મેરીયટ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને સીઈઓ આર્ને સોરેન્સનનું પાનક્રીયાટીક કેન્સરની દોઢ વર્ષથી વધારે લાંબા સમયની સારવાર બાદ સોમવારે અવસાન થયું છે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેમણે હાંસલ કરેલી વ્યવસાયિક અને અંગત સિદ્ધિઓ બદલ ક્ષેત્રના અનેક અગ્રણીઓ હજુ પણ તેમને યાદ કરી રહ્યાં છે.
પોતાના અવસાનના એક અઠવાડિયા પહેલા જ તેમણે કેન્સરની અસરકારક સારવાર માટે પોતાના તમામ કામકાજમાં તબક્કાવાર ઘટાડો કર્યો હતો તેમ મેરીયચ દ્વારા જણાવાયું હતું. સાલ 2019માં તેમને આ રોગનું નિદાન થયું ત્યાર બાદ પણ તેમણે પોતાની જવાબદારી સંભાળી હતી.
મેરીયટ જૂથના કન્ઝ્યુમર ઓપરેશન અને ટેકનોલોજી એન્ડ ઇમર્જીંગ બીઝનેસીસના પ્રેસિડેન્ટ સ્ટીફની લિનાર્ટઝ અને ગ્રુપ પ્રેસિડેન્ટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ, ડિઝાઇન એન્ડ ઓપરેશન્સ સર્વિસ ટોની કેપુઆનોને કંપનીની દરિયાપારના બીઝનેસ યુનિટ અને કોર્પોરેટ ફંકશનની જવાબદારી સોંપવામાં આવી છે અને જ્યાં સુધી મેરીયટ બોર્ડ દ્વારા નવા સીઈઓની નિમણૂક કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આવનારા બે અઠવાડિયા સુધી પોતાને સોંપવામાં આવેલી આ જવાબદારી સંભાળશે.
“આર્ને એ એક ખરેખર અપવાદરૂપ એક્ઝિક્યુટિવ હતા- પણ તેનાથી પણ વધુ- તેઓ એક અપવાદરૂપ વ્યક્તિ હતા” તેમ જે. ડબલ્યુ. મેરીયટ, જૂનિયર એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ ચેરમેને કહ્યું હતું. “બોર્ડ વતી અને મેરીયટના સમગ્ર વિશ્વમાં પથરાયેલા સેંકડો સહકર્મીઓ તરફથી અને આર્નેના પત્ની અને બાળકોને સાંત્વના પાઠવીએ છીએ.” તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
2012માં સોરેન્સન મેરીયટના ઇતિહાસમાં ત્રીજા સીઈઓ બન્યા અને મેરિયટ પરિવારની નહીં એવી વ્યક્તિ તરીકે આ હોદ્દો સંભાળનારા તેઓ પ્રથમ હતા. તેઓ સ્ટારવૂડ હોટલ્સ એન્ડ રીસોર્ટ તથા 2019ના ડાટા બ્રીચની ઘટનાઓ પછી 13 અબજ ડોલરના એક્વિઝિશનની દેખરેખ રાખતા હતા. તેઓ કંપનીને ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્કલ્સુઝન, પર્યાવરણીય તથા માનવ તસ્કરી બાબતે જાગરૂકતા લાવવા સહિતની કામગીરી સંદર્ભે નિર્ણયો લેવામાં પણ કંપનીને મદદરૂપ બનતા હતા.
ઘણાં વ્યક્તિગત હોટેલમાલિકો તથા વેપારી સંગઠનોને આઘાત લાગ્યો છે.
કેલિફોર્નિયા ખાતેના હોટેલિયર સુનિલ “સન્ની” તોલાનીએ કહ્યું હતું કે સોરેન્સનને કારણે તેમને ઓર્ગન ડોનર બનવા માટેની પ્રેરણા મળી હતી અને તેઓ એમને ગાઇડિંગ લાઇટ તરીકે ઓળખતા હતા.
તેમની મિત્રતાએ અમૂલ્ય ભેટ સમાન હતી. મારા જીવનમાં તેમના કારણે ઘણા એવા પ્રસંગ બન્યા છે કે જેઓ મારા માટે યાદગાર બની રહ્યાં છે, તેઓ હંમેશાં અમારી સ્મૃત્તિઓમાં રહેશે, તેમ તોલાનીએ જણાવ્યું હતું.
સોરેન્સન એક સ્વપ્નદ્રષ્ટા હતા, તેમ આહોઆ પ્રમુખ અને સીઈઓ સેસીલ સ્ટાટને સોરેન્સનના અવસાન અંગે પાઠલેવા નિવેદનમાં શોકસંદેશામાં જણાવ્યું હતું, તેમણે જણાવ્યું કે હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીએ એક અમૂલ્ય લીડરને ગુમાવ્યા છે.
આહોઆ સાથે સંકળાયેલા બાદ જે પ્રથમ સીઈઓને હું મળ્યો એ તેઓ હતા, તેઓ એક એવા અગ્રણી હતા કે જેમને ગમે ત્યારે સરળતાથી મળી શકાય તેમ હતું- તેઓ હંમેશાં સાંભળવા, શીખવા અને પોતાના વિચાર વહેંચવા માટે તૈયાર રહેતા હતા, તેમ સ્ટાટને જણાવ્યું હતું. મેરીયટ પર તેમની ખૂબ ઘેરી અસર પડી હતી અને બહોળી પ્રમાણમાં ફેલાયેલા હોસ્પિટાલીટી ઉદ્યોગને પણ તેઓ સમાનતા અને તકને ઝડપી પાડવામાં નિપુણ હતા.
યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડોવે જણાવ્યું કે તેમના અવસાનથી સર્જાયેલી ખોટને વ્યક્ત કરવા માટે શબ્દો નથી તેમની પાસે.
આ ખૂબ મોટું નિકસાન છે, ખાસ કરીને આર્ને અને રુથના પરિવારને મોટી ખોટ પડી છે, ઉપરાંત મેરીયટ ઇન્ટરનેશનલના તથા સમગ્ર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પથરાયેલા અનેક એસોસિએટ્સને તેમના અવસાનથી આઘાત લાગ્યો છે અને ખોટ પડી છે. અમને હંમેશાં તેમની સલાહ અને માર્ગદર્શનનો લાભ મળતો અને તેને કારણે ટ્રાવેલ એક્સપિયરન્સમાં વ્યાપક સુધારો કરી શકયા છીએ. આર્ને હંમેશાં એવું વિઝન રજૂ કરતાં કે જે લોજિંગ સેક્ટરને ખૂબ આગળ લઇ શકવા સમર્થ હતા, તેમ ડોવે જણાવ્યું હતું.