યુરોપ-અમેરિકા વચ્ચે ફરી મુસાફરી ચર્ચા હેઠળઃ પ્રેસેડેન્ટ બાઈડેન

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સંગઠનોનું ગઠબંધન ઇચ્છે છે કે નિયંત્રણોમાં છુટ આપવી જોઇએ

0
969
યુ.એસ. પ્રેસિડેન્ટ જો બાઇડન, જમણે, અને તેમની મુલાકાતે પહોંચેલ જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલે વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યુરોપ અને અમેરિકા વચ્ચેની મુસાફરી પર મુકાયેલા પ્રવાસ નિયંત્રણો હળવા થઇ શકે છે. આવનારા દિવસોમાં તે અંગે સારા સમાચાર મળી શકે છે. યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન ઉપરાંત 24 ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝેશનના ગઠબંધને માંગણી કરી છે કે આ નિયંત્રણો દૂર કરવામાં આવે. તસવીર સૌજન્યઃ ચિપ સોમોડેવિલા ગેટ્ટી ઇમેજીસ સાથે.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડને કરેલી એક ટીપ્પણીથી એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકા અને યુરોપના વિવિધ દેશો વચ્ચેની મુસાફરી ફરી શરૂ થઇ શકે તેમ છે.  આ નિવેદનથી યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન ઉપરાંત ગઠબંધનવાળા 24 ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને રાહત મળી રહી છે, કારણ કે આ ગઠબંધને તાજેતરમાં મુસાફરી અંગેના વૈશ્વિક નિયંત્રણો દૂર કરવા અથવા હળવા કરવા માંગણી કરી હતી.

બાઇડનની ટીપ્પણી વ્હાઇટ હાઉસ ખાતેની પહોંચેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલની મુલાકાત પછી યોજાયેલ પ્રેસ બ્રીફીંગ દરમિયાન થઇ હતી. પ્રેસ વાર્તા દરમિયાન વૈજ્ઞાનિક આંકડાઓ દર્શાવે છે કે હવે વધારે નિયંત્રણોની જરૂર નથી ત્યારે હજુ કેમ નિયંત્રણો અમલમાં છે તેવા એક પ્રશ્નના ઉત્તરમાં આ ટીપ્પણી થઇ હતી.

“તે હજુ પ્રગતિમાં છે. અને હું તમારા એ પ્રશ્નનો વિગતે ઉત્તર આવનારા કેટલાક દિવસ દરમિયાન આપી શકીશ, તેમ તેમણે જણાવ્યું હતું.

મર્કેલે કહ્યું હતું કે તે દિવસની બન્ને નેતાઓની મુલાકાત દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તાજેતરમાં કોરોનાના ડેલ્ટા વરિયન્ટના પ્રસાર અને વધેલા સંક્રમણ અંગે પણ મુદ્દો ઉઠાવીને ચર્ચા કરી હતી.

“વાસ્તવમાં કોરોનાના ડેલ્ટા વરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે, તેને કારણે હવે બન્ને સામે પડકાર ફરી સર્જાયો છે. અને પરિસ્થિતિ પર કાબૂ કે નિયંત્રણ મેળવવા માટે સાથે મળીને કોઇ નક્કર આયોજન અને પગલાં તથા નિર્ણય લેવાની જરૂર છે. તેમ તેણીએ કહ્યું હતું.

બાઇડન અને માર્કેલનાં નિવેદનને આવકાર મળ્યો છે કારણ કે નિયંત્રણોમાં હળવાશએ સારી બાબત ગણાવી શકાય તેમ યુએસટીએના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી ટોરી એમરસન બાર્ન્સે કહ્યું હતું.

“યોગ્ય સલામતી વ્યવસ્થાના અમલ સાથે, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ અનુસાર, માયો ક્લિનિક અને હારવર્ડ યુનિવર્સિટી દ્વારા હવાઈ મુસાફરીને સલામત જાહેર કરવામાં આવી છે, બાર્ન્સે કહ્યું હતું. અગાઉના સમયને ધ્યાનમાં રાખીને લદાયેલા નિયંત્રણો હવેના સમયે દિવસેને દિવસે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે.

અમેરિકન અર્થતંત્રને કેનેડા, યુરોપિયન યુનિયન અને યુકે પર લદાયેલા મુસાફરી નિયંત્રણોને કારણે 1.5 બિલિયન ડોલરનું નુકસાન પહોંચી રહ્યું છે, તેમ યુએસટીએએ પોતાના અગાઉના લેખમાં જણાવ્યું હતું. આ રકમથી 10,000 અમેરિકન નાગરિકોને નોકરી પૂરી પાડી શકાય છે.

ગત અઠવાડિયે યુએસટીએ દ્વારા 24 ટ્રેડ ઓર્ગેનાઇઝેશનવાળા ગઠબંધન સાથે જોડાણ કરવામાં આવ્યું જેણે વૈશ્વિક સ્તરે મુસાફરી પરના નિયંત્રણો હળવા કે દૂર કરવા માંગણી કરી છે. ગઠબંધને 15 જૂલાઈ સુધી આ નિયંત્રણો દૂર કરવા માંગ કરી હતી.