નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા હોમવૂડ સ્યુટ્સ બાય હિલ્ટન સોલ્ટ લેક સિટી- ડાઉનટાઉન, સોલ્ટ લેક સિટી, ઉટાહ ખાતે આવેલ છે. કંપનીનું સંચાલન સીઈઓ મિત શાહના વડપણ હેઠળ થઇ રહ્યું છે, તેઓ જણાવે છે કે આ શહેર ઝડપથી વધી રહેલા માર્કેટનું પ્રતિનિધિત્વ કરે છે.
સોલ્ટ લેક સિટીના સેન્ટ્રલ બિઝનેસ અને મનોરંજન ડિસ્ટ્રિક્ટમાં 137 રૂમની આ હોટેલ આવેલી છે તેમ નોબલ જણાવે છે. વિસ્તારમાં 15 મિલિયન સ્કવેર ફિટ વિસ્તારમાં ફેલાયેલ ઓફિસ સ્પેસ અને અનેક કોર્પોરેટ હેડક્વાર્ટર્સ આવેલા છે, જેમં ઝાયોન્સ બેન્કોર્પોરેશન, ક્યુઇસ્ટાર કોર્પોરેશન અને ગોલ્ડમાન સાચેનો સમાવેશ થાય છે. તેની નજીક સોલ્ટ પેલેસ કન્વેન્શન સેન્ટર, વિવિન્ટ એરીના, ગેલિવન સેન્ટર, ટેમ્પલ સ્કેવર અને ઉટાહ સ્ટેટ કેપિટલ આવેલા છે.
સોલ્ટ લેક સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દરવર્ષે 26 મિલિયન પેસેન્જર અવરજવર કરે છે જે ડાઉનટાઉનના વેસ્ટમાં ફક્ત ચાર માઇલ દૂર આવેલું છે.
નોબલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે વૈશ્વિક આરોગ્ય કટોકટીના સમયે સોલ્ટ લેક સિટીએ સૌથી વધારે ઇન-માઇગ્રેશન ટ્રેન્ડસ સાથે મોખરે છે. સિટી દસથી વધુ સ્કી રીસોર્ટ ધરાવે છે જે એક કલાકની મુસાફરીના અંતરે આવેલા છે, તથા આસપાસમાં 12થી વધારે નેશનલ પાર્ક અને પર્વતો આવેલા છે. તે વર્લ્ડ ક્લાસ આઉટડોર લાઇફસ્ટાઇલ ધરાવે છે, સોલ્ટ લેક સિટીએ અમેરિકામાં સૌથી વધુ ડાયનામિક લેઇઝર અને કોર્પોરેટ ટ્રાવેલ માર્કેટ છે.
ઓક્ટોબરમાં પ્રસિદ્ધ એક્સપિડિયા સર્વેમાં સોલ્ટ લેક સિટી યાદીમાં આવનારા થેન્ક્સગિવિંગ અને ક્રિસ્ટમસ હોલિડે માટે સૌથી ટોચના ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં સામેલ હતું. નવેમ્બર 2020માં તે નોલેન્ડસ ટોપ ગ્રોથ માર્કેટની યાદીમાં મીટીંગ્સ અને ગ્રુપ ટ્રાવેલ માટેનું સૌથી પસંદગીનું સ્થળ પણ જાહેર થયું છે.
હોટેલ સુવિધાઓ જેવી કે પૂલ અને પેશીયો એરીયા, ડિજિટલ કી એક્સેસ, ફિટનેસ સેન્ટર અને 2477 સ્કેવેર ફિટનું મીટીંગ સ્પેસ પણ ધરાવે છે.
ઓક્ટોબરમાં, નોબલ દ્વારા એટલાન્ટા મિડટાઉનમાં કોર્ટયાર્ડ બાય મેરીયટ અને એલિમેન્ટ બાય વેસ્ટીનની શરૂઆત એટલાન્ટાના મિડટાઉનમાં કરવામાં આવી હતી. તે એકમાત્ર એવી ડ્યુઅલ બ્રાન્ડ હોટેલ છે કે જે બંને બ્રાન્ડ ધરાવે છે.