આહોઆના વચગાળાના પ્રમુખ-સીઈઓ તરીકે રેડિસનનાં ગ્રીનીનું નામ

ઇવીપી અને સીઓઓ હમ્ફ્રે ઓગસ્ટમાં પદ છોડવાના છે

0
889
કેન ગ્રીની, રેડિસન હોટેલ ગ્રુપનાં અમેરિકા ખાતેનાં પૂર્વ પ્રમુખ અને ગ્રીનાહાઉસ કન્સલ્ટીંગના સ્થાપક, સોમવારે સેસિલ સ્ટાટને આપલા રાજીનામાંને પગલે તેમનું નામ આહોઆના વચગાળાના પ્રમુખ-સીઈઓ તરીકે સૂચવવામાં આવ્યું છે.

કેન ગ્રીની, રેડિસન હોટેલ ગ્રુપના અમેરિકા ખાતેનાં પૂર્વ પ્રમુખ, હવે આવનારા દિવસોમાં આહોઆના વચગાળાના પ્રમુખ અને સીઈઓ તરીકેની જવાબદારી નિભાવશે. સોમવારે સેસિલ સ્ટાટને પદભાર છોડ્યાં પછી સંસ્થાને કાયમી પ્રમુખ ના મળે ત્યાં સુધી તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે હોદ્દો સંભાળશે.

સંસ્થાને કેટલાક સભ્યોએ નેતૃત્વમાં આવેલા ફેરફારને આવકાર આપ્યો છે અને તેમનું કહેવું છે કે સંસ્થાને યોગ્ય દિશામાં આગળ વધવાની જરૂર છે.

સમયનો પડકારજનક મુદ્દો

કોવિડ-19 મહામારીમાંથી દેશ બહાર નીકળીને અર્થતંત્રને ફરી પાટે ચઢાવે તે દિશામાં આહોઆના નેતૃત્વને ગ્રીની મદદરૂપ થવાના છે, તેમ સંસ્થા દ્વારા તેમની નિમણૂંક સંદર્ભે આપેલા એક નિવેદનમાં જણાવાયું છે. તેઓ પોતાની કારકિર્દી દરમિયાન સતત આહોઆ સાથે સંકળાયેલા રહ્યાં છે, તેઓ રેડિસન ઉપરાંત પ્રેસિડેન્ટ-સીઈઓ તરીકે ડેલ્ટા હોટેલ્સ એન્ડ રીસોર્ટ સાથે તથા સેન્ડેન્ટ કોર્પ. સાથે અનેક જવાબદારીમાં તથા વિન્ધમ વર્લ્ડવાઇડ સાથે પણ અનેક જવાબદારી સંભાળી ચૂક્યા છે. ગ્રીનીએ ગ્રીનીહાઉસ કન્સલ્ટીંગની પણ સ્થાપના કરી છે, જે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં  એક્વિઝિશન, મેનેજમેન્ટ અને એડવાઇઝરી સર્વિસ પૂરી પાડે છે. ડિસેમ્બર, 2019માં રેડિસન સાથે છેડો ફાડ્યા પછી તેમણે પોતાની આ કન્સલ્ટીંગ સેવા શરૂ કરી હતી.

હોટેલ ઇન્ડસ્ટ્રી અને આહોઆના સભ્યો હાલના સમયે જ્યારે અત્યંત કટોકટીવાળા સમયથી પસાર થઇ રહ્યાં છે ત્યારે કેન સંગઠનને પોતાના નેતૃત્વમાં વચગાળાની ક્ષમતા સાથે આગળ વધારી શકશે, તેમ બિરન પટેલ, આહોઆ ચેરમેને જણાવ્યું હતું. અમને તેમના ઈન્ડસ્ટ્રી અંગેના અનુભવ, સંબંધો તથા અર્માદિત જ્ઞાન પર ભરોસો છે, જેથી તેઓ પોતાની આ નવી જવાબદારી સારી રીતે નિભાવી શકશે અને આહોઆના સભ્યો ફરી રીકવરી તરફ આગળ વધી શકશે.

ગ્રીનીએ આહોઆના અંદાજે 20,000 સભ્યોને અમેરિકાની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીના હૃદય તથા આત્મા ગણાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે હું આ જવાબદારી નિભાવવા આતુર છું, કપરા સમયે પણ આપણી ઇન્ડસ્ટ્રીને આગળ વધારનારા હોટેલમાલિકો સાથે મળીને કામ કરીશ. હવે જ્યારે ઈન્ડસ્ટ્રી મહામારી કોવિડ-19માંથી બહાર નિકળી રહી છે ત્યારે માલિકો તથા અમેરિકાની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે કપરો સમય છે. મહામારીની અસરવાળી આપણી ઇન્ડસ્ટ્રીને આવનારા દિવસોમાં ફરી ધમધમતી કરવાનો મારો હેતુ રહેશે.

કોઇ કારણ અપાયું નથી

આહોઆ દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે રેચલ હમ્ફ્રી, એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઓઓ પણ ઓગસ્ટ, 7 ના રોજ રાજીનામું આપશે, ડલાસમાં યોજનારા આહોઆના 2021 કન્વેન્શન અને ટ્રેડ શો પૂર્ણ થયા પછી તેઓ પોતાનો પદ છોડશે.

અનેક વિનંતીઓ કરવામાં આવી હોવા છતાં આહોઆ દ્વારા તેમના પદભાર છોડવાના કારણ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આહોઆના ઘણા સભ્યોએ સ્ટાટન અને હમ્ફ્રીના રાજીનામાંના સમાચાર અંગે એવી પ્રતિક્રિયા આપી હતી કે તેમના રાજીનામાંથી નવા ફેરફારને આવકાર મળશે. તેઓ કહે છે કે એસોશિએશન પોતાના મૂળ હેતુ કે હોટેલમાલિકોને શોષણ સામે રક્ષણ આપવાનું, થી દિશાભાન ભૂલ્યું હતું.

2006થી આહોઆનું આજીવન સભ્યપદ ધરાવનારા અને ક્રોપફોર્ડ્સવિલે, ઈન્ડિયાના ખાતેના સન્ની ગાભાવાલાએ કહ્યું હતું કે મને એ જાણીને આનંદ થયો છે કે લીડરશિપ હવે જાગૃત થઇ છે અને હજુ મોડું થયું નથી. તેમણે ઉમેર્યું હતું કે મને વિશ્વાસ છે કે નવી મેનેજમેન્ટ ટીમની નિમણૂંકમાં એવા લોકોને સામેલ કરાશે કે જેઓ સભ્યોના વિકાસમાં રસ ધરાવતા હશે.

ગાભાવાલાએ કહ્યું કે તેમણે પણ આહોઆના રીજનલ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી છે અને બહોળી કામગીરી કરી છે.

ફિલાડેલ્ફિયાના યાત્રા કેપિટલ ગ્રુપના ફ્રેન્ચાઇઝીસ એડવોકેસી ગ્રુપ રીફોર્મ લોજિંગ એન્ડ મેનેજિંગ પ્રિન્સિપલ સાગર શાહ કહે છે કે રાજીનામાં અંગેના આ સમાચારને સંગઠનના બહોળા વર્ગ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.

શાહે કહ્યું હતું કે સંગઠનની સ્થાપના તથા હેતુ સાથે એશિયન અમેરિકન હોટલમાલિકોનું હિત પણ સંકળાયેલ છે તથા સભ્યોને ભેદભાવ તથા શોષણથી બચાવવા રચના થઇ હતી.