મેરીલેન્ડના હોટલની ઘટના એ મહામારીના તણાવનું ઉદાહરણ છે

આહોઆ અનુસાર આ ઘટના, ઓગસ્ટમાં બનેલી સમાન ઘટના, હોટલવાળાઓ સામે દેશવ્યાપી હિંસાની લહેર સાથે સંબંધ ધરાવે છે.

0
1090
એલ્કટન, મેરીલેન્ડની પોલીસના જણાવ્યા અનુસાર ઉષા અને દિલિપ પટેલ ઉપર તેમની હોટલ ન્યુ ઇસ્ટર્ન ઈન ખાતે ગયા અઠવાડિયે ગેસ્ટ સાથે થયેલી તકરારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેઓ ભારતના ભરથાણાના છે જ્યાં તેમને સહુ કોઇ “આનંદકારક અને સંભાળ રાખનાર” તરીકે માને છે. તસવીર સૌજન્ય ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

અમેરિકામાં ઉષા અને દિલિપ પટેલ કે જેઓ એલ્કટન, મેરીલેન્ડ ખાતે આવેલી તેમની હોટેલમાં ગયા અઠવાડિયે ગોળીબારનો ભોગ બન્યા, તેમાં ઉષાબેનનું મૃત્યુ થયું અને તેમના પતિ દિલિપભાઈ ગંભીરરીતે ઇજાગ્રસ્ત બન્યા છે. તેમની સાથે બનેલી આ તાજેતરની ઘટના સમગ્ર દેશમાં હોટલ માલિકો અને એશિયન અમેરિકન્સ સામેની હિંસાની લહેરના વલણનું ઉદાહરણ છે. તેમના ભારત ખાતેના વતન ભરથાણા ખાતે તેમની ગણના “આનંદકારક અને સંભાળ રાખનાર” તરીકે થતી હતી.

ઉષા અને દિલિપ, બંનેની વય 59 વર્ષ, પર શુક્રવારે ગોળીબાર તેમની જ હોટલ ન્યુ ઈસ્ટર્ન ઈન ખાતે લોબીમાં કરવામાં આવ્યો, ગેસ્ટ સાથેના વિવાદમાં તેમની ઉપર બંદૂકથી ગોળી છોડવામાં આવી, ચૂકવણી બાબતે આ તરકાર થઈ હોવાનું મનાય છે. ગેસ્ટ હકીમ ઇવાન્સ, વય 26, કે જે નેવાર્ક, ડેલવરેનો નિવાસ છે, તે આ હોટલમાં કેટલાક દિવસથી રોકાયો હતો તેમ એલ્કટન પોલીસ વિભાગના લેફ્ટ. લોરેન્સ વાલડ્રિજે જણાવ્યું હતું.

સમગ્ર ઘટના સર્વેલન્સ વીડિયોમાં કેદ થઈ હતી.

એક તબક્કે, પોલીસ કહે છે કે ઇવાન્સ અને પટેલ વચ્ચે અંતર રાખનાર પ્લેક્સીગ્લાસની વચ્ચેથી આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો. ઉષાબેનને છાતીમાં ગોળી વાગી અને દિલિપભાઈને જાંઘના ભાગે ગોળી વાગી હતી ત્યાર બાદ બંદૂક એકાએક જામ થઇ ગઇ હતી.

“ઘટના પછી ઇવાન્સ તેના રૂમમાં પાછો દોડતો જતો જોવા મળ્યો હતો, વાહનમાં જગ્યા છોડી ફરાર થયો, વાહન અન્ય કોઇનું હતું જેની ઓળખ હજુ થઇ શકી નથી, તેમ ઈપીડીની પ્રેસ રીલિઝમાં જણાવવામાં આવ્યું છે. એલ્કટન પોલીસ દ્વારા ઇવાન્સને કોઇપણ ઝપાઝપી વગર રોયલ ફાર્મ કન્વીનિયન્સ સ્ટોર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.”

ઇવાન્સ સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી એસોલ્ટ, હત્યાનો પ્રયાસ અને ગુનાના ઈરાદા સાથે બંદૂકનો ઉપયોગ કરવો સહિતના આરોપ ઘડવામાં આવ્યા હોવાનું સ્થાનિક પોલીસ જણાવે છે. તેને સેસિલ કાઉન્ટી ડિટેક્શન સેન્ટર ખાતે બોન્ડ વિના રાખવામાં આવ્યો છે.

દિલિપ પટેલને ક્રિસ્ટીયાના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સુધારા પર હોવાનું ઈપીડી જણાવે છે.

મેરિલેન્ડ જેવી જ હોટલમાલિક પર હુમલાની ઘટના અગાઉ ઓગસ્ટ મહિનામાં ક્લેવલેન્ડ મિસિસિપી ખાતે પણ બની હતી. જેમાં હોટલમાલિક યોગેશ પટેલને ગેસ્ટ દ્વારા એટલો માર મારવામાં આવ્યો હતો કે તેમનું મૃત્યુ થયું હતું. ગેસ્ટ તેમની હોટેલમાંથી નીકળી ગયો પછી ફરીથી આવ્યો અને માર માર્યો હતો. બન્ને ઘટના ભયજનક તથા ચેતવણી આપનાર છે તેમ આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલે એક નિવેદનમાં તાજેતરની ગોળીબારની ઘટના અંગે જણાવ્યું હતું.

“નાના વેપારીઓ કે ધંધાર્થીઓ કે જેઓ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે કે કામ કરી રહ્યાં છે તેમની સાથે થયેલી આવી હિંસક ઘટનાઓથી સમગ્ર અમેરિકાના હોટલ માલિકોને આઘાત લાગ્યો છે, તેમ સેસિલે જણાવ્યું હતું. હોટલવાળાઓ પર થઇ રહેલા હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે અને તાજેતરની ઘટના એશિયન અમેરિકનો સામેની હિંસાનો આપણા સમાજમાં દુઃખદ કિસ્સો છે, હવે તે અટકવું જોઇએ.”

સ્ટાટન અનુસાર હિંસાની આવી ઘટનાનો સીધો સંબંધ કોવિડ-19 મહામારી સાથે છે.

ગત વર્ષ પણ હોટલમાલિકો માટે ખરાબ રહ્યું છે, ગ્રાહકો ખૂબ ઓછા આવ્યા છે, હોટલમાલિકો ગેસ્ટને આવકારવા તત્પર રહ્યાં છે. આ ગુનાની ઘટનાથી ચિંતાગ્રસ્ત બનેલા હોટલમાલિકોના ચહેરા પર ચિંતા દેખાઈ આવે છે. દરેક હોટેલમાલિક જાણે છે કે તેમની સાથે આવી કોઇપણ ઘટના ગમે ત્યારે બની શકે તેમ છે. અન્ય લોકોની સેવા એ હોસ્પિટાલીટીનો ઉત્સાહ દર્શાવે છે, ત્યારે આવી ઘટનાઓથી આઘાત લાગે છે.

ઉષાબેન અને દિલિપભાઈના લગ્ન 40 વર્ષ અગાઉ થયા હતા અને તેઓ 20 વર્ષ પહેલા અમેરિકા આવી સ્થાયી થયા હતા, તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબાર જણાવે છે. પોતાની હોટલ ખરીદવા માટે આ દંપતિએ અનેક નોકરીઓ કરીને નાણાંની બચત કરી હતી. તેમના સંતાનોમાં કેયુર અને કેવિનનો સમાવેશ થાય છે, તેઓ ભરથાણાના નિવાસ હતા જ્યાં સરજુ પટેલ તેમના સંબંધ છે તેમ ટાઈમ્સનો અહેવાલ જણાવે છે.

તેમના દિકરાઓ પણ પત્નીઓ સાથે મોટેલમાં કામ કરે છે, તેમ સરજુ પટેલે જણાવ્યું હતું.