સાલ 2021ના દ્વિતિય ત્રિમાસિકગાળામાં જાણવા મળેલી માહિતી અનુસાર અમેરિકામાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટની સંખ્યામાં કોઇ ખાસ વધારો થયેલો જોવા મળતો નથી, તેમ લોજિંગ ઇકોનોમિકસનું માનવું છે. ન્યુયોર્ક સિટી અને ત્યારબાદ લોસ એન્જલસ આ મામલે પ્રથમ અને દ્વિતિય ક્રમાંકે છે.
આ વર્ષના દ્વિતિય ત્રિમાસિકગાળામાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટ સંખ્યાની રીતે 4787 પ્રોજેક્ટ સાથે 598111 ઓરડા સાથે છે. જ્યારે 2020 દરમિયાન 5582 પ્રોજેક્ટ 687,801 રૂમ સાથેની સ્થિતિ સર્જાઇ હતી. 2021ના પ્રથમ છ મહિના દરમિયાન અમેરિકામાં 59,034 ઓરડા સાથેની 472 નવી હોટલો શરૂ થઇ હતી. વર્તમાન મહામારી કોવિડ-19ને કારણે મોટાભાગના હોટેલ બાંધકામની પ્રવૃત્તિમાં અવરોધ સર્જાયો છે અને નવા બાંધકામને પણ તેની અસર પહોંચી હોવાનું જાણકારોનું માનવું છે.
એલઈનો અહેવાલ જણાવે છે કે 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 45,084 ઓરડા સાથેની 372 નવા પ્રોજેક્ટની કામગીરી બાંધકામ હેઠળ હતી, દ્વિતિય ત્રિમાસિકગાળા દરમિયાન 25,653 ઓરડા સાથેના 202 નવા બાંધકામ હેઠળના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે જ્યારે ઉનાળાનો સમય આવ્યો છે ત્યારે પ્રવાસ કરનારાઓની સંખ્યામાં વધારો થવાને કારણે હોટેલ ઉદ્યોગને પણ તેનો લાભ મળી શકે તેમ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં 750 મિલિયન ડોલરનું મૂડીરોકાણ લાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેનો લાભ પણ ઉદ્યોગને મળી શકે તેમ છે.
અગાઉના એલઈના એક અહેવાલ અનુસાર આ વર્ષે પ્રથમ ત્રિમાસિકગાળા દરમિયાન બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં અંકદરે થોડોક ઘટાડો જોવા મળ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
એલઈના જણાવ્યા અનુસાર રીનોવેશન હેઠળના પ્રોજેક્ટમાં 238,110 ઓરડા સાથેના 1152 પ્રોજેક્ટ એક્ટિવ રીનોવેશનવાળા અને એક્ટિવ કન્વર્ઝનવાળા 1181 પ્રોજેક્ટ હેઠળ 128,810 ઓરડાનો સમાવેશ થતો હતો.
હાલમાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટ પર નજર કરીએ તો જણાય છે કે 1165 પ્રોજેક્ટ હેઠળ 159,581 ઓરડા આકાર પામશે. જ્યારે આવનારા 12 મહિના દરમિયાન આકાર પામનાર 1843 પ્રોજેક્ટ હેઠળ 213,744 ઓરડા ઉપલબ્ધ બનશે તેમ એલઈના અહેવાલમાં જણાવાયું છે.
ન્યુયોર્ક ફરી મોખરાના સ્થાને
કદની રીતે જોઇએ તો બાંધકામ હેઠળના પ્રોજેક્ટની સંખ્યામાં ન્યુયોર્ક મોખરે છે. ન્યુયોર્ક સિટીમાં 25,232 ઓરડા સાથેના 146 પ્રોજેક્ટ, જ્યારે તેના પછીના ક્રમે લોસ એન્જલસ 22,586 ઓરડાવાળા 135 પ્રોજેક્ટ સાથે મોખરાના સ્થાને છે. ડલ્લાસમાં 16,183 ઓરડાવાળા 132 પ્રોજેક્ટ, એટલાન્ટામાં 17,845 ઓરડાવાળા 129 પ્રોજેક્ટ અને નાશવિલેમાં 12703 ઓરડા સાથેના 91 પ્રોજેક્ટ બાંધકામ હેઠળ છે.
વર્તમાન સમયે ન્યુયોર્કમાં 111 બાંધકામ હેઠળ છે જેમાં 19,582 ઓરડાનો સમાવેશ થાય છે. ત્યાર પછીના ક્રમે 39 પ્રોજેક્ટ સાથે એટલાન્ટા છે જ્યાં 5795 ઓરડા આકાર પામશે. લોસએન્જલસમાં 34 પ્રોજેક્ટ હેઠળ 5771 ઓરડા આકાર પામશે, ડલ્લાસમાં 30 પ્રોજેક્ટ હેઠળ 4173 ઓરડા તથા ઓસ્ટીનમાં 3768 ઓરડા 29 પ્રોજેક્ટ હેઠળ આકાર પામશે.
વધારે સારું થવાની સંભાવના
એલઈ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ વર્ષમાં નવા 450 પ્રોજેક્ટ સાથે 51754 ઓરડા ખુલશે જે વર્ષના અંત સુધીમાં થનારા 922 પ્રોજેક્ટ હેઠળના 110,788 ઓરડા પૈકીના હશે. આ બાબત દર્શાવે છે કે 2021 દરમિયાન બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં સામાન્ય બદલાવ જોવા મળી શકે તેમ છે.
ગ્લોબલ હોટેલ ઇન્ટેલિજન્સ પૂરું પાડનાર જણાવે છે કે 113,871 ઓરડાવાળા 1008 પ્રોજેક્ટ 2022 સુધી શરૂ થવાની સંભાવના રહેલી છે. જે માંગમાં બે ટકા જેટલો બદલાવ દર્શાવી શકે તેમ છે. 2023 સુધીમાં 115,271 ઓરડા સાથેના 997 પ્રોજેક્ટ આકાર પામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.