ન્યુયોર્કના હોટેલમાલિકે રેડ કાર્પેટ ઈન હસ્તગત કરી, સ્વતંત્ર સંચાલનની યોજના

કેનેડા-અમેરિકાની સરહદ હજુ ઓગસ્ટ સુધી બંધ રહી શકે છે

0
1001
જયેશ પટેલના વડપણ હેઠળની રુદ્રા મેનેજમેન્ટ દ્વારા તાજેતરમાં 44 રૂમવાળી રેડ કાર્પેટ ઈન, ન્યુયોર્કના ટોનાવાન્ડામાં હસ્તગત કરવામાં આવી. તેમની યોજના તેના સ્વતંત્ર સંચાલન માટેની છે. પટેલ કહે છે કે નાયગ્રા ધોધ અને કેનેડા નજીક હોવાને કારણે તેમને બજારનો સારો લાભ મળી શકશે, જોકે કોવિડ-19 મહામારીને કારણે લદાયેલા નિયંત્રણો અનુસાર અમેરિકા અને કેનેડાની સરહદ હજુ ઓગસ્ટ સુધી બંધ રહી શકે તેમ છે.

જયેશ પટેલના વડપણવાળા રૂદ્રા મેનેજમેન્ટ દ્વારા તાજેતરમાં ન્યુયોર્કના ટોનાવાન્ડા ખાતે આવેલી જૂની રેડ કાર્પેટ ઈન હોટેલ હસ્તગત કરવામાં આવી છે. તેમની યોજના તેના સ્વતંત્ર સંચાલન માટેની છે. જોકે અમેરિકા અને કેનેડા વચ્ચેની સરહદ ખુલે ત્યારે તેમને વેપાર મળી શકે તેમ છે, જોકે પટેલનું માનવું છે કે મહામારી કોવિડ-19ને કારણે સલામતીના પગલાં અનુસાર સરહદો ભલે મોડી ખુલે પણ રોગચાળો અટકવો જોઇએ.

પટેલ, કે જેમની ન્યુયોર્કના ચીકટોવાગા ખાતે આવેલી કંપની અંદાજે 50 કરતાં વધારે હોટેલ  ધરાવે છે અને હરીપ્રિયા આઈએનસી પાસેથી તેમણે 1.125 મિલયન ડોલરમાં ગુરુસાહેબ એલએલસી પાસેથી હાંસલ કરી છે, તેમ સ્થાનિક મીડિયાનું માનવું છે. રુદ્રા મેનેજમેન્ટ સાથે સંકળાયેલ મિલન પટેલે પણ આ સોદો પાર પાડવામાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે.

અગાઉ રૂટ 62 મોટેલ નામ ધરાવતી આ 44 રૂમવાળી હોટેલના નવા રૂપરંગ તથા રીનોવેશન માટે 300,000 ડોલર સુધીનો ખર્ચ કરવાનું આયોજન જયેશ પટેલ ધરાવે છે અને તેને સ્વતંત્ર હોટેલ તરીકે સંચાલન કરવાનું વિચારે છે.

“પ્રવાસન સ્થળ તરીકે હોવાથી, મારા મતે તેનું સંચાલન સ્વતંત્ર રીતે થવું જોઇએ, જો તે નવી રીનોવેટેડ પ્રોપર્ટી હોય તો.” તેમ તેમનું કહેવું છે. તેઓ ઉમેરે છે કે બજેટ બ્રાન્ડ કરતાં મારું માનવું છે કે હાલના સમયે ગેસ્ટને સ્વતંત્ર હોટેલ વધારે સારી રીતે આકર્ષી શકે તેમ છે.

નવી હોટેલની નવીનીકરણ માટેની કામગીરી લગભગ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના હોવાનું જયેશ પટેલનું માનવું છે.

ચીકટોવાગા એ ન્યુયોર્કમાં નાયગ્રા ધોધની નજીક તથા કેનેડાની સરહદ પાસે છે, જે મહામારીને કારણે છેલ્લાં 16 મહિનાથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે. પ્રેસિડેન્ટ જો બાઇડનના તંત્ર દ્વારા તાજેતરમાં જણાવાયું હતું કે સરહદ હજુ 21 ઓગસ્ટ સુધી બંધ રહી શકે તેમ છે. જ્યારે રોયટર્સના જણાવ્યા અનુસાર કેનેડા સરકારે 9મી ઓગસ્ટથી રસી લેનારા પ્રવાસીઓને પોતાને ત્યાં પ્રવેશવા અનુમતિ આપી છે.

તેમણે કહ્યું કે કેનેડા સાથેની સરહદ ફરી ખુલે તે ખુબ જરૂરી છે.

સરહદ ખોલવાના નિર્ણયમાં મોડૂં કરવા બદલ તંત્રની યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા પણ ટીકા કરવામાં આવી છે.

યુએસટીએના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લીક અફેર્સ એન્ડ પોલીસી ટોરી એમરસન કહે છે કે જેટલા વધારે દિવસ સરહદ બંધ રહેશે તેટલું વધારે નુકસાન ઉદ્યોગોને થઇ રહ્યું છે. પ્રવાસ પર જે જીવનનિર્વાહનો આધાર હોય એવા લાખો અમેરિકન નાગરિકોને પણ ખૂબ મોટું નુકસાન થઇ રહ્યું છે.

જયેશનું માનવું છે કે તેઓ સરકારની વર્તમાન પરિસ્થિતિ સમજી શકે તેમ છે.

તેમનું કહેવું છે કે હાલના સમયે સરહદ ફરી ખોલવામાં જે મોડું થઇ રહ્યું છે તે એક રીતે તો યોગ્ય ગણાવી શકાય કારણ કે મહામારી કોવિડ-19ની ત્રીજી કે ચોથી લહેર પણ સંભવિત છે.