નવો કાયદો મહામારી પહેલાના દૈનિક ફેડરલ દરને જાળવી રાખશે

રેકલ એક્ટને “આહોઆ” અને “આહલા”નો ટેકો છે

0
1127
પુનઃસ્થાપિત, સમકક્ષ, કોરોનાવાયરસ સમાવિષ્ઠ લોજિંગ (RECAL) કાયદા એ જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનના 2019ના ડેટાના આધારે 2020ના સ્તરે ફેડરલ લોજિંગ રિએમ્બર્સમેન્ટ રેટને યથાવત જાળવી રાખવાની જરૂર છે.

નવા પ્રસ્તાવિત કાયદામાં સામાન્ય સેવા વહીવટ દ્વારા ફેડરલ પ્રવાસ માટે રોજેરોજના દૈનિક દર  નક્કી કરતી વખતે કોરોના વાયરસથી આર્થિક સ્થિતિ પર થયેલી ગંભીર અને અવળી  અસરોને ધ્યાનમાં લેવાની જરૂર રહેશે. બે મોટા હોટલ ઉદ્યોગ સંગઠનો દ્વારા બિલને સમર્થન મળ્યું છે.

પુનઃસ્થાપિત, સમકક્ષ, કોરોનાવાયરસ સમાવિષ્ઠ લોજિંગ (RECAL) કાયદાને આ સપ્તાહે ગૃહમાં તેના પ્રાયોજકો, ફ્લોરિડા યુ.એસ. પ્રતિનિધિ. ચાર્લી ક્રિસ્ટ, ડેમોક્રેટ અને રિપબ્લિકન બિલ પોસે દ્વારા ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો.. બંને ધારાસભ્યોએ ગયા વર્ષે સમાન બિલ રજૂ કર્યું હતું, જેમાં જીએસએને 2019ના ડેટાના આધારે 2020ના સ્તરે ફેડરલ લોજિંગ રિએમ્બર્સમેન્ટ રેટ યથાવત રાખવાની જરૂર છે. હાલનો કાયદો  2020ના સ્થિર થયેલા દરોને ચાલુ રાખશે, જેથી તે  મહામારી  પહેલાના સ્તરને પ્રતિબિંબિત કરી શક્શે એટલે કે તેને જાળવી રાખશે.

ક્રિસ્ટ અને પોઝીએ બન્નેએ તેમના બિલને રજૂ કરતી વખતે  તેમના ગૃહ રાજ્યને  પર્યટન વ્યવસાય  ઉપર કેટલો  આધાર રાખવો પડતો હોય છે તેને ધ્યાનમાં રાખીને આ કાયદો રજૂ કરવા માટે પ્રેરાયા હોવાનું  અવલોકન પણ કર્યું હતું.

ક્રિસ્ટે જણાવ્યું હતું કે, “કોવિડ રોગચાળાએ પ્રવાસન ઉદ્યોગ પર ભારે અસર કરી હોવાથી, 2020ની (પ્રવાસીઓની) સંખ્યાઓ પર હોટેલ માટે દૈનિક દર દીઠનો પાયો કે આધાર રાખવાનો  કોઈ અર્થ નથી, કારણ કે  દેખીતી રીતે તે ઉદ્યોગ માટે એક જુનુ પૂરાણું બની ગયું છે.”

રોગચાળાના મહામારીની શરૂઆતમાં મુકવામાં આવેલા પ્રવાસન પ્રતિબંધોને કારણે દેશની અર્થવ્યવસ્થા પર અને , ખાસ કરીને આતિથ્ય-સરભરા અને પર્યટન ઉદ્યોગને ભારે અસર પહોંચાડી છે.

“વર્ષ 2020ના સ્તરે દૈનિક દીઠ દરો નિર્ધારણ કરવા એ એક મહત્વપૂર્ણ રસ્તો છે કે જેના દ્વારા ફેડરલ સરકાર સંઘર્ષશીલ વ્યવસાયો અને તેમના કર્મચારીઓને ઝડપથી બેઠા  કરવામાં મદદરૂપ નિવડશે.”

રેકલ કાયદાની રાષ્ટ્રીય સ્તરે અસર પડશે, એમ આહોઆના પ્રમુખ અને સીઈઓ સીસિલ સ્ટેટને જણાવ્યું હતું.

“પાછલા વર્ષના,  ઉદ્યોગના નિરાશાજનક આંકડાઓનો ઉપયોગ ભાવિ  દૈનિક પ્રતિ દરો નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાથી અપણાં સરકારી અધિકારીઓની અમેરિકન લોકોની સેવામાં મુસાફરી કરવાની ક્ષમતા હોટલને તથા  અન્ય નાના વ્યવસાયો માટેના આવકના નિર્ણાયક સ્રોતને ઘટાડશે.

ઓછામાં ઓછું, વર્તમાન નાણાકીય વર્ષ 2020 પ્રતિ દૈનિક દર, નાણાકીય વર્ષ 2023 અને 2024 ના દર માટેનું માળખું હોવું જોઈએ, ” એમ સ્ટેટને જણાવ્યું હતું. “ઉદ્યોગ નિષ્ણાતો આશા રાખી રહ્યાં છે કે  2024 સુધીમાં આરામદાયક પ્રવાસ મહામારીમા સારી રીતે પુનઃપ્રાપ્તિ સાથે વ્યવસાયિક મુસાફરી પહેલાં ફરીથી શરૂ થવાની સંભાવના છે. કેટલાક નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે વ્યવસાયિક મુસાફરી  રોગચાળા પહેલાની સ્થિતિએ માત્ર 80 ટકા જેટલા સ્તરે જઇ શક્શે. તેથી એ જરૂરી છે કે . જીએસએ ઝડપથી દરરોજના દરોમાં સ્થિરતા લાવે તે સમયની માંગ અને જરૂરીયાત પણ છે. ”

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને પણ રેકલ કાયદાને ટેકો આપ્યો છે.

“આહલા”ના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સ કહે છે, ” હોટેલ ઉદ્યોગ માટે સરકારી મુસાફરી અતિ મહત્વની છે, કેમ કે તેની પાછળ ખર્ચા અબજોના કારણે   દેશભરના સમુદાયોને લાભ પહોંચાડતી હજારો નોકરીઓને ટકાવી રાખવામાં ઉપયોગી નિવડી શકે તેમ છે. અને એક એવા સમયે કે જ્યારે આપણો ઉદ્યોગ ટકી રહેવા માટે મથી રહ્યું છે  ત્યારે તે નિર્ણાયક બાબત છે કે જીએસએ નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2023 માટે વાજબી દરો સ્થાપિત કરે. કે જે હોટલ્સ અને પ્રવાસી માટે સમયસર વ્યવસાયિક સ્થિતિને પ્રતિબિંબિત કરી શકે, તેનો યોગ્ય પડઘો પાડી શકે.. તેથી અમે કોંગ્રેસને અરજ ગુજારીએ છીએ કે તેઓ સરળતાથી અને ઝડપથી તેને પસાર કરે..”

સપ્ટેમ્બરમાં, કન્સલ્ટિંગ ફર્મ એચ.વી.એસ.એ એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું છે કે 2020 માં યુ.એસ.ના ટોચના લોજિંગ બજારોમાં દૈનિક સરેરાશ દરમાં વધારો આ વર્ષ ચાલુ રહેવાની અપેક્ષા છે.