IHG સામે લુઇસિયાનાના હોટેલિયરે ફ્રેન્ચાઇઝ મામલે દાવો કર્યો

કંપની સામેના દાવામાં વેપાર ફરી ધમધમતું કરવા ચોક્કસ વિક્રેતાઓના ઉપયોગ સામે આક્ષેપ

0
949
વિમલ પટેલ, પ્રેસિડેન્ટ ક્યુહોટેલ્સ મેનેજમેન્ટ, લાપ્લેસ, લુઇસિયાના, તેમણે યુ.એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટ ફોર ધી ઈસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ લૂઇસિયાનામાં દાખલ કરેલા દાવામાં આક્ષેપ કર્યો છે કે ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ, કે જે હોલિડી ઈન બ્રાન્ડની માલિકી ધરાવે છે તેમણે ફ્રેન્ચાઇઝીસ માટે કિકબેક્સ માટે અગાઉથી નક્કી કરેલા ચોક્કસ વિક્રેતાઓની સેવા લેવી જરૂરી છે. તસવીરમાં પટેલની લુઇસિયાનાના ડોનાલ્ડસનવિલે ખાતે આવેલી હોલિડે ઈન એક્સપ્રેસ નજરે પડે છે.

ન્યુ ઓરલીયન્સ એરીયાના હોટેલમાલિક વિમલ પટેલ દ્વારા વિશ્વની અગ્રણી હોટેલ કંપની ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ સામે મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની ફ્રેન્ચાઇઝી સાથે અન્યાયી અને કપટપૂર્ણ વ્યવહારમાં શામેલ છે. પટેલનું કહેવું છે કે આઈએચજી સામેની તેમની આ કાનૂની લડતમાં અન્ય હોટેલમાલિકો પણ સામેલ થશે અને તેમને સમર્થન આપશે.

પટેલ કે જેઓ ક્યુહોટેલ્સ મેનેજમેન્ટ, લાપ્લેસ, લૂઇસિયાનાના પ્રેસિડેન્ટ છે, તેઓ કહે છે કે કોવિડ-19 મહામારીને કારણે આઈએચજીના ફ્રેન્ચાઇઝીસ સાથેના મતભેદ બહાર આવ્યા છે. ઈસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ લૂઇસિયાનાસ્થિત યુ.એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ કરેલા તેમના દાવામાં જણાવવામાં આવ્યું છે કે આઈએચજીની નક્કી કરેલા વિક્રેતાઓની સેવાઓ માટે પીએમઆઈસ માટે અગાઉથી નક્કી કરેલા વિક્રેતાઓને પસંદ કરવામાં આવે છે. મુકદ્દમામાં આઈએચજી સંલગ્ન હોલિડે ઈન ફ્રેન્ચાઇઝીસ, હોલિડે હોસ્પિટાલિટી ફ્રેન્ચાઇઝીસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફક્ત એ પોતે જ એકલા અસંતુષ્ટ ફ્રેન્ચાઇઝી નથી તેમ પણ પટેલ જણાવે છે.

દરેક ફ્રેન્ચાઇઝીને ભય છે કે જો તેઓ આ મુદ્દે કંઇ પણ બોલશે તો તેમની સામે 100 ટકા બદલો લેવામાં આવશે, તેમ તેઓ જણાવે છે.

છેતરપિંડીના આક્ષેપ

મુકદ્દમામાં આઈએચજીના જરૂરી વિક્રેતાઓ સાથેના સંબંધ અને પીઆઇપીની આવશ્યકતા માટેની પ્રક્રિયા વચ્ચેનું જોડાણ દર્શાવવામાં આવ્યું છે.

“બ્રાન્ડ સ્ટાન્ડર્ડ’ જાળવવા ફ્રેન્ચાઇઝીની હોટલોમાં સુધારો કરવાની આડમાં, ફ્રેન્ચાઇઝીઓને વારંવાર ખર્ચાળ નવીનીકરણ માટે આઇએચજી/એચએચએફ તેમની પર દબાણ કરે છે, ફરીથી બનાવવાની કામગીરી, અને PIP ના ભાગ રૂપે બાંધકામ માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો મુકદ્દામાં કરાયો છે. આમ કરવાથી [કંપની] ફરજિયાત ઉત્પાદનો પર વોરંટી પિરિયડમાં ચાલાકીપૂર્વક ટૂંકાવે છે અને ફ્રેન્ચાઇઝીઓને ખરીદી માટે દબાણ કરવામાં આવે છે, આવા અનેક પ્રકારના આક્ષેપ કંપની સામે આ મુકદ્દમામાં કરવામાં આવ્યા છે.

મુકદ્દમા અંગે કંપનીનો પ્રતિસાદ અત્યંત ટૂંકા નિવેદનમાં છે, તેમ કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ ફોર ધી અમેરિકાના કંપનીનાં મેનેજર જેનીફર કૂકે જણાવ્યું હતું.

મુકદ્દમો બાકી છે ત્યારે તે બાબતે કોઇ ટીપ્પણી અમે કરી શકીએ નહીં, અમારી બ્રાન્ડમાં રોકાણ કરનારા તમામ હોટેલવાળાઓ અમારા માટે સમાન દરજ્જો ધરાવે છે અને તેમની સાથે પણ સમાન વ્યવહાર કરવામાં આવે છે. અમે હાલમાં લૂઇસિયાના ખાતેની હોલિડે ઈન એક્સપ્રેસ અને સ્ટેબ્રિજ સ્યુટ્સ બ્રાન્ડેડ પ્રોપર્ટીઝ માટે જે એક દાવો કરવામાં આવ્યો છે તેનો અભ્યાસ કરી રહ્યાં છીએ અને યોગ્ય કાનૂની પ્રક્રિયાઓ દ્વારા તમામ દાવાઓને જવાબ આપવામાં આવશે.

અન્ય લોકો પણ અનુસરે તેવી અપેક્ષા

પટેલે કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે અન્ય આઈએચજી ફ્રેન્ચાઇઝીઓ પણ તેમની સાથે મુકદ્દમામાં જોડાશે. તેમણે કહ્યું હતું કે હાલની વ્યવસ્થા હોટેલ માલિકો માટે ખૂબ બોજારૂપ છે. તેમની ચિંતા ફક્ત તેમના સાથી હોટેલવાળાઓ માટે જ નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

સૌથી અગત્યની બાબત, આ કરવા પાછળનું કારણ છે કે હું ત્યાં જઇને મારી બે યુવાન દિકરીઓને સંદેશો આપવા માંગુ છું, તેમ તેમણે કહ્યું હતું. જે સાચું છે તેના માટે ડર્યા વગર અડિખમ ઉભા રહેવાનું છે. સૌથી સરળ બાબત એ છે કે કાંઇપણ ન કરવું, પરંતુ સૌથી મુશ્કેલ બાબત એ હોય છે કે તમે જે માનો છો તેના માટે અડિખમ રહો.

ગત જૂનમાં, કંપની સામે અંદાજે 60 ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝીસ દ્વારા કાનૂની દાવો માંડવામાં આવ્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપની દ્વારા ઈન્ડિયન અમેરિકન માલિકો સાથે વંશિય ભેદભાવ કરવામાં આવે છે.