પીચટ્રી હોટેલ ગ્રુપનું કેપિટલાઇઝેશન બે બિલિયન ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યું

કંપની દ્વારા 140 સોદા પૂર્ણ કરાયા, જેમાં એક્વિઝિશન, ઇન્વેસ્ટમેન્ટ તથા બાયીંગ નોટ્સનો સમાવેશ થાય છે.

0
792
ગ્રેગ ફ્રાઇડમેન, પીચટ્રી હોટેલ ગ્રુપના સીઈઓ, ડાબે, ગત અઠવાડિયે લોસ એન્જલસમાં યોજાયેલી અમેરિકાસ લોજિંગ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પેનલમાં બેઠેલા, એટલાન્ટા ખાતેની પીચટ્રીનું સંચાલન પાર્ટનર બિમલ પટેલ, હિરેન સુરજ અને રુપેશ પટેલની ભાગીદારી હેઠળ થાય છે. તેણે 140 સોદા પૂર્ણ કરીને વિક્રમી રીતે બે બિલિયન ડોલરનું કેપિટલાઇઝેશન હાંસલ કર્યું છે. જેમાં એક્વિઝિશન, ડેવલપમેન્ટ, લેન્ડિંગ અને હોટેલ ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે.

એટલાન્ટા ખાતેના પીચટ્રી હોટેલ ગ્રુપના વિકાસને 2021ની ડામાડોળ ભરેલી અર્થતંત્રની ખાસ અસર પહોંચી શકી નથી. 140 સોદા થકી તેણે વિક્રમી બે બિલિયન ડોલરનું કેપિટલાઇઝેશન હાંસલ કર્યું છે. જેમાં એક્વિઝિશન, ડેવલપમેન્ટ, લેન્ડિંગ અને હોટેલ ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે.

કંપનીના પ્રતિનિધિ તરીકે ભાગીદાર બિમલ પટેલ, હિતેલ સુરજ અને રુપેશ પટેલે તાજેતરમાં લોસ એન્જલસ ખાતે યોજાયેલી અમેરિકાસ લોજિંગ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન વાર્ષિક કામગીરી અંગે ચર્ચા કરી હતી.

પીચટ્રીના સીઈઓ ગ્રેગ ફ્રાઇડમેને કહ્યું હતું કે મૂડીરોકાણની રીતે આ વર્ષ દરમિયાન અમે ખૂબ સારી અને સંતોષજનક કામગીરી કરી શક્યા છીએ. રોકાણ વધારવાની તથા કેપિટલ સ્ટેક ઘટાડવાની અમારી રણનીતિનો અમને લાભ મળી શક્યો છે. 2021 દરમિયાન અમારી ક્ષમતા પરાકાષ્ઠાએ પહોંચી શકી હતી.

નવીન ઉમેરો

ગત વર્ષે પીચટ્રી દ્વારા અંદાજે 300 મિલિયન ડોલરના ખર્ચે નવ હોટેલ હસ્તહત કરવામાં આવી હતી, કંપનીના પોર્ટફોલિયોમાં માલિકીની અને સંચાલનવાળી હોટેલની સંખ્યા 76 સુધી પહોંચી જેમાં સમગ્ર દેશમાં 9351 રૂમ આવેલા છે. હસ્તગત કરાયેલી હોટેલમાં સમાવિષ્ટઃ

– એસી હોટેલ બાય મેરિયટ, એવેન્ચ્યુરા, ફલોરિડા, 233 રૂમ

– એલોફ્ટ માયામી એવેન્ચ્યુરા, એવેન્ચ્યુરા, ફ્લોરિડા, 207 રૂમ

– એમ્બેસી સ્યુટ્સ બાય હિલ્ટન, કેનેસો, જ્યોર્જિયા, 192 રૂમ

– એલોફ્ટ નેશવિલે ફ્રેન્કલિન, ફ્રેન્કલિન, ટેનેસી, 143 રૂમ

– કેમ્બ્રિયા હોટેલ, રોકવિલે, મેરિલેન્ડ, 140 રૂમ

– સ્પ્રિંગહિલ સ્યુટ્સ બાય મેરિયટ, એનાપોલીસ, મેરીલેન્ડ, 120 રૂમ

– હિલ્ટન ગાર્ડન ઈન, ગ્રાનબરી, ટેક્સાસ, 106 રૂમ

– હેમ્પ્ટન ઈન, પાસો રોબલ્સ, કેલિફોર્નિયા, 81 રૂમ

– લા બેલાસેરા હોટેલ એન્ડ સ્યુટ્સ, પાસ રોબલ્સ, કેલિફોર્નિયા, 60 રૂમ

અમે જે એક્વિઝિશન કર્યું તે અંગેની કામગીરી ખરેખર રોમાંચકારી રહી છે. મને લાગે છે કે તેને કારણે અમારું પોર્ટફોલિયો વધારે મજબૂત બન્યું છે.

નોંધ લેવાઈ

કંપનીના કેપિટલાઇઝનો અન્ય એક સ્રોત એ એફિલિએટ સ્ટોનહિલ છે, જે કોમર્શિયલ રીયલ એસ્ટેટ ડિરેક્ટ લેન્ડર છે. કંપની દ્વારા 23 જેટલી લોન પેટે 770 મિલિયન ડોલર ઠાલવવામાં આવ્યા છે. જેમાં બાંધકામ, બ્રિજ અને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે.

તેના એફિલિએટ સ્ટોનહિલ પેસ થકી, સ્ટોનહિલ દ્વારા 17 કોમર્શિયલ પ્રોપર્ટી ક્લિન એનર્જી (સીપેસ)ને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેનું કુલ કેપિટલાઇઝેશન 276 મિલિયન ડોલર થવા જાય છે.

2021માં, કંપની દ્વારા પાંચ હોટેલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. કેલિફોર્નિયા, ફ્લોરિડા અને કેન્ટુકીમાં આવેલી આ હોટેલો 700 રૂમ ધરાવે છે. કંપની દ્વારા વધુ 20 જેટલી હોટેલના બાંધકામની કામગીરી હાથ પર લેવાઈ છે.