રાષ્ટ્રપતિએ 1.9 ટ્રિલિયન રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યાં

અમેરિકન બચાવ આયોજન કાયદો જેમાં છે રસી માટે લાખો ડોલર, પીપીપી અને નાના કારોબારીઓ માટે વધુ મદદ

0
1169
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરૂવારે 1.9 ટ્રીલિયનની જાગવાઇ ધરાવતા અમેરિકન રેસ્ક્યૂ પ્લાન એક્ટને મંજૂરી આપી હતી. આહોઆ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓઆરપી કોવિડ-19 મહામારીમાંથી હોસ્પિટાલિટી ઉદ્યોગને ઉગરવામાં મદદ કરશે, જેમ કે રસીકરણ માટે વધુ ફાળવણી અને 7 બિલિયન ડોલરના પેચેક પ્રોટેક્શન પ્રોગ્રમ માટે વધુ સીધી મદદ મળશે.

રાષ્ટ્રપતિએ 1.9 ટ્રિલિયન ડોલરની જોગવાઇ વાળા અમેરિકન રેસ્ક્યૂ પ્લાન એકશન લો અને નવી રોકડ સહાય પર હસ્તાક્ષર કર્યા હતા. જે કોવિડ-19 મહામારીને કારણે અમેરિકાના મજબૂત અર્થતંત્રને થયેલી અસરોમાંથી તેને બહાર લાવવામાં મદદ કરશે. આ સહાય પેકેજમાં રસીકરણ માટે વધુ નાણાંની જોગવાઇ કરવાની  સાથે હોસ્પિટાલિટી ઉદ્યોગની તરફેણના કાર્યક્રમો જેમ કે  પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ માટેની જોગવાઇનો સમાવેશ થાય છે.

ગુરૂવારે એઆરપી પર હસ્તાક્ષર કરતી વખતે રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે  “એ સપ્તાહોમાં કે જ્યારે આ બિલ પર ચર્ચા અને વિચાર-વિમર્શ થયોં ત્યારે તેમાં એક બાબત સ્પષ્ટ ઉભરી આવી હતી કે મોટા ભાગના અમેરિકન લોકો-ડેમોક્રેટેસ, અપક્ષો,આપણાં રિપબ્લિકન મિત્રો એ સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકન રેસ્કયૂ પ્લાનને મજબૂત રીતે ટેકો આપે છે. “પ્રતિનિધિ સદનમાં  પ્લાનના આખરી દોરમાં તેમનો જે અવાજ સંભળાયો અને તેમનો પડઘો પડ્યો  તે તમામ અમે આ બિલમાં સમાવી લીધુ છે.”

કાયદાકીય પેઢી એકીન ગમ્પર સ્ટ્રૌસ હૌર અન્ડ ફેલ્ડ એલએલપીના એક લેખમાં જણાવ્યાં પ્રમાણે, એપીઆરમાં  પીપીપી માટે અન્ય 7 બિલિયન ડોલરનો સમાવેશ થાય છે જે પ્રોગ્રામમાં વધુ નોન-પ્રોફિટ સંસ્થાઓને સમાવી શક્શે. તેમાં  આક્સ્મિક ઇજા હોનારત ધિરાણ કાર્યક્રમ માટે  15 બિલિયન ડોલરનો સમાવેશ થાય છે જે નાના કારોબાર વહીવટમાંથી  ઓછા વ્યાજની લાંબા ગાળાની લોનની જોગવાઇનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  ખાસ બાર અને રેસ્ટોરન્ટ્સ માટે 28.6 બિલિયનની નવી ગ્રાન્ટ્સ અપાશે અને વધારાના 1.25 બિલિયનની જોગવાઇ, સ્વતંત્ર લાઇવ મ્યુઝીક વેલ્યુઝ, પરફોર્મિંગ  આર્ટ સેન્ટર્સ, મૂવી થિયેટર્સ અને મ્યુઝિયમ્સને રાહત આપવા ડિસેમ્બરમાં  પસાર કરાયેલા 15 બિલિયન ડોલરના  શટર્ડ વેન્યૂ ઓપરેટર ગ્રાન્ટ (એસવીઓજી) કાર્યક્રમ માટે કરવામાં આવી છે.

હોટેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ દ્વારા એડીઆરની મંજૂરી માટે ભાર મૂકવામાં આવ્યો છે. એઆરપી એક્ટ હોટેલ્સને આર્થિક રીતે ઉગારવામાં ઝડપ લાવશે,એમ આહોઆના પ્રમુખ અને સીઇઓ સેસિલ સ્ટેટોન દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કારોબારને સીધી લોન્સ અને ગ્રાન્ટ્સ સાથે  1.9  બિલિયન ડોલરનો કાયદો કોવિડ-19 રસી અને સારવાર સંશોધન માટે પણ અગત્યનો બની રહેશે એમ સ્ટેટોન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આપણાં ઉદ્યોગના ઉગારવા માટે આપણને જોઇએ કે  લોકો ફરીથી પ્રવાસ કરવાનું શરૂ કરે. એઆરપીમાં ટેસ્ટીંગ અને રસીની વહેંચણીના વિસ્તરણમાં ઝડપ માટે અબજો ડોલરની જોગવાઇથી ગ્રાહકોમાં એ વિશ્વાસને બળ આપશે કે તેઓ મહામારી પૂર્વેની જેમ તેમની પ્રવૃતિઓ જેમ કે મોજશોખ અને ધંધાકિય પ્રવાસ માટે સલામત રીતે પ્રવૃત થઇ શક્શે.

યુએસ ટ્રાવેલ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું કે,  એઆરપી એક્ટ  અગત્યનો તો છે જ પણ પીપીપી પ્રોગ્રામ માટે વધારાની  જરૂર છે.

“ એઆરપીમાં  ઘણી સારી બાબતો છે પરંતુ કોંગ્રેસ માટે કંઇક  નિર્ણાયક છે કે મહામારીમાં પ્રવાસ આધારિત લાખો નોકરીઓ ખોવાઇ ગઇ તેને પરિપૂર્ણ માટેના પ્રયાસો થવા જોઇએ, પીપીપી માટેની આખરી સમય મર્યાદા કમ સે કમ જૂન સુધી લંબાવવી જોઇએ અને જે નોકરીદાતાઓને સૌથી વધારે ખરાબ અસર થઇ છે તેમના માટે  અન્ય ફંડનાં  ડ્રોને મંજૂરી આપવી જોઇએ, એમ યુએસટીએના પ્રમુખ અને સીઇઓ રોજર ડાઉએ જણાવ્યું હતું.  “અમે કોંગ્રેસને ખૂબ જ ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે  પીપીપીની આખરી સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવા તાકીદે પગલા ભરવામાં આવે.”