મેગ્નસન હોટેલ્સના સ્થાપકનું યુ.કે. સંસદ સમક્ષ નિવેદન

યુ.કે. અને યુ.એસ.માં સ્વતંત્ર હોટેલ્સને સમર્થનની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો

0
785
મેગ્નસન હોટેલ્સના સ્થાપક અને સીઇઓ થોમસ મેગ્નસને ગયા સપ્તાહે યુનાઇટેડ કિંગ્ડમની હોટેલ કોવિડ-19ના રોગચાળામાંથી બેઠા થવા માટે શું કરવું જોઈએ તે અંગે બ્રિટિશ સંસદ હાઉસ ઓફ લોર્ડ્સ સમક્ષ રજૂઆત કરી હતી. ચિત્રમાં ડાબેથી, મેગ્નસનની પત્ની મેલિસા મેગ્નસન, મેગ્નસમ હોટેલના વડા થોમસ મેગ્નસન અને કંપનીના સીઓઓ ડેરેમી ડેરડાર્ડ.

મેગ્નસન હોટેલ્સના સહસ્થાપક અને સીઇઓ થોમસ મેગ્નસન ગયા સપ્તાહે બ્રિટિશ સંસદમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં હતા અને ત્યાં તેમણે યુનાઇટેડ કિંગ્ડમની હોટેલ્સે કોવિડ-19ના રોગચાળામાંથી બેઠા થવા માટે શું કરવું જોઈએ તેના અંગે નિવેદન કર્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે યુ.એસ. હોટેલ્સને જે લાગુ પડે છે તે મોટાભાગે યુ.કે.ની હોટેલ્સને પણ લાગુ પડે છે.

યુ.કે.માં સફળતાની ચાવી તે સ્વતંત્ર હોટેલ્સને જાળવી રાખવાની છે. મેગ્નસને જણાવ્યું હતું કે બધી હોટેલ્સને કંઈ બચાવવાની જરૂર હોતી નથી. યુ.કે.માં મોટાભાગની હોટેલ્સ નાની, કૌટુંબિક માલિકીની અને હાલમાં જોખમી સ્થિતિમાં છે.

બેરોનેસ રોસ એલ્ટમેનના યજમાન પદે યોજાયેલા ટ્રાવેલ ટેકનોલોજીની પહેલમાં મેગ્નસને જણાવ્યું હું કે યુ.કે.મા સ્વતંત્ર પ્રાઇવેટ બિઝનેસીસની માલિકીની હોટેલમાં નોંધપાત્ર તથા ઝડપી ઘટાડો થઈ રહ્યો છે.

મેગ્નસને જણાવ્યું હતું કે 2010માં સ્વતંત્ર હોટેલિયર યુ.કે. હોટેલ ઉદ્યોગમાં 78 ટકા હિસ્સો ધરાવતા હતા.તેમણે જણાવ્યું હતું કે પબ્લિકલી ટ્રેડેડ બ્રાન્ડેડ હોટેલ્સની સાથે ગ્લોબલિઝમના પાવરે 2022માં સ્થાનિકોની માલિકીની હોટેલ્સનો હિસ્સો ઘટાડી 50 ટકા કરી દીધો છે. મેગ્નસને જણાવ્યું હતું કે આજના દરે આ વૃદ્ધિ જળવાઈ રહી તે યુ.કે.માં સ્વતંત્ર હોટેલિયરનો હિસ્સો 2026ના અંત સુધીમાં ઘટીને 22 ટકા થઈ જશે.

મેગ્નનના પ્રેઝન્ટેશનમાં તેમણે જણાવ્યું હતું કે યુ.કે. હોસ્પિટાલિટી ઉદ્યોગ દેશમાં બીજા નંબરનો સૌથી મોટો રોજગાર સર્જગ ઉદ્યોગ છે અને તે યુ.કે.ના અર્થતંત્રમાં પ્રતિ વર્ષ 100 અબજ પાઉન્ડથી પણ વધુ પ્રદાન આપે છે. પછી ભલેને યુ.કે.ની 72 ટકા હોટેલ્સ 50 રૂમોથી પણ ઓછી ક્ષમતાવાળી છે.

તેમણે 2003માં તેમની પત્ની સાથે મેગ્નસન હોટેલ્સની સ્થાપના કરી હતી. તેમનો ઇરાદો સ્વતંત્ર કૌટુંબિક માલિકીની હોટેલ્સને ગ્લોબલ ટ્રાવેલ એજન્સીઓ અને ઇન્ટરનેટ બુકિંગ્સ પૂરુ પાડવાનો હતો.

