નવી કોવિડ-૧૯ રાહત દરખાસ્તોને એસોસિયેશનોનો ટેકો

કોંગ્રેસનલ્સનું પ્રોબ્લેમ સોલ્વર્સ બિલ પીપીપી માટે $288 અબજનું હોઈ શકે

0
985
દ્વિપક્ષી પ્રોબ્લેમ સોલ્વર્સ કોક્સ દ્વારા રચવામાં આવેલું કોવિડ-૧૯ રિલીફ બિલ કુલ ૯૦૮ અબજ ડોલરની સહાય પૂરી પાડી શકે છે, તેમા પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામના ૨૮૮ અબજ ડોલરનો સમાવેશ થાય છે. તેનો ચાવીરૂપ હેતુ ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ જેવા કે AAHOA, ધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન અને યુ.એસ. ટ્રાવેલ્સ એસોસિયેશનની વણસતી જતી નાણાકીય સ્થિતિને બ્રેક મારીને સહાય પૂરી પાડવાનો છે.

સાવ નાદાર થઈ ગયેલી કોંગ્રેસે નવો કોવિડ-૧૯ આર્થિક રાહત આયોજન રજૂ કર્યુ છે જેની તાતી જરૂરિયાત છે. હાલમાં તો તેને જોવામાં આવી રહ્યુ છે અને પછી તેના પર કામ થઈ શકે છે.

આ પેકેજ પ્રોબ્લેમ સોલ્વર્સ કોકસ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. આ ગ્રુપ ૨૫ ડેમોક્રેટ્સ અને ૨૫ રિપબ્લિકન સેનેટરોના બનેલા ગ્રૂપ દ્વારા પહેલી ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવ્યુ હતુ. આ દરખાસ્તમાં કુલ સહાય ૯૦૮ અબજ ડોલરની છે. તેમા નવા ફંડિંગ અને અગાઉમંજૂર કરાયેલી કોરોના વાઇરસ સહાય, રાહત અને ઇકોનોમિક સિક્યોરિટી એક્ટ ફંડિંગની ફેરફાળવણીનો સમાવેશ થાય છે.

આ દરખાસ્તમાં ૨૮૮ અબજ ડોલરના પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ જેવા કે AAHOA, ધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન અને યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશનના આર્થિક હિતોનું રક્ષણ કરવાનો છે. તેમા રાજ્ય અને સ્થાનિક સરકારો માટેના ૧૬૦ અબજ ડોલર, બેરોજગાર ફાયદા માટે ૧૮૦ અબજ ડોલર અને રસીના વિકાસ અને વિતરણ તથા કોવિડ-૧૯ના પરીક્ષણ માટે ૧૬ અબજ ડોલરનો સમાવેશ થાય છે.

AHLAએ પ્રોબ્લેમ સોલ્વર્સની દરખાસ્તને મંજૂરી આપી હોવાનું એસોસિયેશનના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સે ગયા સપ્તાહે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વધુ એક પ્રોત્સાહન પેકેજ, મેઇન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામ કોવિડ-૯ના લીધે આવેલી આર્થિક મંદીને પહોંચી વળવામાં હોટેલોને મદદ કરવામાં ખાસ સફળ રહ્યો નથી.

રોજર્સે જણાવ્યું હતું કે આપણને જરૂર છે કે કોંગ્રેસ કટોકટીના લીધે સૌથી વધુ અસર પામેલા ઉદ્યોગો અને રોજગારીઓને અગ્રતાક્રમ આપે. કોંગ્રેસના કામ ન કરવાના લીધે હોટેલ ઉદ્યોગ દર કલાકે ૪૦૦ નોકરીઓ ગુમાવી રહ્યો છે અને અમને આશા છે કે આ દરખાસ્તના લીધે વોશિંગ્ટનમાં દ્વિપક્ષી મડાગાંઠને તોડવામાં મદદ મળશે.

તાજેતરના યુએસટીએ સરવેમાં દર હજાર મતદાતાઓએ ૮૭ ટકા પ્રતિસાદીઓએ વોશિંગ્ટને કોરોના વાઇરસ સંલગ્ન રાહત માટે વધુ એક સપોર્ટ રાઉન્ડ જારી કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. સરવેનું તારણ હતું કે ૭૯ ટકા પ્રતિસાદીઓ ઇચ્છતા હતા કે બે રાજકીય પક્ષોએ નીતિની બાબત પર જોડે કામ કરવુ જોઈએ.

યુએસટીએ મુજબ ગયા વર્ષની તુલનાએ પ્રવાસ ખર્ચ ૪૫ ટકા ઘટ્યો છે તેના લીધે ટ્રાવેલ ઉદ્યોગે સૌથી વધુ જોબ ગુમાવી છે અને તેમા પણ રોગચાળો ઉચકાતા સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે, એમ યુએસટીએના પ્રમુખ અને સીઇઓ રોજર ડાઉએ જણાવ્યું હતું. ડાઉએ જણાવ્યું હતું કે પીપીપી પ્રોગ્રામ શરૂ કરવો અને વિસ્તારવો તે યુએસટીએની નવા સ્ટીમ્યુલસ પેકેજની ટોચની અગ્રતાઓમાં એક છે. તેમણએ પ્રોબ્લેમ સોલ્વર્સની દરખાસ્તના શબ્દોને આવકાર્યા હતા.

ડાઉએ જણાવ્યું હતું કે રાહતનુ માળખુ જે આજે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે તે દ્વિપક્ષીય સમર્થન, કોંગ્રેસના આ ડીલને સમર્થન તથા મહદ અંશે અમેરિકન પ્રજાનો વ્યાપક ટેકોછે અને હવે કોંગ્રેસ તેના પર ઝડપથી કામ કરે તે જરૂરી છે.

યુએસટીએ કોવિડ રીલીફ નાઉ જોડાણની સ્થાપક સભ્ય છે, તેની સાથે AHLA અને બીજા સંગઠનો પણ જોડાયેલા છે જેનું ધ્યેય નવા રાહત પેકેજનું સમર્થન કરવાનું છે. આ જોડાણે તાજેતરમાં આ ધ્યેયને સમર્થન આપવા નવી કોમર્સિયલ પણ જારી કરી છે.