ઓયો અને માઇક્રોસોફ્ટ સાથે મળીને ‘સ્માર્ટ રૂમ’ ટેકનોલોજી વિકસાવશે

પ્રોડક્ટમાં સેલ્ફ ચેક-ઇન, આઈડી વેરિફિકેશન અને વિસ્તૃત ગ્રાહક સેવા સામેલ હશે

0
820
ઓયો હોટેલ્સ અને હોમ્સ દ્વારા માઇક્રોસોફ્ટ સાથે મળીને ભારત અને યુ.એસ.ની નાના અને મધ્યમ કદની હોટેલ્સ માટે નવી ટેકનોલોજી વિકસાવવાની કામગીરી કરશે

માઇક્રોસોફ્ટ અને ઓયો હોટેલ્સ અને હોમ્સ ‘સ્માર્ટ રૂમ’ ટેકનોલોજી માટે સાથે મળીને કામ કરશે, જેમાં કસ્ટમાઇઝ્ડ ઈન-રૂમ એક્સપિરીયન્સ, સેલ્ફ ચેક-ઇન, ગેસ્ટ આઈડી વેરિફિકેશન અને વિસ્તૃત ગ્રાહક સેવાનો સમાવેશ થાય છે. તથા તેમાં આઈઓટી-સંચલિત સ્માર્ટ લોક અને માઇક્રોસોફ્ટ અઝુરે આઈઓટીના વપરાશવાળી વર્ચ્યુઅલ આસિસ્ટન્સ સેવા સામેલ હશે. સમગ્ર વિશ્વમાં પથરાયેલા નાની અને સ્વતંત્ર હોટેલ્સ તથા ઘરોના માલિકો આ નવી સેવાનો ઉપયોગ કરીને ગેસ્ટ એક્સપિરીયન્સને સંચાલિત કરી શકશે, નફામાં વધારો કરવાની સાથે સંચાલન સુરક્ષામાં પણ વધારો કરી શકશે.

ભાગીદારીના ભાગરૂપે માઇક્રોસોફ્ટ ઓયોમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઓયોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘણી નાની અને મધ્યમ કદની હોટેલ્સના અભિપ્રાયો તથા જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તથા તેમની માંગણીઓને અનુરૂપ આ નવા સ્માર્ટ રૂમ તૈયાર કરાશે.

ઓયોના ગ્લોબલ સીઓઓ અને ચીફ પ્રોડક્ટ ઓફિસર અભિનવ સિન્હાએ કહ્યું હતું કે અમારી પેટ્રન એપ ઇકોસિસ્ટમને કારણે ઓયો નેટવર્સ સાથે જોડાનારી નવી હોટેલો તથા હોમ્સના નફામાં વધારો થઇ શકશે. અમે અમારી પ્રોડક્ટ સાથે તેની કામગીરી કરી છે. મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે અમે આ પ્રોડક્ટ અંગે કામ કરી રહ્યાં છીએ. અમારી ટેકનોલોજીને કારણે અમારી સાથે જોડાયેલા તમામને લાભ મળી રહ્યો છે અને તેમના નફામાં પણ વધારો થઇ રહ્યો છે. અમારે ત્યાં આવનારા ગેસ્ટના અનુભવ પણ વધારે સારા રહ્યાં છે. માઇક્રોસોફ્ટ સાથેની ભાગીદારીને પગલે અમારી કામગીરી વધારે સારી બની શકશે તેમાં કોઇ શંકા નથી.

સિન્હાએ ઉમેર્યું હતું કે સિન્હાએ ઉમેર્યું કે આ નવા જોડાણનો અર્થ વધુ વ્યક્તિગતકરણ, વધુ સારી પસંદગીઓ, જુદા જુદા અભિપ્રાય અને ભવિષ્યમાં ગેસ્ટ અનુભવમાં સુધારો સહિતનો લાભ મળી શકશે.

ઓયો દ્વારા વર્તમાન ભારણ માઇક્રોસોફ્ટ અઝુરે સાથે વહેંચવામાં આવી રહ્યું છે, જેમાં માઇક્રોસોફ્ટ 365 સ્યુટનો ઉપરાંત ગીથબ એન્ટરપ્રાઇઝનો સમાવેશ છે. જેને મુખ્ય આશય સારી સુવિધા તથા સેવા પૂરી પાડવાનો છે.

માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અનંત મહેશ્વરીએ કહ્યું હતું કે ઓયો દ્વારા વિકસાવેલ પ્રોડક્ટ સ્ટેક અને ટેકનોલોજી સાથે અઝુરેની શક્તિના જોડાણથી ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં નવી તકોનો સંચાર થશે. માઇક્રોસોફ્ટ ક્લાઉડ કેવી રીતે ઓયો સહિતના ડિજીટલ નેટિવ્સને તાકત પૂરી પાડે છે તે જાણવા મળે છે, જેનાથી ઇન્ડસ્ટ્રીને પણ નવી તાકત મળી શકશે. રોગચાળા પછી આ ક્ષેત્રે રહેલી નવી તકોને ઝડપવાં પણ સરળતા રહેશે.

રિપોર્ટ અનુસાર, યુ.એસ.માં ઓયો પ્લેટફોર્મ પર 100થી વધારે હોટેલ છે અને રોગચાળા દરમિયાન કંપનીને ચોક્કસ સંખ્યામાં કર્ચમારીઓને છુટા કરવાની ફરજ પડી હતી.

ઓયો 40થી વધારે સંકલિત પ્રોડક્ટ અને સોલ્યુશન્સ પેટ્રનને ઓફર કરે છે જેઓ હોટેલ અને હોમ સ્ટોરફ્રન્ટ સમગ્ર ભારત, યુરોપ અને સાઉથઇસ્ટ એશિયા તથા 35થી વધારે દેશમાં સંચાલિત કરે છે.