મેગ્નસને જણાવ્યું હતું કે અમે જાણતા હતા કે સ્વતંત્ર હોટેલ્સના માલિકો અને તેમના કુટુંબોએ હોટેલ ઉદ્યોગનો પાયો છે અને સ્થાનિક બજારમાં તે તેમના યોગ્ય હિસ્સા માટે સ્પર્ધા કરી શકે છે. તેઓને ફક્ત અસરકારક સર્વિસ અને સર્વગ્રાહી સમર્થનની જરૂર છે.

મેગ્નસને જણાવ્યું હતું કે 2008માં સ્થપાયેલી એરબીએનબીએ યુ.કે.ની કુલ હોટેલ્સના 88 ટકા પુરવઠો મેળવ્યો હતો. 2026 સુધીમાં એરબીએનપીનો પુરવઠો યુ.કે.ની હોટેલ રૂમની કુલ ઇન્વેન્ટરી કરતા 14 ટકા વધી જવાનો અંદાજ છે.

મેગ્સને જણાવ્યું હતું કે યુકે હોટેલ ઉદ્યોગે હજી સુધી એરબીએનબીના રૂમોને તેના ઉદ્યોગનો હિસ્સો ગણ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હોટેલ માલિકોએ જણાવે છે કે એરબીએનબીના રૂમો રાષ્ટ્રીય સ્તરે કારોબાર તરીકે નોંધાયેલા નથી, તેઓ હરીફો છે અને આ ઓપરેટરો પર યુ.કે.ના હોટેલ ઉદ્યોગ જેવા નિયંત્રણો નથી કે ખર્ચા નથી.

યુ.એસ. હોટેલ્સે પણ એરબીએનબી સાથે આ જ પ્રકારની સ્પર્ધાનો સામનો કર્યો હતો, એમ મેગ્નસને જણાવ્યું હું. તે સૂચવે છે કે બંને દેશોમાં હોટેલ્સ, ચેઇન અ સ્વતંત્ર હોટેલ્સની સાથે એરબીએનબી લિસ્ટિંગની રાષ્ટ્રવ્યાપી નોંધણીની પ્રક્રિયા રચવી જોઈએ.

મેગ્નસને જણાવ્યું હતું કે અમેરિકાના બધા હોટેલ ઓપરેટરોની સારી સમજ સાથે આયોજન અંગે જો વધારે વૈચારિક આદાનપ્રદાન કરાય તો બધાને ફાયદો થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકા રોગચાળા પૂર્વે ઇતિહાસના સૌથી નીચા ઓક્યુપેન્સીના સ્તરે પહોચ્યુ હતુ. યુ.એસ. હોટેલ્સનો સરેરાશ જીવનકાળ 38 વર્ષનો હોય છે, તેમા પણ પબ્લિકલી ટ્રેડેડ ફ્રેન્ચાઇઝ ચેઇન સ્થાનિક કારોબારના ભોગે સતત નવું બાંધકામ કરતી જાય છે, જે વેરો ચૂકવે છે અને સ્થાનિકોને રોજગારી પૂરી પાડે છે.

મેગ્નસને જણાવ્યું હતું કે બજારમાં આ પ્રકારની ચેઇનના વિસ્તારે જરૂરિયાતોને સ્ટાન્ડર્ડાઇઝ કરી છે અને આથી ગ્રાહકો હંમેશા નવી હોટેલ પસંદ કરે છે. તેના લીધે સ્થાનિક અર્થંતંત્રો અને નાના કારોબારોને નુકસાન જાય છે, જે વૈશ્વિક ચેઇન સાથે સ્પર્ધા કરી શકવા સક્ષમ હોતા નથી.

મેગ્નસન હોટેલ્સે યુ.એસ. અને યુકેમાં 2021માં સ્વતંત્ર કલેકશનમાંથી 80 ટકા ફ્રેન્ચાઇઝ કરારો દ્વારા ઉમેર્યા હતા, એવી જાહેરાત કંપનીએ ફેબ્રુઆરીમાં કરી હતી. ઓક્યુપન્સી કલેકશન 31.3 ટકા વધ્યુ હતુ અને RevPAR 2019ના સ્તરની તુલનાએ 2021માં 43.5 ટકા વધી હતી.