ન્યુ ક્રેસ્ટઇમેજ દ્વારા સુમિત હોટેલ્સ પ્રોપર્ટીઝને 27 હોટેલ્સનું વેચાણ

822 મિલિયન ડોલરના સોદામાં બે પાર્કિંગ ડેક અને ફાયનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ પણ સામેલ છે

0
780
મેનેજિંગ પાર્ટનર અને સીઈઓ મેહુલ પટેલના વડપણ હેઠળની ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા તેના હોટેલ પોર્ટફોલિયોમાંથી મોટભાગનું વેચાણ કરાયું છે. 27 પ્રોપર્ટી કે જેમાં સબર્બન ડલાસ ખાતેના ફ્રિસ્કો સ્ટેશન ખાતે આવેલ ડ્યુઅલ બ્રાન્ડ એસી હોટેલ-રેસિડેન્સ ઇન, ડાબે, અને ગ્રેપવાઇન ખાતે આવેલ ડલાસ-ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવેલ મેરિયટની ડ્યુઅલ કોર્ટયાર્ડ બાય મેરિયટ-ટાઉનપ્લેસ સ્યુટસનો સમાવેશ થાય છે, જેનું વેચાણ 822 મિલિયન ડોલરમાં સુમિટ હોટેલ પ્રોપર્ટીઝને કરવામાં આવ્યું છે. ક્રેસ્ટઇમેજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે જેમાં, ડાબેથી, ચિરાગ પટેલ, સંજય પટેલ, યોગી પટેલ, મેહુલ પટેલ, મિતલ પટેલ, દક્ષેસ પટેલ.

ન્યુક્રેસ્ટઈમેજ દ્વારા તેના મોટાભાગના હોટેલ પોર્ટફોલિયોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક અન્ય પ્રોપર્ટી પણ સામેલ છે, જેનું વેચાણ 822 મિલિયન ડોલરમાં સુમિત હોટેલ પ્રોપર્ટીઝને કરવામાં આવ્યું છે. ડલાસ ખાતેની ન્યુક્રેસ્ટઇમેજ દ્વારા સુમિતમાં આવનારા સમયમાં પણ રોકાણ કરવામાં આવશે. જેમાં તેઓ માલિકીની બે હિસ્ટોરિક હોટેલનો સમાવેશ થાય છે. જે તાજેતરમાં જ હસ્તગત કરવામાં આવી છે અને આવનારા સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

ચોક્કસ ફાળો અને ખરીદી એગ્રીમેન્ટ કે જેમાં 3709 ગેસ્ટરૂમ સાથેની 27 હોટેલ્સ કે જે 776.5 મિલિયન ડોલર અથવા 209,000ડોલર પ્રતિ ચાવી સામેલ છે. તેમાં 24.8 મિલિયન ડોલરના મૂલ્યના બે પાર્કિંગ સ્થળ અને 20.7 મિલિયન ડોલરવાળા કેટલાક ફાયનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ પણ સુમિતના સિંગાપોર સ્થિત સોવેરીયન વેલ્થ ફન્ડ જીઆઈસી સાથેનું જોઇન્ટ વેન્ચર સામેલ છે. જે અમેરિકામાં હોટેલો હસ્તગત કરવા માટે 2019માં બનાવવામાં આવ્યું હતું.

ન્યુક્સેટઇમેજના મેનેજિંગ પાર્ટનર અને સીઈઓ મેહુલ પટેલ કહે છે કે ન્યુક્રેસ્ટઇમેજમાં ઉચ્ચ ગુણવત્તાવાળા મેરિયટ, હિલ્ટન, હયાત અને આઈએચજી હોટેલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. જે સન બેલ્ટ રીજીયનમાં છે અને સુમિતના પોર્ટફોલિયોને વધારે ઉપયોગી સાબિત થશે. તેઓ ઉમેરે છે કે હવે અમે જ્યારે સુમિતના સૌથી મોટા હિસ્સેદાર બની રહ્યાં છીએ, ત્યારે અમને પણ સુમિતમાં આશા છે કારણ કે તે ઇન્ડસ્ટ્રીમાં મોખરાના સ્થાને છે. અમારું માનવું છે કે બંનેના પોર્ટફોલિયોને કારણે હોટેલ્સના વધુ સારા જૂથને આકાર મળી શકશે.

સુમિટ માટે, આ સોદો કંપનીની હાજરીને વધારે વ્યાપક સ્તરે લઇ જશે, તેને કારણે સન બેસ્ટ માર્કેટમાં તેને નવું સ્થાન અને હાજરી મળશે, તેમ કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ જોનાથન સ્ટાનરે કહ્યું હતું. હસ્તગત કરવામાં આવેલી હોટેલ્સમાંથી  મોટાભાગની હોટેલ ડલાસ-ફોર્ટ વર્થ એમએસએના સબમાર્કેટમાં આવેલી છે, જે અમેરિકામાં મૂડીરોકાણની દૃષ્ટિએ તથા રોજગારી પૂરી પાડવામાં મોખરાનું સ્થાન 2021માં ધરાવે છે, તેમ સીબીઆઈઈના 2021 અમેરિકાસ ઇન્વેસ્ટર ઇન્ટેન્શન્સ સર્વેમાં જાણવા મળ્યું છે.

ન્યુક્રેસ્ટઇમેજ પોર્ટફોલિયોમાં સામેલ કરાયેલ અને 2019માં શરૂ કરવામાં આવેલ છ હોટેલ્સનો સમાવેશ થાય છે. જેને સુમિત તરફથી વધારે સારી ઓફર મળી છે. મોટાભાગની સંપાદિત કરવામાં આવેલ પ્રોપર્ટીઝની સરેરાશ વ 3.8 વર્ષ છે અને 70 ટકાથી વધારે ગેસ્ટરૂમ 2015થી વધારે સારા બનાવાયા છે.

કંપનીના સોદામાં ગુરુવારે ઇન્વેસ્ટર કોન્ફરન્સ કોલમાં થર્ડ ક્વાર્ટરમાં તેની કામગીરીના આધારે ચર્ચા કરવામાં આવી હતી. જેની તમામ વિગતો તેની વેબસાઇટ પર મુકવામાં આવી છે.

સુમિતને આશા છે કે તેઓ એઇમબ્રિજ હોસ્પિટાલિટી સાથે તમામ 27 હોટેલ્સના સંચાલન માટે કોન્ટ્રાક્ટ કરી શકશે. ન્યુક્રેસ્ટઇમેજ આવનારા સમયમાં 325 રૂમવાળી તથા 29 માળ ધરાવતી ડાઉનટાઉન ડલાસમાં આવેલી મેગનોલિયા હોટેલનું સંચાલન પણ ચાલુ રાખી શકશે. તેને સપ્ટેમ્બરમાં હસ્તગત કરાઇ છે.

પટેલ કહે છે કે અમે અમારી કંપનીના સમૃદ્ધ ઇતિહાસમાં નવી રોમાંચકારી શરૂઆત કરવા આતુર છીએ, જેમાં ત્રિસ્તરીય વ્યૂહાત્મક રોકાણ સામેલ છે.

પટેલ કહે છે કે ન્યુક્રેસ્ટઇમેજને તેના નવા ભંડોળમાં રોકડ સહિતના મિક્ષણવાળા નવા સાહસની આશા છે, જેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને કંપનીની 100 મિલિયન ડોલરની પ્રાઇવેટ રીયલ એસ્ટેટ ફન્ડનો સમાવેશ થાય છે, જેની શરૂઆત 4 જાન્યુઆરીએ કરાઈ હતી.