહિના પછી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ એ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એડીઆરમાં માસિકસ્તરે સકારાત્મક ફેરફારો સાથેની 2020ની પહેલી સેગમેન્ટ બની હતી, તેમ ધી હાઇલેન્ડ ગ્રુપના ભાગીદાર માર્ક સ્કિનરે કહ્યું હતું.

ડિસેમ્બરમાં એક્સટેન્ડેડ-સ્ટેના રૂમની સપ્લાયમાં 4.8 ટકાનો વધારો 1.8 ટકાના ઘટાડા સામે જોવા મળ્યો, મહામારીને કારણે સેગમેન્ટમાં મોટાભાગની હોટેલ્સ બંધ રહી હતી તે હવે ખુલી છે અને રૂમની માંગ પણ મહામારી અગાઉના સમય જેવી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. આ અઠવાડિયે લોજિંગ ઇકોનોમિક્સમાં જણાવ્યા અનુસાર અમેરિકામાં બાંધકામ હેઠળની 24 ટકા હોટલો એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ હેઠળની છે.

ડિસેમ્બર 2020માં રૂમ રેવન્યુમાં 26.1 ટકાનો ઘટાડો રહ્યો એ નવેમ્બરના સુધારાને આભારી રહ્યો હતો. જ્યારે મોટાભાગના હોટેલ સેગેમેન્ટમાં રૂમની માંગ ઘટી રહી હતી ત્યારે એક્સટેન્ડેડ-સ્ટે દ્વારા નોંધપાત્ર સકારાત્મક દેખાવ કરવામાં આવ્યો હતો. આર્થિક રીતે પોષાય તેવી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ સેગમેન્ટના રેવન્યુમાં સારો દેખાવ રહ્યો હતો. 2019ની સરખામણીઓનો પણ આ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વૈશ્વક મહામારીને કારણે સમગ્ર અમેરિકાના હોટેલ ઉદ્યોગને આર્થિક ક્ષેત્રે ફટકો પડ્યો છે ત્યારે એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ સેગમેન્ટમાં તેની નહીવત અસર જોવા મળી હોવાનો પણ ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં પણ આ સેગમેન્ટમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે તેમ જણાવાયું છે.