રેડ રૂફ ચેરીટી માટે રૂમ ઈન યોર હાર્ટ ઝૂંબેશ ચાલુ રાખશે

કંપની યુનાઇટેડ વે 211 પ્રોગ્રામમાં ભાગ લેનારા ગેસ્ટના રોકાણથી થનાર કમાણીમાંથી 5 ટકા રકમ દાન કરશે

0
1122
રેડ રૂફનું રૂમ ઇન યોર હાર્ટ ઝૂંબેશ, જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે, ગેસ્ટને 15 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરાશે અને સ્ટે ટુ ધી યુનાઇટેડ વેઝ 211 ના નફામાંથી કંપની પાંચ ટકા રકમ દાન કરશે, મફત, ગુપ્ત તબીબી સેવાઓ રેફરલ અને માહિતી હેલ્પલાઇન અને વેબસાઇટ.

રેડ રૂફ દ્વારા તેની રૂમ ઇન યોર હાર્ટ ઝૂંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, ઝૂંબેશ હેઠળ ગેસ્ટને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે કેટલીક રકમ ચોક્કસ નિર્ધારિત ચેરીટી માટે દાન કરવામાં આવે છે. આ વખતે ચેરીટી યુનાઇટેડ વેઝ 211 છે, જે મફત, ગુપ્ત તબીબી સેવા રેફરલ અને ઇન્ફોર્મેશન હેલ્પલાઇન અને વેબસાઇટનો સમાવેશ થાય છે.

નવા આરઆઈવાયએચ પ્રોગ્રામ 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે, ઝૂંબેશમાં અગાઉ પુનરાવર્તન પામેલ બાબતનો સમાવેશ છે, ભાગ લેનાર પ્રોપર્ટીમાં ગેસ્ટ રોકાણ કરશે તેમને રોકાણ દરમિયાન 15 ટકા વળતર મળશે, જ્યારે તેનાથી થનાર નફામાંથી પાંચ ટકા રકમ 211 અને યુનાઇટેડ વે ને દાન કરવામાં આવશે. રેડ રૂફની બ્રાન્ડમાં રેડ રૂપ ઈન, રેડ રૂફ પ્લસ+, હોમટાઉન સ્ટુડિયોઝ બાય રેડ રૂફ અને ધી રેડ કલેક્શનનો સમાવેશ થાય છે.

“અમારી રૂમ ઈન યોર હાર્ટ ઝૂંબેશ ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે વિવિધ ક્ષેત્રે સેવાકાર્ય સાથે સંકળાયેલ યુવાઇટેડ વે અને 211 સહિતની મોખરાની સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ બની શકાય, જેથી તેમની જરૂરિયાતને મદદરૂપ બની શકાય, ખાસ કરીને વર્તમાન સમયે કે જ્યારે તેમને વધારે જરૂર છે ત્યારે તેમને સહાયરૂપ બનવાનો હેતુ છે” તેમ રેડ રૂફનાં ચીફ માર્કેટિંગ ઓફિસર મરીના મેકડોનાલ્ડે જણાવ્યું હતું. “રૂમ ઇન યોર હાર્ટ દ્વારા યુનાઇટેડ વેને સમગ્ર દેશમાં વિવિધ પ્રકારની માહિતી અને સેવાકાર્ય પહોંચાડવાની કામગીરી ચાલુ રાખવામાં સહાયરૂપ બની શકશે.”

211 સેવા, ફોન દ્વારા 211 પર ફોન કરવાથી કે 211ડોટઓઆરજી પર ઉપલબ્ધ છે, તે કટોકટી અને આપત્તિના સમયે પરામર્શ, આપત્તિમાં મદદરૂપ, ભોજન, આરોગ્ય સંભાળ અને વીમા સહાય, સ્ટેબલ હાઉસિંગ અને યુટિલિટી પેમેન્ટ સહાય, રોજગારી સહાય સેવા, વેટરન સેવા અને બાળસંભાળ તથા પરિવાર સેવા સહિતના સેવાકાર્ય સાથે સંકળાયેલ છે. ગયા વર્ષે, નેટવર્ક દ્વારા 20 મિલિયન કરતાં વધારે લોકોને સમગ્ર યુ.એસ.માં વિનંતી પછી સહાય પૂરી પાડવામાં આવી હતી. આ સેવા યુ.એસ.ના 95 વિસ્તારમાં તથા કેનેડાના અનેક ભાગોમાં ઉપલબ્ધ છે.

“જે લોકો મદદ ઇચ્છે છે તેમના માટે યુનાઇટેડ વે અને 211 લાઇફલાઇન છે, આ વર્ષે પણ અને વર્ષો સુધી, તેમ યુનાઇટેડ વે વર્લ્ડવાઇડનાં યુ.એસ. પ્રેસિડેન્ટ સુઝાન મેકકોર્મિકે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિક મહામારી કોવિડ-19 આવ્યા પછી 211ને મળનારા સામાન્ય ફોનકોલમાં 400 ગણો વધારો થયો છે. રેડ રૂફ સાથેની ભાગીદારી સાથે અને તેમના હેતુપૂર્વકના પ્રોગ્રામ, રૂમ ઇન યોર હાર્ટ, ને કારણે મુશ્કેલીના સમયે વધુને વધુ લોકો સુધી સહાયરૂપ બની શકાશે.

અગાઉ રૂમ ઇન યોર હાર્ટ ઝૂંબેશ હેઠળ જે સંસ્થાઓ દ્વારા સહાય મેળવવામાં આવી તેમાં ફ્લાઇંગ હોર્સ ફાર્મ્સ, ધી ફ્રીડમ અલિયાન્સ અને થુરગૂડ માર્શલ કોલેજ ફન્ડનો સમાવેશ થાય છે.