રિપોર્ટઃ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં અશ્વેત લોકો ઓછી પ્રગતિ કરી શક્યા

કાસ્ટેલ પ્રોજેક્ટમાં જાણવા મળ્યું છે કે કંપનીઓની વેબસાઇટની 11 ટકા સમીક્ષા અનુસાર અશ્વેત લોકો મોખરાના સ્થાને ઓછા છે

0
1024
કાસ્ટેલ પ્રોજેક્ટ હેઠળ 671 હોટેલ કંપની વેબસાઇટનો રિવ્યુ ‘બ્લેક રિપ્રેઝેન્ટેશન ઇન હોસ્પિટાલિટી લિડરશિપ 2022’ રિપોર્ટ માટે કરવામાં આવ્યો અને જણાયું કે સીઈઓથી લઇને એક્ઝિક્યુટિવ સહિતના મોખરાના સ્થાને અશ્વેત લોકો ખૂબ ઓછા છે. 2019થી 2021 દરમિયાન આ જવાબદારીઓમાં અશ્વેત ઓછા છે.

અશ્વેત લોકો છેલ્લાં કેટલાક વર્ષ દરમિયાન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછી પ્રગતિ કરી શક્યા છે, તેમ ડાઇવરસિટી એડવોકેસી ગ્રુપના કાસ્ટેલ પ્રોજેક્ટના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. કોવિડ-19 મહામારી ખાસ કરીને અશ્વેત હોટેલ કામદારો અને એક્ઝિક્યુટિવ્ઝ માટે પડકારજનક રહ્યું છે.

કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા ‘બ્લેક રિપ્રેઝેન્ટેશન ઇન હોસ્પિટાલિટી લિડરશિપ 2022’ રિપોર્ટ મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગે તે વાર્ષિક અહેવાલ છે અને દર્શાવે છે ઇન્ડસ્ટ્રીમાં વંશિય ભેદભાવ વધી રહ્યું છે.

ઉદાહરણ તરીકે 671 હોટેલ કંપનીઓની વેબસાઇટમાંથી 11 ટકાની સમીક્ષા દરમિયાન જણાયું કે સીઈઓથી લઇને એક્ઝિક્યુટિવ્ઝ સહિતના સ્થાને અશ્વેત લોકો ખૂબ ઓછા જોવા મળ્યા છે. હોટેલ કંપનીઓમાં મહત્વના સ્થાને 2019 પછી ઘટાડો થયો છે.

આ અંગે કાસ્ટેલ પ્રોજેક્ટના સ્થાપક અને અધ્યક્ષ પેગી બર્ગે કહ્યું હતું કે જાહેર ક્ષેત્રે કાર્યરત હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં અશ્વેત પ્રતિનિધિઓ ખૂબ ઓછી પ્રગતિ કરી શક્યા છે. મહામારી દરમિયાન હોટેલ ઉદ્યોગમાં પોતાની નોકરી ગુમાવનારાઓમાં અશ્વેત લોકોની સંખ્યા નોંધપાત્ર રહી હોવાનું પણ આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવેલી અન્ય મહત્વની બાબતોઃ

  • હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં મહામારી દરમિયાન અશ્વેત કામદારોને ખૂબ સહન કરવું પડ્યું છે. 2019માં, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓની સંખ્યામાં અશ્વેત કામદારોનું પ્રમાણ 18.8 ટકા રહ્યું છે. 2021 દરમિયાન તેમની હિસ્સેદારીમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે, જે ઘટીને 13.6 ટકા રહ્યું અને તેને પરિણામે 52 ટકા અશ્વેત કામદારોએ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પોતાની રોજગારી ગુમાવી હતી.
  • અશ્વેત પુરૂષોની સરખામણીએ અશ્વેત મહિલાઓ ડિરેક્ટર સહિતના સ્થાને વધારે મજબૂત પ્રતિનિધિત્વ કરી શકી છે.
  • અશ્વેત પ્રતિનિધિઓ ઉપર કામનું ભારણ વધારે રહ્યું હોવાનું પણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. ફૂડ અને બેવરેજીસ, બાંધકામડ-ડિઝાઇન અને ઇન્વેસ્ટમેન્ટ તથા ડેવલપમેન્ટ ક્ષેત્રે તેમને ઓછી તક મળી શકી.

કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા તેનું 2022 વિમેન ઇન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી લિડરશિપ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે.