આહોઆના નવા ચેરમેનની આહોઆકોન 2022 દરમિયાન જાહેરાત

5000થી વધુ લોકોએ મુલાકાત લીધી, સભ્યોએ નવા સેક્રેટરીની પણ પસંદગી કરી

0
1203
(Neal Patel) નિશાંત ‘નીલ’ પટેલે મેરીલેન્ડના બાલ્ટીમોરમાં યોજાયેલા એસોસિએશનના 2022 કન્વેન્શન એન્ડ ટ્રેડ શો દરમિયાન શુક્રવારે આહોઆના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી છે.

(Vinay Patel)

આહોઆના વિદાયમાન ચેરમેન વિનય પટેલે કહ્યું હતું કે આ વર્ષની આ કોન્ફરન્સનું આયોજન કરવું ખૂબ પડકારભર્યું બન્યું હતું કારણ કે અગાઉની કોન્ફરન્સ પૂર્ણ થયાને એક વર્ષ કરતાં પણ ઓછો સમય થયો છે.

(KP Patel)

આહોઆકોન 2022 દરમિયાન સભ્યોએ કેલિફોર્નિયાના સાન્તા ક્રુઝના કમલેશ ‘કેપી’ પટેલને આહોઆના નવા સેક્રેટરી તરીકે ચૂંટી કાઢ્યા હતા.

(Girl handing out flyers)

ડાબેથી, વન મેનેજમેન્ટના સુહાની શાહ અને ક્રિસ્ટીના ટુરલી આહોઆકોન 2022ના ટ્રેડશોના સ્થાને ભારત ચ. પટેલ, દિનેશ પટેલ અને અશ્વિન પટેલને પ્રમોશનલ સામગ્રી આપી નજરે પડે છે.

(Evacuation)

આહોઆકોન 2022 દરમિયાન બાલ્ટીમોર કન્વેન્શન સેન્ટર ખાતે આહોઆના બોર્ડ ઓફ ડિરેકડર્સનો સંબોધન કરી રહ્યાં હતા તે સમયે એકાએક ફાયર અલાર્મ વાગવાને કારણે મુલાકાતીઓ બહાર નિકળી ગયા હતા. પછીથી જાણવા મળ્યું હતું કે આ અલાર્મ ભૂલથી ચાલુ થઇ ગયુ હતું. જોકે ત્યાર બાદ કોન્ફરન્સ ફરી શરૂ થઇ હતી.

(People on shaker)

આહોઆકોન 2022 દરમિયાન મુલાકાતીઓ ટ્રેડ શો ખાતે કસરતના સાધન ચકાસી રહ્યાં છે.

નિશાંત ‘નીલ’ પટેલે મેરિલેન્ડના બાલ્ટીમોર ખાતે યોજાયેલા એસિએશનના 2022 કન્વેન્શન એન્ડ ટ્રેડશો દરમિયાન શુક્રવારે આહોઆના નવા ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અંદાજે 5000થી વધુ લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી, જે દરમિયાન નવા સભ્યો-હોદ્દાદારોની વરણી પણ કરવામાં આવી હતી.

આ વર્ષનો શો અગાઉના શોના આયોજન પછી એક વર્ષ કરતા ઓછા સમયમાં આયોજીત કરવામાં આવ્યું છે, જેનું કોવિડ મહામારીને કારણે અનેક વિલંબ પછી ઓગસ્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના વિદાયમાન ચેરમેન વિનય પટેલે શો પહેલા યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

તેમણે કહ્યું હતું કે અમે આ સંમેલનનું આયોજન ઘણા સમય પહેલાથી શરૂ કરી દીધુ હતું. દરેક સંમેલનના આયોજન વચ્ચે આઠ મહિના જેટલો સમયગાળો રહ્યો છે. મોટાભાગે આપણે જે સમયમર્યાદામાં આયોજન કરતા હતા તેમાં મહામારીને કારણે ફેરફાર થયો છે.

નીલ પટેલે એમ પણ કહ્યું હતું આ શોનું આયોજન કરવું સરળ નહોતું.

જાન્યુઆરીમાં અમે જ્યારે અહીં આવ્યા ત્યારે આયોજને લઇને ચોક્કસ નહોતા, જોકે તે અમારી ટીમને કારણે પણ નહોતું, તેમ નીલે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અમારી ટીમ 100 ટકા તેની પાછલ લાગેલી હતી. જોકે ત્યાર પછી લોકલ ગવર્મેન્ટ અને સ્ટેટ ઓફ મેરિલેન્ડને કારણે તથા કોવિડને કારણે એક રૂમમાં કેટલી વ્યક્તિઓ હાજર રહી શકે છે તેની મર્યાદા અમલમાં હતી. તે સમયે ઘણી અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી હતી. જોકે મને ખુશી છે કે અમે બધુ સફળતાપૂર્વક કરી શક્યા છીએ.

