AAHOAના ભૂતપૂર્વ ચેરમેન રાજકીય રેલીના યજમાન

એટલાન્ટાના હોટેલિયર માઇક પટેલે ડેમોક્રેટ કેન્ડિડેટને જ્યોર્જિયાની ચૂંટણીમાં આપ્યું સમર્થન

0
1005
એટલાન્ટાના હોટેલિયર અને AAHOAના ભૂતપૂર્વ ચેરમેન માઇક પટેલે યુએસ સેનેટના ડેમોક્રેટ કેન્ડિડેટ રેવ રાફેલ વોર્નોકને ગયા સપ્તાહે ડેકટુર ખાતે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા અને તે આ રેલીના યજમાન બન્યા હતા. વોર્નોક જાન્યુઆરીમાં રિપબ્લિકન સેનેટર કેલી લોફલર સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે, આ વિજયની સાથે ડેમોક્રેટ્સ સેનેટ પર અંકુશ મેળવી શકશે

અમેરિકાની નીતનવા વળાંકોવાળી પ્રમુખપદની ચૂંટણી પછી નવા પ્રમુખ હોદ્દો ગ્રહણ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે એટલાન્ટાના હોટેલિયર અને AAHOAના ભૂતપૂર્વ ચેરમેન માઇક પટેલ બ્લુ જ્યોર્જિયાના રાજકારણને પલટવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમા ડેમોક્રેટ ઉમેદવાર માટે રેલીના આયોજનનો સમાવેશ થાય છે. આ જ સમયે ટ્રમ્પ વહીવટીતંત્રના પગલા અંગે કેટલાકનું કહેવું છે કે કોવિડ-૧૯ના લીધે સહન કરી રહેલા હોટેલ્સ ઉદ્યોગ સુધી સ્ટિમ્યુલસના અબજો ડોલરના નાણા પહોંચતા અટકાવવાનું મુશ્કેલ બનાવવા માટે આ પ્રયત્નોના ભાગરૂપે આમ કરવામાં આવ્યું છે.

૧૯૯૮ અને ૧૯૯૯માં AAHOAના ભૂતપૂર્વ ચેરમેન રહેલા પટેલે અમેરિકન સેનેટના ઉમેદવાર રેવ રાફેલ વોર્નોક માટે મીટ-ધ-કેન્ડિડેટ ઇવેન્ટનું આયોજન કર્યુ હતુ. તેમની સાથે ડેમોક્રેટ જોન ઓસોફ પણ જાન્યુઆરીમાં ચૂંટણીનો સામનો કરશે. જો તેઓ આ ચૂંટણી જીતી જાય તો ડેમોક્રેટ્સ સેનેટ પર અંકુશ મેળવશે.

જ્યોર્જિયામાં ડેકટુર ખાતે પટેલ પ્લાઝાના પાર્કિંગ પ્લોટમાં લગભગ ૫૦નું ટોળુ વોર્નોકને ૧૯મી નવેમ્બરના રોજ સાંભળવા એકત્રિત થયું હતુ. ત્રીજી નવેમ્બરની ચૂંટણી પછીના લગભગ બે સપ્તાહ પછીની વાત છે, જેમા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેન આ રાજ્યમાં જીત્યા હતા.આ સાથે ૧૯૯૨ પછી પ્રથમ વખત ડેમોક્રેટ આ રાજ્યમાં જીતવામાં સફળ રહ્યા હતા.

પટેલે જણાવ્યું હતું કે આપણે વિચાર્યું હતું કે આપણા જીવનકાળમાં જ્યોર્જિયા બ્લુમાં રૂપાંતર થઈ જાય, પરંતુ આ કાર્ય ત્યારે જ પૂરુ થશે જ્યારે જાન્યુઆરીમાં આપણે વોર્નોક અને જોન ઓસોફને આપણી સેનેટમાં અહીંથી ચૂંટીને મોકલીશું.

પટેલે સમજાવ્યું હતું કે ડેમોક્રેટ્સને તેમના દ્વારા સમર્થન આપવાનું કારણ હેલ્થકેર અંગે પક્ષે અપનાવેલું વલણ છે. તેમણે કોરોના વાઇરસના ચેપ લાગવાના લીધે ઓગસ્ટમાં તેમની પત્ની હસ્મિતાને ગુમાવી છે. તેણે કોરોનાને તો હરાવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેના ચેપને દબાવવા પ્રેગનઝોનઆપી હતી, જેના લીધે તેની રોગપ્રતિકારક કાર્યપ્રણાલિ દબાઈ ગઈ હતી અને તેના લીધે તે ફરીથી ચેપનો ભોગ બની હતી.

કમનસીબે હું ગયા વર્ષે ક્યારેય જાણી ન શક્યો હોત કે હું આ વર્ષે અહીં ઊભો કેમ છુ અને મેં કોવિડ-૧૯ના લીધે છ મહિના પહેલા મારી પત્ની ગુમાવી છે, એમ પટેલે ટોળાને જણાવ્યું હતું.

વોર્નોકે જણાવ્યું હતું કે તેમણે તે સુનિશ્ચિત કર્યુ કે જ્યોર્જિયામા દરેક જણને પોષણક્ષમ દરે હેલ્થકેર મળે. વોશિંગ્ટનના પોલિટિકલ બેકરૂમ અને કોર્પોરેટ બોર્ડરૂમ વચ્ચેના સંબંધો બહુ મોટી મુશ્કેલી બની ગયા છે. હું રાજ્યમાં ફર્યો, મેં જોયું કે લોકો પીડાઈ રહ્યા છે. તેઓ તે જાણવા માંગે છે કે વોશિંગ્ટનમાં તેમની કોઈ દેખભાળ કરનારુ કે તેમની સુધ લેનારુ છે કે નહીં.

કેર્સ એક્ટ મની પરત માંગવામાં આવ્યા

પટેલની ઇવેન્ટના જ દિવસે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મ્નુચિને ફેડરલ રિઝર્વના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન જેરોમ પોવેલને પત્ર લખીને કોરોના વાઇરસ માટે સહાય, રાહત અને આર્થિક સુરક્ષા કાયદા માટે અલગ રાખવામાં આવેલા ૪૫૫ અબજ ડોલરનો ઉપયોગ થયો ન હોવાથીતે પાછા અમેરિકાની તિજોરીમાં જમા કરાવવા જણાવ્યું હતું.

આ ભંડોળનો ઉપયોગ આર્થિક મંદીના લીધે અસર પામેલા કારોબારોની સાથે મેઇન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાનો હતો. મ્નુચિને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આમાની કોઈપણ ફેસિલિટીઝને ફરીથી સ્થાપિત કરવા માટે ફેડરલ રિઝર્વ ટ્રેઝરી સેક્રેટરીની મંજૂરી માટે વિનંતી કરે તેવી ઘટના બનવાની કોઈ સંભાવના નથી.

પણ મીડિયા રિપોર્ટ સંકેત આપે છે કે સેક્રેટરીની વિનંતી ટ્રમ્પ વહીવટીતંત્રનો બિડેનના પોતાના વહીવટીતંત્રને સ્થાપવાના પ્રયત્નો સામે પ્રતિકારનો ભાગ હોઈ શકે. પટેલને પણ લાગે છે કે મ્નુચિનનો નિર્ણય રાજકીય રીતે પ્રેરિત છે.

તેઓના સાચા રંગ હવે દેખાઈ રહ્યા છે, તેમા પણ ખાસ કરીને રિપબ્લિકનો અર્થંતત્રને વધુને વધુ ફટકો કેવી રીતે પહોંચાડી રહ્યા છે. તેમના માટે હવે દ્રાક્ષ ખાટી થઈ ગઈ છે અને આ પગલું રાજકારણ પ્રેરિત છે, એમ પટેલે જણાવ્યું હતું. હોસ્પિટલો અને આઇસીયુના આંકડા જે ચિત્ર દર્શાવી રહ્યા છે ત્યારે તમે નાના કારોબારને લાગેલા ઘા પર મીઠું શું કામ ભભરાવો છો. હું હોટેલ માલિકો અને તેમા પણ ખાસ કરીને કોમર્સિયલ મોર્ગેજ બેક્ડ સિક્યોરિટી લોન્સવાળાને કહીશ કે તમે આ સરકાર પાસે આશા ન રાખો કે તે તમને બેઇલ-આઉટ કરશે. તેઓએ તેનું માળખુ જ એ રીતે તૈયાર કર્યુ છે કે વેન્ચર ફંડને તેનું ડિસ્કાઉન્ટે વેચાણ કરી શકાય.