મેરીલેન્ડમાં હોટલમાલિકની ગોળી મારી હત્યા, ગેસ્ટ સામે આરોપ

ઓગસ્ટમાં મિસિસિપ્પીમાં થયેલી હોટલ માલિકની હત્યા જેવી જ આ ઘટના છે

0
1229
મેરીલેન્ડના એલ્કટન ખાતેનાં હોટલમાલિક ઉષાબેન પટેલની હત્યા બદલ ડેલવરેના નેવાર્કના 26 વર્ષીય હકીમ ઇવાન્સ હત્યાના આરોપનો સામનો કરી રહ્યો છે. બનાવમાં ઉષાબેનના પતિ દિલિપભાઈ પટેલને ઇજા પહોંચી છે. પટેલની માલિકીની હોટલમાં રૂમ બાબતે ઇવાન્સ સાથે તકરાર થઇ હોવાનું મનાય છે. તસવીર એલ્કટન પોલીસ વિભાગના સૌજન્યથી.

મેરીલેન્ડના એલ્કટન ખાતે વધુ એક હોટલમાલિકની હત્યા તેમની જ હોટલમાં ગ્રાહક સાથેના સંઘર્ષ દરમિયાન થઇ છે. 59 વર્ષની વયનાં ઉષાબેન પટેલનું મોત ગોળી વાગવાથી થયું તો તેમના પતિ દિલિપભાઈ (વય 59) આ સંઘર્ષમાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે તેમ સ્થાનિક અહેવાલો જણાવે છે.

મિસિસિપીમાં હોટલ માલિકની ઢોરમાર મારવાને કારણે થયેલી હત્યાના છ મહિના પછી આવો બનાવ સામે આવ્યો છે, સલામતી અને સુરક્ષા મામલે સમગ્ર દેશના હોટલવાળાઓ માટે આ બનાવ ચેતવણી રૂપ છે.

પોલીસે આ બનાવ બાબતે નેવાર્ક, ડેલવરેના 26 વર્ષીય હકીમ ઇવાન્સ સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો પ્રયાસ, હુમલો, ઘાતક હથિયારનો ઉપયોગ સહિતના આરોપ સબબ ગુનો નોંધ્યો હોવાનું સેસિલ વ્હીગ અખબારે તેના અહેવાલમાં જણાવ્યું છે. એલ્કટન એ સેસિલ કાઉન્ટીમં આવેલ છે.

શુક્રવારે આ બનાવ પટેલની માલિકીની હોટલ ન્યુ ઇસ્ટર્ન ઈન ખાતે લોબીમાં રાત્રે નવ કલાક પહેલા બન્યો હતો. ઉષાબેનને છાળીમાં ગોળી વાગી હતી અને દિલિપભાઈને હિપમાં ગોળીનો ઘા થયો હતો. સમગ્ર બનાવ સર્વેલન્સ વીડિયોમાં કેદ થયો હતો. પ્લેક્સીગ્લાસ પાર્ટીશન તરફથી પટેલ સાથે તકરાર કરી રહેલા વ્યક્તિ તરીકે એલ્કટન પોલીસ વિભાગે ઇવાન્સની ઓળખ કરી હતી, જે હોટલમાં રોકાયો હતો.

“વીડિયોમાં જોવા મળે છે કે પાર્ટીશન ભાગેથી ઇવાન સંચાલક સાથે વાત કરી રહ્યો છે અને તે કોઇક બાબતે તેમની સાથે તકરાર પર ઉતરી આવે છે, અચાનક તે હેન્ડગન કાઢીને ભોગ બનાનાર તરફ તાકે છે અને ઉપરાઉપરી ગોળી છોડે છે,” તેમ સિટિંગ કોર્ટના ડોક્યુમેન્ટના આધારે સેસિલ વ્હીગ જણાવે છે.

ઈપીડીના લેફ્ટ. લોરેન્સ વેલડ્રીગે વ્હીગને જણાવ્યું હતું કે ઈવાન્સના રૂમ અંગેની બાબતે તકરાર અને વિવાદ સર્જાયો હતો પરંતુ ચોક્કસ કઇ બાબતે સંઘર્ષ થયો હતો તે બાબતે હજુ તપાસ ચાલી રહી છે. બંદૂક જામ થઈ જતાં ઇવાન્સ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો અને પોતાની જાતને શરણે કરવાનો ઇનકાર કર્યા બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. હાલ તે સેસિલ કાઉન્ટી ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે અને જામીન અંગે સુનાવણી હાથ ધરાશે.

ઓગસ્ટમાં, મિસિસિપીના હોટલમાલિક યોગેશ પટેલની પણ હત્યા થઈ હતી. ગેસ્ટ દ્વારા માર મારવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આવા બનાવને કારણે હોટલમાલિકો તથા હોટલ ઉદ્યોગમાં ચિંતાની લાગણી પ્રસરી છે અને સમગ્રમાં સલામતી અને સુરક્ષાની બાબતે હોટલ ઉદ્યોગમાં સમીક્ષા કરવા માંગ થઇ રહી છે તથા સલામતી સુરક્ષાના પગલાં વધારે સઘન કરવા વિચારણા ચાલી રહી હોવાનું પણ જાણવા મળે છે.

રિફોર્મ લોજિંગને એલ્કટોન હુમલાની જાણકારી હતી અને તે રવિવારે બનેલી ઘટના અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે તેમ ફિલાડેલ્ફીયાના યાત્રા કેપિટલ ગ્રુપ ખાતેના પ્રેસિડેન્ટ અને ગ્રુપના સહ-સ્થાપક તથા મેનેજીંગ પ્રિન્સિપાલ સાગર શાહે જણાવ્યું હતું.

“હાલના સમય સુધી તો બનાવ સમયે કથિત આરોપી અને હોટલમાલિક વચ્ચે હત્યા કરવા અંગે ખરેખર કઇ બાબતે સંઘર્ષ થયો તેની ચોક્કસ જાણકારી નથી. પટેલ પરિવારને આ દુઃખની ઘડીમાં અમે સાંત્વના પાઠવીએ છીએ અને તેમના દુઃખમાં ભાગીદાર છીએ તથા આશા કરીએ કે દિલિપભાઈ પટેલ ઝડપથી સાજા થઇ જાય તેમ સાગર શાહે જણાવ્યું હતું. કેટલાક નીતિવિષયક બાબતોન કારણે હોટલમાલિકો કેવી ભયજનક પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છે તે જાણવું જોઇએ. તેમને દરરોજ બહારથી આવનારા અને હોટેલમાં રોકાયેલા ગેસ્ટ સાથે કેવી પરિસ્થિતિમાં સામનો કરવો પડે છે. હોટેલ અને મોટેલ માલિકો માટે પરિસ્થિતિ ભયજનકસમાન બની રહી હોવાનું જણાય છે.

શાહે જણાવ્યું હતું કે રિફોર્મ લોજિંગ કેસની વિગતોને નક્કર કર્યા પછી નિવેદન જાહેર કરવામાં આવશે.

અમને ખુશી છે કે બનાવ પછી તરત જ સ્થાનિક પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ કથિત આરોપીને ઝડપી લેવામાં આવ્યો અને અમને ત્યાંના ન્યાયતંત્ર પર ભરોસો છે કે તેઓ ન્યાય અપાવશે, તેમ શાહે જણાવ્યું હતું.