જે તમારી પાસે છે તેની પ્રસંશા કરો

કાર્યક્રમમાં પ્રથમ સામાન્ય સત્ર દરમિયાન નીલ દ્વારા પોતાના પરિવાર તથા હોસ્પિટાલિટીમાં પ્રવેશ અંગે પાર્શ્વભૂમિકા બાંધી જણાવ્યું હતું કે તેઓ ભારતના સુરતથી અહીં આવ્યા. પોતાના ભૂતકાળ અંગે જણાવીને પોતાને સોંપાયેલી જવાબદારી અંગે તેમણે સંસ્થાની પ્રસંશા કરી હતી.

લગભગ બે દાયકા અગાઉ મારા પરિવારે સર્વસ્વ ગુમાવ્યું અને એમ કહીએ તો ચાલે કે મિસિસિપીમાં અમે નવું જીવન શરૂ કર્યું. ત્યાં અમારી બહુમતી હોવાથી તેઓ અમેરિકાનું સપનું સેવતા હતા. મારા માતા-પિતા પોતાના સંતાનો માટે એક શ્રેષ્ઠ જીવનની આશા રાખતા હતા. ઉદ્યોગસાહસિક તરીકેની શરૂઆત દરમિયાન અમારી પાસે વધારે કાંઈ નહોતું અને અમને ઘણુ બધુ જાણવા અને શિખવા પણ મળ્યું છે.

આહોઆ સાથે સંપર્કમાં આવ્યા પછી નીલનું જીવન બદલાયું હતું. તેઓ 2012માં આહોઆના સભ્ય બન્યા અને ત્યાર પછી આહોઆ એમ્બેસેડર તરીકે સ્વૈચ્છિક કામગીરી શરૂ કરી હતી. 2016માં તેઓ આહોઆના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થયા અને ત્રણ વર્ષની અંદર જ વેસ્ટર્ન ડિવિઝનના યુવા પ્રોફેશનલ ડિરેક્ટર બન્યા હતા.

જો તમે એમ વિચારતા હો કે આહોઆ તેના સદસ્ય માટે શું કરી શકે છે તો તેનો હું એક જીવંત અને યોગ્ય ઉદાહરણ છું. મારા માતા-પિતાને સંસાધન તરીકે આહોઆ રાખવાની તક નહોતી, જોકે આભાર કે મેં પરિવારનો વેપાર સંભાળી લીધો અને ત્યારે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મને આગળ વધવામાં માર્ગદર્શન આપવા માટે આહોઆ તૈયાર હતું. મારા જન્મના બે વર્ષ પહેલા જ આહોઆની સ્થાપના થઇ હતી.

નીલ ટેક્સાસના ઓસ્ટીનમાં રહે છે અને બ્લ્યુ ચીપ હોટેલ્સમાં મેનેજિંગ પાર્ટનર છે, જે વિવિધ રાજ્યોમાં 1200થી વધારે રૂમ સાથે બ્રાન્ડેડ અને ઈન્ડિપેન્ડેન્ટ હોટેલ્સનું સંચાલન ધરાવે છે.

અધ્યક્ષપદ તરફ કૂચ શરૂ કરી

આહોઆકોન 2022 દરમિયાન સભ્યોએ કેલિફોર્નિયાના સાન્તા ક્રુઝના કમલેશ ‘કેપી’ પટેલને આહોઆના નવા સેક્રેટરી તરીકે ચૂંટી કાઢ્યા હતા.

વર્તમાન સેક્રેટરી મિરાજ પટેલ હવે ખજાનચી તરીકે જવાબદારી સંભાળે અને ભારત પટેલ નવા વાઇસ ચેરમેન બનશે.

કોન્ફરન્સના ત્રીજા દિવસે સેક્રેટરી પદના દાવેદારો વચ્ચેની ચર્ચા દરમિયાન કેપીએ કહ્યું હતું કે આ ઉદ્યોગ કે જેમાં અમે ઘણુ બધુ મુક્યું છે તેમાં નિષ્ફળતા એ કોઇ વિકલ્પ નથી. હું ફેર ફ્રેન્ચાઇઝિંગના આહોઆના 12 મુદ્દાની માર્ગદર્શિકા અંગે વિચારતો રહું છું. આપણી ઇન્ડસ્ટ્રીને તેની જરૂર છે અને હવે બિનજરૂરી આદેશની જરૂર નથી.

