Motel 6એ કારોબારના 60 વર્ષની ઉજવણી કરી

પેરેન્ટ કંપની જી6 હોસ્પિટાલિટીનું ભવિષ્યમાં પણ ઇકોનોમિક બિઝનેસ મોડેલ જારી રાખવા આયોજન

0
848
જી6 હોસ્પિટાલિટીની મોટેલ 6 સ્ટુડિયો 6ની સાથે ટોચની બ્રાન્ડ છે. તેના પ્રારંભ 60 વર્ષ પહેલા કેલિફોર્નિયામાં સાન્તા બાર્બરા ખાતે થયો હતો. એફોર્ડેબલ, ક્લીન અને કમ્ફોર્ટેબલ લોજિંગના ધ્યેય સાથે પ્રતિ નાઇટ છ ડોલરના મૂલ્ય સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જી6 હોસ્પિટાલિટીના સીઇઓ રોબ પેલેસીએ મોટેલ 6ની 60માવર્ષની ઉજવણી નિમિત્તના વિડીયોમાં જણાવ્યું હતું કે લોકોની પ્રવાસની ઇચ્છા પૂરી કરવાના ઇરાદાથી આ બ્રાન્ડ બિલ્ટઅપ કરવામાં આવી છે.

મોટેલ 6ને મહેમાનોની સરભરા કરતા-કરતા છ દાયકા વીતી ગયા છે. તેની ઉજવણી નિમિત્તે ઇકોનોમી બ્રાન્ડે તેના ટીમ મેમ્બર્સ, માલિકો અને મહેમાનોનો આભાર માન્યો હતો. કંપની આગામી 60 વર્ષ સુધી આ જ બિઝનેસ મોડેલને વળગી રહેવાનું આયોજન ધરાવે છે.

મોટેલ 6 ની શરૂઆત 1962માં  કેલિફોર્નિયામાં, સાન્ટા બાર્બરા ખાતે એફોર્ડેબલ, સ્વચ્છ અને આરામદાયક રહેવાની ફિલસૂફીને ધ્યાનમાં રાખીને માત્ર $6 પ્રતિ રાત્રિમાં થઈ હતી. બસ ત્યારથી, G6 હોસ્પિટાલિટીની માલિકીની બ્રાન્ડ વ્યૂહાત્મક વિકાસ યોજનાને અનુસરી છે. તેના લીધે સમગ્ર યુ.એસ. અને કેનેડામાં 1,400 મોટેલ 6 અને સ્ટુડિયો 6 નો પથારે પથરાયેલો છે, એમ G6ના સીઈઓ રોબ પેલેસીએ એક વિડિયોમાં જૂન 25 વર્ષગાંઠે જણાવ્યું હતું.

“આટલા વર્ષો પછી, આજે પણ અમારી માન્યતા અફર છે કે દરેકને મુસાફરી કરવાનો અધિકાર છે,” પેલેસીએ જણાવ્યું હતું. “જેમ આપણે આગામી 60 વર્ષ તરફ નજર કરીએ છીએ, હું ટીમના દરેક સભ્ય અને માલિકનો અમારા બ્રાન્ડ પ્રત્યેના સમર્પણ બદલ આભાર માનું છું.”

G6 અપેક્ષા રાખે છે કે બ્રાંડનો કારોબાર વધતો રહે. એપ્રિલ 2021માં, કંપનીએ અમેરિકામાં પુખ્ત વયના 2000  લોકો પર એક સરવે કર્યો હતો. આ સરવેનું તારણ હતું કે સરેરાશ અમેરિકન તેમની આગામી સફર માટે પ્રેરણા શોધવા માટે સોશિયલ મીડિયા પર 176 કલાક વિતાવે છે. COVID-19 ના છેલ્લા 12 મહિનામાં પ્રવાસની કુલ ઇચ્છા ધરાવનારાઓમાં 60 ટકા લોકો અગાઉના નિયમિત વર્ષો કરતાં  મુસાફરી કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

“અમે મુસાફરી પર પાછા ફરવા માટે ખૂબ જ ઉત્સાહ જોવાનું શરૂ કરી રહ્યા છીએ, અને સર્વેક્ષણના પરિણામો દર્શાવે છે કે, પ્રવાસીઓ કેટલાક સમયથી તે દિવસ માટે સપના જોતા હતા અને આયોજન કરી રહ્યા હતા, તેમાં કોઈ શંકા નથી. કોવિડ-19ના લીધે તેઓ પ્રવાસ કરી શક્યા ન હતા તે સમજી શકાય છે, એમ પેલેસીએ જણાવ્યું હતું.  હવે પ્રવાસીઓ ફરીથી રસ્તા પર આવવા માટે તૈયાર છે, ત્યારે અમે તેમને સુરક્ષિત તે સલામત રીતે પ્રવાસ કરવામાં મદદ કરવા માટે તૈયાર છીએ.”

જાન્યુઆરીમાં ન્યુક્રેસ્ટિમેજ એરિઝોનામાં G6 પાસેથી  છ બ્રાન્ડેડ મોટેલ 6 અને ત્રણ બ્રાન્ડેડ સ્ટુડિયો 6 એમ કુલ નવ હોટેલ્સ ખરીદવા સંમત થયા હતા. કંપનીના ચેરમેન અને CEO મેહુલ પટેલે આ બ્રાન્ડની 60મી એનિવર્જસરી વખતે આ જણાવ્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે, “આતિથ્યમાં સફળતા હંમેશા અમે સેવા આપીએ છીએ તેના સંતોષ દ્વારા માપવામાં આવે છે – અને મોટેલ 6 એ અમેરિકન પ્રવાસીઓને કાળજી, આરામ અને સર્જનાત્મકતા આપીને સેવા પૂરી છે.” “મોટેલ 6 બિઝનેસ મોડલ બદલાઈ ગયું છે અને વધુ સારા, વધુ સ્માર્ટ, વધુ ભરોસાપાત્ર સર્વિસના હેતુસર ઇકોનોમી લોજિંગની વ્યાખ્યા પણ બદલાતી રહી છે.”