રીપોર્ટઃ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અશ્વેતોની સ્થિતિ

કેસ્ટલ પ્રોજેક્ટ દ્વારા કંપનીઓને તેમના કાર્યબળને ફરીથી બનાવતી વખતે વિવિધતાને અગ્રતા આપવા વિનંતી

0
848
કાસ્ટેલ પ્રોજેક્ટના “બ્લેક રીપ્રેઝેન્ટેશન ઈન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી લીડરશિપ 2021” રીપોર્ટમાં જણાયું છે કે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં અશ્વેક કામદારોએ 2020 દરમિયાન સામાન્ય વિકાસ કર્યો છે. ઉદાહરણ તરીકે, વર્ષ દરમિયાન, આ અભ્યાસ દરમિયાન આવરી લેવામાં આવેલ 801 હોટેલ કંપનીઓની વેબસાઇટની સમીક્ષામાં 2019ના અભ્યાસમાં 630 કંપનીઓની વેબસાઇટની સમીક્ષાએ 11 ટકા અશ્વેત એક્ઝિક્યુટિવ (ડિરેક્ટરથી સીઈઓ) છે.

હોસ્પિટાલિટી ઉદ્યોગ ક્ષેત્રે અશ્વેત કામદારો દ્વારા સરેરાશ સરખામણીમાં ખૂબ ઓછો વિકાસ કરવામાં આવ્યો હોવાનું તાજેતરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસ નોન-પ્રોફિટ કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નેતૃત્વના સ્તરે ખૂબ ઓછા અશ્વેત વ્યક્તિઓ જોવા મળતા હોવાનો દાવો પણ આ અભ્યાસમાં કરાયો છે.

યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર કુલ કામદારોમાં અશ્વેત કામદારોની સંખ્યા 17.5 ટકા છે. 2020 દરમિયાન “ટ્રાવેલર અકોમેન્ડેશન” કેટેગરીમાં પણ અગાઉના વર્ષની સરખામણીએ 18.8 ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું “બ્લેક રીપ્રેઝેન્ટેશન ઈન હોસ્પિટાલિટી લીડરશિપ 2021” રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કેટેગરીના સરેરાશ રોજગારમાં 35 ટકા ઘટાડો જોવા મળ્યો છે અને

જોકે, ઈન્ડસ્ટ્રીના કામદારોમાં 5.7માંથી એક કામદાર અશ્વેત છે પરંતુ 49માંથી એક વાઇસ પ્રેસિડેન્ટ અને 58માંથી એક એક્ઝિક્યુટિવ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના પદે હોવાનું અભ્યાસ દરમિયાન અમેરિકા અને કેનેડાની કંપનીઓની વેબસાઇટની સમીક્ષામાં જાણવા મળ્યું હતું. અભ્યાસમાં 801 કંપનીઓના 7243 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા હતા.

કાસ્ટેલ પ્રોજેક્ટ આઈએનસીના સ્થાપક અને વડા પેગી બર્જે આ બાબતે જણાવ્યું હતું કે નોર્થ અમેરિકામાં અન્ય ઉદ્યોગોની સરખામણીએ હોસ્પિટાલીટી ક્ષેત્રે અશ્વેતોને વધારે સ્વતંત્રા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે આ સમય એ અમાર્યાદિત તકોનો છે, કારણ કે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં દરેક કંપની એકાદ વખત તો પુનર્ગઠન કરે છે. મેકકિન્સી એન્ડ કંપનીના અહેવાલમાં પણ તે અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આ વિવિધતાની તકો માટે એક સારો અવસર છે.

રીપોર્ટની મુખ્ય બાબતોઃ

  • 2020 દરમિયાન, આ અભ્યાસ માટે સમાવિષ્ટ 801 કંપનીઓની વેબસાઇટ અનુસાર 11 ટકા અશ્વેત વ્યક્તિઓ (ડિરેક્ટર થી સીઈઓ) નેતૃત્વના સ્તરે જવાબદારી સંભાળતા જોવા મળે છે.

2020માં કંપની વેબસાઇટ અનુસાર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં અશ્વેત એક્ઝિક્યુટિવ્ઝ ડિરેક્ટરથી સીઈઓ સુધીના સ્તરે 1.6 ટકા હિસ્સેદારી ધરાવે છે. હોસ્પિટાલિટી ઉદ્યોગમાં તેમનું પ્રમાણ સરેરાશ ઓછું છે. આ બાબત દર્શાવે છે કે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અશ્વેત કર્મચારીઓ માટે સરખી તકો ઉપલબ્ધ નથી, તેમ કાસ્ટેલ પ્રોજેક્ટમાં જણાવવામાં આવ્યું છે.

“આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે” તેમ બર્જ કહે છે. તેઓ ઉમેરે છે કે રોગચાળા દરમિયાન વ્યાપારના પ્રમાણમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ હોવાને કારણે, આપણે લોકોને ફરીથી કામ પર કેવી રીતે લાવીએ છીએ, અને કોને પાછા લાવીએ છીએ તેના આધારે આવનારા વર્ષોમાં ઉદ્યોગની સ્થિતિ નક્કી કરશે.

એપ્રિલમાં, કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા તેનું ચતુર્થ વિમેન ઈન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી લીડરશિપ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો, જે દર્શાવે છે કે ગત વર્ષે મહિલાઓએ પણ પ્રમાણમાં ઓછો વિકાસ કર્યો હતો, તે કોવિડ-19 મહામારીની અસર પણ હોઇ શકે છે.