ન્યુક્રેસલમેજ દ્વારા ફ્રાઇસ્કો, ટેક્સાસ, હયાત હાઉસનું વેચાણ

કંપની દ્વારા ઓરેગન ખાતે ગયા અઠવાડિયે સમાન બ્રાન્ડ સાથે નવી હોટલ શરૂ કરવામાં આવી છે.

0
964
ન્યુક્રેસલમેજ દ્વારા તેના ફ્રાઇસ્કો, ટેક્સાસ ખાતેના હયાત હાઉસમાં છઠ્ઠા માળે 132 સ્યુટનું વેચાણ નોર્થઇસ્ટર્ન યુ.એસ. ખાતેની કંપનીને કરવામાં આવ્યું. મેહુલ પટેલ, ચેરમેન અને સીઈઓ ન્યુક્રેસલમેજ, કહે છે કે આ સોદો કંપની દ્વારા હાથ ધરાયેલ હસ્તાંતરણની પ્રક્રિયાનો ભાગ છે.

ઓરેગન ખાતે નવી હયાત હાઉસ હોટલની શરૂઆત કર્યાના એક અઠવાડિયા પછી ન્યુક્રેસલમેજ દ્વારા ડલ્લાસ નજીક આવેલ હયાત હાઉસનું વેચાણ કરવામાં આવ્યું છે. વેચાણમાંથી થતી આવક નવા એક્વિઝિશનને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ થશે.

ડલ્લાસ ખાતે આવેલ ન્યુક્રેસલમેજ દ્વારા ટેક્સાસના ફ્રાઇસ્કો ખાતે આવેલ હયાત હાઉસના છઠ્ઠા માળે 132 સ્યુટનું વેચાણ નોર્થઇસ્ટર્ન અમેરિકા ખાતેના હોટેલ જૂથને કરવામાં આવ્યું છે. ન્યુક્રેસલમેજ દ્વારા ફ્રાઇસ્કો હયાત હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેને માર્ચ 2016થી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

 “કોવિડ મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આ પ્રકારનો સોદો એક નવો ઉત્સાહ જગાડે છે અને સારો દેખાવ કરનાર મજબૂત માર્કેટમાં સારી સ્થિતિ ધરાવતી મિલ્કતો મૂડીરોકાણની અપીલ કરી રહી છે. તેમ ન્યુક્રેસલમેજના ચેરમેન અને સીઈઓ મેહુલ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે અમારી કંપની સતત એ બાબતે મૂલ્યાંકન કરતી રહે છે કે અમે કેવી રીતે અમારા રોકાણકારોને વધારે શ્રેષ્ઠ અને સારું વળતર આપી શકીએ. માર્કેટમાં અમે આ નવા સોદાને કારણે અમારી સ્થિતિ મજબૂત બનાવી શકીશું તેમાં કોઇ શંકા નથી અને અમારા પોર્ટફોલિયોને પણ તેનો લાભ મળી શકસે તેમાં કોઇ અપવાદ નથી.

ગયા અઠવાડિયે કંપની દ્વારા ઓરેગનના બીવર્ટન ખાતે 125 રૂમ ધરાવતી પાંચ માળની હયાત હાઉસ શરૂ કરવામાં આવી છે. આ હોટલ એ ન્યુક્રેસલમેજ અને કેન્ટરબરી હોટલ ગ્રુપનું સંયુક્ત સાહસ છે તેનું સંચાલન સીઈઓ તરીકેની જવાબદારી સંભાળનારા અરવિંદ પટેલના વડપણ હેઠળ થાય છે.

નવી હયાત હાઉસ એ બીવર્ટનના સિટી હોલ, 550 બેઠક વ્યવસ્થા ધરાવનાર રીસર સેન્ટર ફોર આર્ટ્સન, ધી ટ્યુઆલેટિન વેલી અને કૂપર માઉન્ટેન નેચર પાર્ક નજીક આવેલી છે. ઉપરાંત તે નાઇકી, રીસરના ફાઇન ફૂડ્સ અને ઓપ્ટિક ઉત્પાદક લીપોલ્ડ એન્ડ સ્ટીવન્સના કોર્પોરેટ હેડક્વાર્ટર્સ નજીક પણ આવેલ છે.

ન્યુક્રેસલમેજ દ્વારા ફ્રાઇસ્કો સ્ટેશન પાસે હિલ્ટન અપસ્કેલ હોટેલ દ્વારા કેનોપી પણ શરૂ કરેલ છે, જે ‘લાઇફસ્ટાઇલ હોટલ કેમ્પસ’ તરીકે જૂનમાં વિકસિત થયેલ. 150 રૂમ, સાત માળની કેનોપી, એસી હોટલ અને રેસિડેન્સ ઇન સહિત ચાર બ્રાન્ડ અને 600 રૂમ વિકસિત કરવામાં આવેલ, જે 2019માં શરૂ થયેલ અને 150 રૂમવાળી હયાત પ્લેસનું  બાંધકામ હજુ ચાલી રહ્યું છે.

કેનોપીના ઉદ્ધાટન પછી પટેલે જણાવ્યું હતું કે નવા કેનોપી સિમ્બોલાઇજીસનું ઉદ્ધાટન એ હોસ્પિટાલીટીમાં પુનઃપ્રવેશ સમગ્ર દેશ અને વિશ્વવ્યાપી બની રહેશે. અમે અમારે ત્યાં આવનારા ટ્રાવેલર્સને કોરોના વાયરસનો ભોગ બનવા નહીં દઇએ, અમારી પ્રક્રિયા વધારે હાઇજીન પ્રોસિજર ધરાવે છે કે જેને કારણે ગેસ્ટને સલામતી, આરામદાયક અને વિશેષતાનો અનુભવ થાય છે.

ડલ્લાસ ખાતેની ન્યુક્રેસનમેજ સમગ્ર દેશમાં 30 હોટલની માલિકી અને સંચાલન સંભાળે છે, જે માટે તેના પ્રાઇવેટ રીયલ એસ્ટેટ ફન્ડનો પણ સમાવેશ થાય છે.