રેડ રૂફ દ્વારા માનવ તસ્કરી અટકાવવા દસ હજાર ડોલરનું દાન

કંપની ઇસીપીએટી-યુએસએ સાથે મીને ઉનાળા દરમિયાન આ બાબતે જાગૃતિ લાવવા ડોનેશન માટે કામ કરશે

0
877
રેડ રૂફના પ્રેસિડેન્ટ જ્યોર્જ લિમ્બર્ટ, વચ્ચે, એન્ટી ટ્રાફિકિંગ એન્ડ એક્સપ્લોઇટેશન ઓર્ગેનાઇઝેશન ઈસીપીએટી-યુએસએને આહોઆ 2022 એન્યુઅલ કોન્ફરન્સ એન્ડ ટ્રેડ શો દરમિયાન 10,000 ડોલરના દાનનું ચેક આપી રહ્યાં છે. રેડ રૂફ ઈસીપીએટી-યુએસએની ટુરિઝમ ચાઇલ્ડ-પ્રેકેશન કોડ ઓફ કન્ડક્ટનું સભ્ય છે. જે સામાન્ય રીતે કોડ તરીકે ઓળખાય છે અને ઉનાળા દરમિયાન ફ્રેન્ચાઇઝ પાર્ટનર, વેન્ડર્સ અને સમગ્ર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી સાથે મળીને આ બાબતે જાગૃતિ લાવવાની કામગીરી કરશે.

રેડ રૂફ દ્વારા સારા કાર્ય માટે દાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં કંપની દ્વારા એન્ટી-ચાઇલ્ડ ટ્રાફિકિંગ એન્ડ એક્સપ્લોઇટેશન ઓર્ગેનાઇઝેશન ઈસીપીએટી-યુએસએ સાથે મળીને માનવ તસ્કરી અટકાવવા માટે દાન આપવામાં આવ્યું છે. હોટેલ કંપની દ્વારા તેની નોન-પ્રોફિટ કામગીરીને લઇને ભાગીદારીમાં પ્રવૃત્તિ માટે ગત અઠવાડિયે યોજાયેલા આહોઆ 2022 એન્યુઅલ કોન્ફરન્સ એન્ડ ટ્રેડ શો દરમિયાન 10,000 ડોલરનું દાન આપવામાં આવ્યું હતું.

રેડ રૂફ એ ઇસીપીએટી-યુએસએની ટુરિઝમ ચાઇલ્ડ-પ્રોટેક્શન કોડ ઓફ કન્ડક્ટ જે સામાન્ય રીતે કોડ તરીકે ઓળખાય છે તેમાં સભ્ય છે અને સેવાભાવી રીતે ટ્રાવેલ અને ટૂર કંપનીઓને બાળ – તથા માનવ તસ્કરીને ઓળખી કાઢવા તથા તેને અટકાવવા માટે કામગીરીમાં સહકાર આપે છે. આ બાબતે સમગ્ર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં જાગૃતિ લાવવાની કામગીરીમાં તે સહભાગી થાય છે.

આ અંગે રેડ રૂફના પ્રેસિડેન્ટ જ્યોર્જ લિમ્બર્ટે કહ્યું હતું કે રેડ રૂફ આ બાબતે ઇસીપીએટી-યુએસએ સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરશે. અમે અમારા દરેક પાર્ટનરને તથા ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે આ કામગીરીમાં સામેલ થવા અને માનવ તસ્કરી  સામેની લડતમાં જોડાવા માટે પ્રેરણા આપીએ છીએ અને જાગૃતિ માટે કામગીરી કરીએ છીએ.

રેડ રૂફની ફ્રેન્ચાઇઝીસ અને અન્ય લોકો અને સંસ્થાઓ કે જે ઈસીપીએટી-યુએસએ સાથે મળીને માનવ તસ્કરી અટકાવવા યોગદાન આપવા ઇચ્છે છે તેઓ  તે માટેની ખાસ વેબસાઇટ પર જઇને પોતાનું યોગદાન આપી શકે તેમ છે.

ઈસીપીએટી-યુએસએના ડિરેક્ટર ઓફ પ્રાઇવેટ સેકટર એન્ગેજમેન્ટ યુવોને ચેન કહે છે કે અમે રેડ રૂફના આભારી છીએ કે તેઓ અમેરિકામાં ચાઇલ્ડ સેક્સ ટ્રાફિકિંગ અટકાવવા માટે અમારી કામગીરીમાં સામેલ થયા છે.

જાન્યુઆરી મહિનો નેશનલ સ્વેરી એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેનશન મહિના તરીકે ઉજવાય છે. તે હ્યુમન ટ્રાફિક અવેરનેસ મહિના તરીકે પણ ઓળખાય છે. તે સમય દરમિયાન કંપનીઓ, સંગઠનો અને અન્યો આ સમસ્યાને અટકાવવા માટે એકઠા મળીને મંથન સહિતની પ્રવૃત્તિમાં જોડાય છે.

ગત ઓગસ્ટમાં આહોઆ દ્વારા હોસ્પિટાલિટી ક્ષેત્રે માનવ તસ્કરી રોકવા માટે ખાસ કાર્યક્રમ બીઝનેસીસ એન્ડિંગ સ્વેવરી એન્ડ ટ્રાફિકિંગ (બેસ્ટ)ની જાહેરાત પણ કરી હતી જેથી તે પોતાના સભ્યોને તે અંગે તૈયાર કરી શકે. ઉપરાંત ગત વર્ષે મેરિયટ ઇન્ટરનેશનલ દ્વારા પણ આવા પ્રકારની પ્રવૃત્તિની જાહેરાત કરીને હોસ્પિટાલિટી ક્ષેત્રે થતી માનવ તસ્કરીને અટકાવવા પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.