કેપી આરવ હોસ્પિટાલિટી અને એકેએસ હોસ્પિટાલિટીના સીઈઓ છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ નવા સભ્યોઃ

અલબામા રીજીયોનલ ડિરેક્ટરઃ સંજય પટેલ

સેન્ટ્રલ મિડવેસ્ટ રીજીયોનલ ડિરેક્ટરઃ આરતી પટેલ

નોર્થ કેરોલિના રીજીયોનલ ડિરેક્ટરઃ પિન્કેશ પટેલ

નોર્થઈસ્ટ રીજીયોનલ ડિરેક્ટરઃ પ્રેયસ પટેલ

નોર્થવેસ્ટ રીજીયોનલ ડિરેક્ટરઃ તરન પટેલ

અપર મિડવેસ્ટ રીજીયોનલ ડિરેક્ટરઃ કલ્પેશ જોશી

વોશિંગ્ટન ડીસી એરિયા રીજીયોનલ ડિરેક્ટરઃ દીપક પટેલ

ડિરેક્ટર એટ લાર્જ ઈસ્ટર્ન ડિવિઝનઃ પિનલ પટેલ

ડિરેક્ટર એટ લાર્જ વેસ્ટર્ન ડિવિઝનઃ હિતેષ પટેલ

યંગ પ્રોફેશનલ ડિરેક્ટર – વેસ્ટર્ન ડિવિઝનઃ તન્મય પટેલ

નીલે કહ્યું હતું કે અમારા આહોઆના નવા સેક્રેટરી તથા અમારા ચૂંટાયેલા દરેક બોર્ડ મેમ્બર્સનું સ્વાગત કરતાં હું રોમાંચ અનુભવું છું. છેલ્લાં 30 વર્ષ દરમિયાન અમારા સેવાભાવી લીડર્સે આ સંસ્થાને આગળ વધારવા તથા તેના પાયા મજબૂત બનાવવા માટે ખૂબ પસીનો વહાવ્યો છે. આહોઆને તેમણે અમેરિકામાં એક અગ્રણી હોટેલ એસોસિએશન બનાવ્યું છે.

પુસ્કારથી વિજેતાઓનું સન્માન

કોન્ફરન્સ દરમિયાન કેટલાક એવોર્ડ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 2022ના એવોર્ડ વિજેતાઓમાઃ

– આહોઆ એવોર્ડ ઓફ એક્સલન્સઃ વિમલ પટેલ, પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્યુહોટેલ્સ મેનેજમેન્ટ, લાપ્લેસ, લુઇઝિયાના અને ગલ્ફ રિજીયનના આહોઆ એમ્બેસેડર.

– સેસિલ બી. ડે કોમ્યુનિટી સર્વિસ એવોર્ડઃ મનહર ‘એમપી’ રામા, સીમા હોસ્પિટાલિટીના સીઈઓ અને આહોઆના 2005થી 2006ના પૂર્વ ચેરમેન.

– આઉટરીચ એવોર્ડ ફોર ફિલાથ્રોફીઃ બાબુ પટેલ, ટ્રસ્ટમાર્ક પાર્ક હોસ્પિટાલિટી

– આઉટસ્ટેન્ડિંગ વિમેન હોટેલિયર ઓફ ધી યર એવોર્ડઃ પિન્કી ભાઈદાસવાલા, એસએસએન હોટેલ મેનેજમેન્ટ

– આઉટસ્ટેન્ડિંગ યંગ પ્રોફેશનલ હોટેલિયર્સ ઓફ ધી યર એવોર્ડઃ અરમાન પટેલ, એજીએ હોટેલ્સ અને તરન પટેલ, મેનેજિંગ પ્રિન્સિપાલ એવન હોસ્પિટાલિટી ગ્રુપ અને નોર્થવેસ્ટ રીજીયનના આહોઆ એમ્બેસેડર.

આ વર્ષના આહોઆ એવોર્ડ વિજેતાઓ પોતાની કોમ્યુનિટીમાં બદલાવ લાવનારા છે અને તેઓ હોટેલ ગેસ્ટ એક્સપિયરન્સને વધુ ઉંચાઇએ લઇ જનારા છે, તેમ વિનય પટેલે કહ્યું હતું. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી સતત બદલાઇ રહી છે અને ખાસ કરીને મહામારી દરમિયાન તેમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે.