નાવિકા ગ્રુપ ઓફ કંપનીઝ અને બ્લ્યુ સ્કાય હોસ્પિટાલિટી સોલ્યુશન્સ દ્વારા ધી એન્ડાઝ વોલ સ્ટ્રીટ હોટેલ હસ્તગત કરવામાં આવી છે. જે હવે હયાત સેન્ટ્રીક વોલ સ્ટ્રીટ ન્યુયોર્ક તરીકે જાણીતી છે. 253 રૂમવાળી આ હોટેલના ગેસ્ટરૂમ અને લોબી તાજેતરમાં જ રિડિઝાઇન કરવામાં આવી છે. જોકે નાવિકા ગ્રુપ દ્વારા આવનારા કેટલાક વર્ષ દરમિયાન તેના સુધારાવધારા માટે પાંચ મિલિયન ડોલર જેટલો ખર્ચ કરવાનું આયોજન ધરાવે છે.
રિયલ એસ્ટેટ કંપની નાવિકા ગ્રુપ અને બ્લ્યુ સ્કાય મેનેજમેન્ટ કંપની, એ બંનેનું સંચાલન પ્રેસિડેન્ટ અને સીઈઓ નવિન શાહના વડપણ હેઠળ કરવામાં આવે છે. હરિદાસ કોટાહવાલા એ નાવિકા ગ્રુપના ચેરમેન છે. હયાત સેન્ટ્રીક વોલ સ્ટ્રીટ ફરીથી અંદાજે જાન્યુઆરી, 26ના રોજથી કાર્યરત થાય તેવી સંભાવના બ્લ્યુ સ્કાય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
બીએસએચએસ ખાતેના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વિથ ઓવરસાઇટ ઓફ ધી મેનેજમેન્ટ એર્ની સેટાનાઝારો કહે છે કે ન્યુયોર્કમાં અમારી પ્રથમ હોટેલ એ હયાત સેન્ટ્રીક વોલ સ્ટ્રીટ ન્યુયોર્ક હતી. અમેરિકામાં અમારા પોર્ટફોલિયોમાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. ન્યુયોર્ક સિટીમાં સૌથી વિશાળ ઓરડા અમારી હોટેલ ધરાવે છે, જેનું ક્ષેત્રફળ અંદાજે 245થી 1500 સ્કેવર ફિટ જેટલું થવા જાય છે.
રીડિઝાઇનના ભાગરૂપે સ્થાનિક કળાકારો પાસેથી તેમની કળાકૃતિઓ એકત્ર કરવામાં આવી રહી છે જેથી ન્યુયોર્કમાં હોટેલનું સ્તર ઉચ્ચ સ્થાને બનેલું રહે. ગેસ્ટરૂમમાં વોક-ઇન રેઇન શાવર, હાર્ડવૂડ ફ્લોર અને 12 ફૂટ સિલિંગ સાથેની વિશાળ બારી સહિતની સુવિધાનોનો સમાવેશ થાય છે.
હોટેલમાં આવેલી ઓપન-એર વોલ એન્ડ વોટર રેસ્ટોરન્ટ પણ જાન્યુઆરી 26થી ફરીથી ખુલ્લી મુકવામાં આવશે. જેનું સંચાલન ન્યુયોર્કના જાણીતા શેફ અને ફૂડ તથા બેવેરીજ ડિરેક્ટર એલન ઓશકિનાઝની દેખરેખમાં થશે. અન્ય ડાઇનિંગ વિકલ્પ પણ ટૂંક સમયમાં જાહેર કરાશે. સંપત્તિમાં દસ હજાર સ્કેવર ફિટથી વિશાળની ઇવેન્ટ સ્પેસ ધરાવે છે. ડેવિડ કોહેન હોટેલના જનરલ મેનેજર છે.
જાન્યુઆરી 2020માં બ્લ્યુ સ્કાય દ્વારા ડેલ્ટા હોટેલ બાય મેરિયટ ઇન્ડિયાનાપોલીસ એરપોર્ટની શરૂઆત ઇન્ડિયાનાપોલીસ ખાતે કરવામાં આવી હતી. તે જ વર્ષે ફેબ્રુઆરીમાં અમાન્ડા લિન્ચ ન્યુયોર્ક ખાતેની કંપની યુનિયનડેલ ખાતે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ રેવન્યુ મેનેજમેન્ટ તરીકે સામેલ થયા. અને માઇકલ ન્યુમેન કોર્પોરેટ ડિરેક્ટર ઓફ સેલ્સ એન્ડ માર્કેટિંગ બન્યા હતા.