બુટિક હોટેલ્સને સાલ 2020 દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે હોટેલ્સની અન્ય કેટગરીની સરખામણીએ ઝડપથી રીકવરી હાંસલ કરી લીધી હોવાનો દાવો કન્સલ્ટીંગ એજન્સી ધી હાઇલેન્ડ ગ્રુપના રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. પોતાના સેગમેન્ટની અન્ય હોટેલ્સની સરખામણીમાં બુટિક હોટેલ્સ દ્વારા વધુ સારી કામગીરી કરવામાં આવી છે.
સાલ 2020માં માર્ચ અને એપ્રિલમાં મહામારી કોવિડ-19ને કારણે પ્રવાસ કરવા પર નિયંત્રણો મુકવામાં આવ્યા હતા અને બુટિક હોટેલ્સ પણ પોતાની સમકક્ષની અન્ય હોટેલોની જેમ બંધ થવાની અણીએ આવી ગઇ હતી તેમ બુટિક હોટેલ રીપોર્ટ 2021માં જણાવવામાં આવ્યું છે. આ વર્ષે હવે, બુટિક દ્વારા સરેરાશ કિંમત પર વળતર જાહેર કરવાને પગલે રેવપારમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ધી હાઇલેન્ડ ગ્રુપના રીપોર્ટ ફ્રોમ માર્ચ 2020 માં જાણવા મળ્યું કે વધતી માંગ વચ્ચે પણ સપ્લાયમાં સંતુલન જળવાઇ રહ્યું પરિણામે એડીઆર અને રેવપારમાં વધારો જોવા મળ્યો.
“આ યીલ્ડ મેનેજમેન્ટ વ્યૂહરચનામાં, કે મોટાભાગે ઉચ્ચ સ્તરે / લક્ઝરી ક્લાસની સ્વતંત્ર બુટિક અને સોફ્ટ બ્રાન્ડ કલેક્શનમાં જોવા મળે છે તેમાં આ બુટિક હોટેલ્સ મજબૂત સ્થાન ધરાવે છે,” તેમ ધી હાઇલેન્ડ ગ્રુપનાં પાર્ટનર કીમ બારડોઉલે જણાવ્યું હતું.
આ રીપોર્ટમાં બુટિક હોટલને સ્વતંત્ર બુટિક, લાઇફસ્ટાઇલ હોટેલ્સ અને સોફ્ટ બ્રાન્ડ કલેક્શન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ કેટેગરી કેટેગરીમાં કંપનીઓ દ્વારા નવા બ્રાન્ડની રજુઆત સાથે વધારો થઇ રહયો છે.
“બુટિક હોટેલ્સ દરેક પ્રકારે તથા વર્ગમાં બહોળી લોકપ્રિયતાનો અનુભવ ધરાવે છે. છેલ્લાં કેટલાક વર્ષથી તે ઝડપથી વધી રહેલા સેગમેન્ટમાં મોખરે છે, ગ્રાહકો, ડેવલપર્સ, રોકાણકારો અને ફ્રેન્ચાઇઝી કંપનીઓ તેમાં રસ વધારી રહી છે તેમ રીપોર્ટની વિશેષ સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે. બૂટીકના કેટલાક વર્ગ અને પ્રકારો એક જ વર્ગની તુલનાત્મક હોટેલો કરતાં ચોક્કસ મેટ્રિક્સમાં વધુ સારા રહ્યાં છે. 2020 દરમિયાન રેવપારમાં અપર સ્કેલ/લક્ઝરી સ્વતંત્ર બુટિકમાં ઓછો ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક મહામારી કોવિડ-19ની ગંભીર અસર સેકટરને પહોંચી હોવા છતાં શરૂઆતના સમયમાં પડકારોનો સામનો કરનાર બુટિક હોટેલ્સને હવે પોતાના અનુભવનો સારો લાભ મળી રહ્યો છે.
સાલ 2019ની સરખામણીએ સાલ 2020માં દરેક બુટિક હોટેલ કેટગરીમાં સામાન્ય તફાવત રેવપારમાં જોવા મળ્યો હતો. અપર સ્કેલ અને લક્ઝરી ઈન્ડિપેન્ડેન્ટ બુટિક તથા સોફ્ટ બ્રાન્ડ કલેક્શન પણ સમાન સ્તરે રહ્યાં. તેમના રેવપારમાં પણ અગાઉના વર્ષ 2017 તથા 2019ની સરખામણીએ તફાવત જોવા મળ્યો છે. મહામારીમાં જ્યાં અન્ય હોટેલ્સને ઘણું સહન કરવું પડ્યું છે ત્યારે બુટિક હોટેલ્સને હવે પોતાના અનુભવનો લાભ મળી રહ્યો છે.