નોબલ દ્વારા ટામ્પા, ફ્લોરિડામાં ડ્યુઅલ-બ્રાન્ડ હોટલ હસ્તગત

હેમ્પટન ઈન અને હોમટુસ્યુટ્સ હોટેલ 3 બિલિયન ડોલરવાળા વોટર સ્ટ્રીટ પ્રોજેક્ટ નજીક આવેલી છે

0
782
ફ્લોરિડાના ટામ્પામાં હિલ્ટન હોટેલ હસ્તકની 213 રૂમવાળી ડ્યુઅલ બ્રાન્ડ હેમ્પટન ઈન અને હોમટુસ્યુટસને તાજેતરમાં સીઈઓ મિત શાહના વડપણવાળી નોબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવી. આ ઈમારતમાં પહેલા માળે સ્ટારબક્સ કોફી શોપ પણ છે.

નોબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા તાજેતરમાં ફ્લોરિડાના ટામ્પા ખાતે હિલ્ટન હોટેલની માલિકીની ડ્યુઅલ બ્રાન્ડ હેમ્પટન ઈન અને હોમટુસ્યુટ્સ હસ્તગત કરવામાં આવી છે. હોટેલના પહેલા માળે સ્ટારબક્સ કોફી શોપ પણ આવેલી છે.

જુલાઈમાં નવી જ બનેલી હોટેલ હેમ્પટન ઈન સાઈડ 116 રૂમ ધરાવે છે અને હોમટુસ્યુટ્સ સાઇડ 97 રૂમ ધરાવે છે. તે ટામ્પાના ડાઉનટાઉન ચેનલ ડિસ્ટ્રીક્ટમાં આવેલી છે અને 6.5 મિલિયન સ્કેવર ફિટમાં ઓફિસ સ્પેસ ધરાવે છે, તેની નજીકમાં 1000 બેડવાળી ટામ્પા જનરલ હોસ્પિટલ અને 600,000 ચોરસવારમાં ફેલાયેલ ટામ્પા કન્વેન્શન સેન્ટર આવેલું છે.

ચેનલ ડિસ્ટ્રીક્ટમાં 3 બિલયન ડોલરવાળા વોટર સ્ટ્રીટ કે જે 9 મિલિયન ચોરસફૂટમાં ફેલાયેલ છે અને 350,000 સ્કેવર ફૂટમાં ફેલાયેલ યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા સ્કૂલ ઓફ મિડિસન પણ છે. ત્યાં એક અંદાજે 2.3 મિલિયન સ્કવેર ફીટ જેટલી જગ્યા નવી ઓફિસો તથા 3500 રેસિડેન્ટીયલ યુનિટ માટે ઉપબલ્ધ છે.

વોટર સ્ટ્રીટનું બાંધકામ સાલ 2016માં શરૂ થયું હતું. ત્યાં અન્ય વિકાસકાર્યોમાં 519 રૂમવાળી જેડબલ્યુ મેરીયટ ટામ્પા વોટર સ્ટ્રીટ છે, જે 26 માળ તથા 100,000 સ્કવેર ફીટના વિસ્તારમાં બોલરૂમ તથા મીટીંગ સ્પેસ ધરાવે છે. ત્યાં તાજેતરમાં હેરોન હાઉસિંગ ડેવલપમેન્ટની શરૂઆત થઈ હતી જેમાં રૂફટોપ પૂલ, આઉટડોર કિચન અને બાર્બેક્યુ એરીયા તથા લોકોને પ્રોજેક્ટ તથા પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપવા માટે કર્મચારીઓ હાજર હોય છે.

હેમ્પટન ઈન / હોમટુસ્યુટ્સ પ્રોપર્ટી પણ ટામ્પા ક્રુઝ પોર્ટ, સ્પાર્કમેન વ્હારફ, ફ્લોરિડા એક્વેરિયમ તથા એમેલી એરીનાની નજીક છે.

આ અંગે નોબલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર બેન બ્રન્ટ કહે છે કે મૂડીરોકાણ કરવા માટે હાલના સમયે ટામ્પા એ સૌથી સારું સ્થળ છે. અહીં કોવિડ-19 મહામારી પછીની રીકવરીની સારી અસર જોવા મળી રહી છે. હેમ્પટન ઈન અન હોમટુસ્યુટ્સ એ બેન્ને ખૂબ સારી પ્રોપર્ટી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

સીઈઓ તરીકે મિત શાહના વડપણ હેઠળ નોબલ દ્વારા ધી એલીમેન્ટ નેશવિલે વન્ડરબીલ વેસ્ટ એન્ડ નેસવિલ , ટેનેસી ખાતે શરૂ કર્યો હતો. 175 રૂમવાળી હોટેલ વેન્ડરબાઇટ યુનિવર્સિટી મ્યુઝિક રો અને રાયમન ઓડિટોરીમ પણ ધરાવે છે.