મેગ્નુસને 2021માં તેના ઇન્ડિપેન્ડેન્ટ કલેક્શનમાં 80 ફ્રેન્ચાઈઝી ઉમેરી

કંપની કહે છે તેના બીઝનેસ મોડેલ અને રણનીતિને કારણે મહામારી દરમિયાન પણ તે શક્ય બની શક્યું

0
938
ભાવિન પટેલ કે જેઓ એસબીબીએચ પ્રોપર્ટી એલએલસી સાથે છે, બે મેગ્નુસન હોટેલ્સની કેન્ટન અને નોર્થ કેન્ટન ઓહાઇઓમાં ઇકોનોમી એક્સટેન્ડેડ સ્ટે બ્રાન્ડ હોટેલના માલિક છે તેઓ કહે છે કે કંપની દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન પણ પોતાની ફ્રેન્ચાઇઝીને પૂરતો સહકાર આપવામાં આવ્યો છે. કંપની દ્વારા અમેરિકા અને યુકેમાં 2021 દરમિયાન તેના ઇન્ડિપેન્ડેન્ટ કલેક્શનમાં 80 ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ કરાયા છે.

મેગ્નુસન હોટેલ્સની પ્રગતિને કોવિડ-19 મહામારું ગ્રહણ લાગ્યું નથી, તેણે તેના અમેરિકા તથા યુકેમાં 80 ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ 2021 દરમિયાન કર્યા છે. કંપની કહે છે કે તેના બીઝનેસ મોડેલ અને લોકલ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા ડાયનામિક પ્રાઇઝિંગને કારણે તેને લાભ મળ્યો છે.

મેગ્નુસન દ્વારા 2022માં પણ તેના ઇન્ડિપેન્ડેન્ટ કલેક્શન માટે મજબૂત દેખાવ કરાયો છે. જેને કારણે ઓક્યુપન્સીમાં 31.3 ટકા સુધીનો વધારો થયો છે જ્યારે રેવપારમાં પણ 2019ની સરખામણીએ 43.5 ટકા સુધીનો વધારો થયો છે તેમ તેના એક નિવેદનમાં જણાવાયું છે. દરમિયાન સમાન ગાળા દરમિયાન, એસટીઆરના આંકડા અનુસાર અમેરિકાની 2021માં કુલ ઓક્યુપન્સીમાં 12.6 ટકાનો ઘટાડો થયો છે, એડીઆરમાં 4.8 ટકા અને રેવપારમાં 16.8 ટકાનો ઘટાડો થયો છે.

કંપનીના સીઈઓ થોમસ મેગ્નુસન કહે છે કે મહામારીને કારણે હોટેલ ઉદ્યોગોને ખૂબ સહન કરવું પડ્યું છે. કોર્પોરેટર ટ્રાવેલ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ બંધ થતાં હોટેલોને અસર પહોંચી હતી. અમારી ટીમ દ્વારા સ્થાનિક સ્તરે જે વેપાર શક્ય હોય તેને મેળવવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો.

ઇન્ડિપેન્ડેન્ટ કલેક્શનના એક ભાગ એવા સીઈઓ હિરેન સુરજના વડપણવાળી સ્ટે કાલ હોસ્પિટાલિટીની માલિકીની કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં આવેલી ઝેન હોટેલ્સ પણ એક ભાગ છે.

સુરજ કહે છે કે મેગ્નુસન પોતાના ઇન્ડિપેન્ડેન્ટ હોટેલમાલિકોને હોટેલ સંચાલન માટે શક્ય એવી તમામ મદદ અને સહકાર પૂરો પાડે છે.

એસબીબીએચ પ્રોપર્ટીઝ એલએલસી સાથેના ભાવિન પટેલ કે જેઓ મેગ્નુસનની ઇકોનોમી એક્સેન્ડેન્ટ સ્ટે બ્રાન્ડની બે હોટેલની માલિકી કેન્ટન અને નોર્થ કેન્ટન ઓહાઈઓમાં ધરાવે છે તે ફક્ત 100 ઓરડા ધરાવે છે. 2006માં મેગ્નુસન સાથેની મીટીંગ પછી તેમણે 2015માં કંપની સાથે જોડાયા હતા.

પટેલ કહે  છે કે એક્સ્ટેન્ડેડ-સ્ટે ઇકોનોમી બ્રાન્ડ દ્વારામહામારી દરમિયાન પણ સારો વેપાર કરાયો છે. મેગ્નુસન દ્વારા પણ આ કપરા સમયમાં અનેક પડકારોનો સામનો કરીને આગળ વધાયું છે.

2020માં 90 રૂમની મેગ્નુસન હોટેલ લિટલ રોક સાઉથ, આર્કાન્સાસના લિટલ રોકમાં આવેલીને ખુલ્લી મુકાઈ હતી. જેની માલિકી મહેશ પટેલ ધરાવે છે.