સોશિયલ મીડિયામાં પોસ્ટ પત્રઃ મેરિયટ AAHOA સાથેના સંબંધોની પુનઃ સમીક્ષા કરી રહી છે

કંપનીનું કહેવું છે કે AAHOA દ્વારા ફેર ફ્રેન્ચાઇઝિંગના 12 પોઇન્ટ્સ પર નવો ભાર મૂકવામાં આવ્યું તે અલગ પડવાનું કારણ બની શકે

0
1552
AAHOAના કેટલાક સભ્યોએ મેરિયટ ઇન્ટરનેશનલે કંપની AAHOA દ્વારા ફ્રેન્ચાઇઝ સંબંધો અંગે નવું વલણ અપનાવવામાં આવ્યુ તેને લઈને તેની સાથેના સત્તાવાર સંબંધો અંગે પુનઃ સમીક્ષા કરી રહી હોવાનું કહેતો મેરિયટ ઇન્ટરનેશનલનો પત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કંપની અને એસોસિયેશને બંનેમાંથી કોઈ વારંવારની વિનંતી છતાં આ અંગે હજી સુધી જવાબ આપ્યો નથી, પરંતુ AAHOAના ચેરમેન નીલ પટેલે સભ્યોને કરેલા ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે આ પત્ર ફક્ત ડ્રાફ્ટ છે અને હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

હોટેલ મેરિયટ ઇન્ટરનેશનલનો કંપની AAHOAના ફ્રેન્ચાઇઝ સંબંધો અંગેના નવા વલણને લઈને તેની સાથેના સત્તાવાર સંબંધોની પુનઃ સમીક્ષા કરવા વિચારી રહી છે તેવા પ્રકારના સોશિયલ મીડિયા વહેલા થયેલા પત્રએ ત્યાં થોડી હલચલ મચાવી છે. મેરિયટ અને AAHOAએ આ અંગે હજી સુધી આ પત્રની ટિપ્પણી અંગે વારંવારની વિનંતી છતાં કોઈ પ્રતિસાદ આપ્યો નથી, પરંતુ ચેરમેન નીલ પટેલે સભ્યોને કરેલા ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે આ પત્ર ફક્ત ડ્રાફ્ટ છે અને હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. કંપની અને એસોસિયેશન વચ્ચે વાટાઘાટ હજી ચાલી રહી છે.

આ પત્રમાં ખાસ ટાંકવામાં આવ્યું છે કે AAHOA દ્વારા તેણે તાજેતરમાં જારી કરેલી 12 પોઇન્ટ્સ ઓફ ફેર ફ્રેન્ચાઇઝિંગની પોલિસીઓને લઈને કંપની કંપની સમીક્ષા કરી રહી છે. આ ઉપરાંત દર્શાવવામાં આવ્યું હતું કે AAHOAનું ન્યૂજર્સી દ્વારા પ્રસ્તાવિત એસેમ્બલી બિલ 1958ને સમર્થથી ન્યુજર્સી ફ્રેન્ચાઇઝ પ્રેક્ટિસીસ એક્ટમાં ફેરફાર આવશે, જેની માર્ગદર્શિકા આ 12 મુદ્દાઓના સંદર્ભમાં જ છે.

મેરિયટે તેના પત્રમાં જણાવ્યું હતું કે મેરિયટ તેના બિઝનેસ મોડેલ અને હિતોથી વિપરીત હોય તેવા કોઈપણ સંગઠનને નાણાકીય કે બીજી કોઈપણ રીતે સમર્થન ન આપી શકે. અમે થોડા મક્કમતાપૂર્વક માનીએ છીએ કે મેરિયટ અને AAHOA વચ્ચેના સંબંધો પારસ્પરિક રીતે ફાયદાકારક છે અને અમે તેનાથી ઘણા ઉદાસ છીએ કે AAHOAએ ચાવીરૂપ મુદ્દાઓને લઈને એવું વલણ લીધું છે જે એન્ટિ ફ્રેન્ચાઇઝિંગ અને એટિ-મેરિયટ છે. સભ્યોને પાઠવેલા પત્રમાં નીલ પટેલે જણાવ્યું હતું કે આ પત્ર ફક્ત ડ્રાફ્ટ છે અને એસોસિયેશન હજી પણ મેરિયટના સત્તાવાર વલણની રાહ જોઈ રહ્યું છે.

પટેલે જણાવ્યું હતું કે ડ્રાફ્ટ લેટરનો ટોન અને કન્ટેન્ટ અત્યંત ગંભીર છે અને મેરિયટના AAHOA સાથેના સંબંધ અને ફેર ફ્રેન્ચાઇઝિંગના સંદર્ભમાં આ પત્ર વધુ પડતો આકરો છે. AAHOAની નેતાગીરી છેલ્લા કેટલાક સપ્તાહોથી મેરિયટ સાથે સંપર્કમાં છે અને અમને આશ્ચર્યની સાથે નિરાશા થઈ છે કે આ ડ્રાફ્ટ લેટર જાહેર ફોરમમાં જારી કરાયો છે. અમે આ મુદ્દાને ઉકેલવા માટે સીધી મેરિયટની નેતાગીરી સાથે શક્ય તેટલા દરેક પાસા પર વાતચીત કરી રહ્યા છે, પરંતુ અમારા સભ્યોના જોખમે અમે કશું ન કરી શકીએ. AAHOA તેના સભ્યો માટે હંમેશા ઊભું રહ્યુ છે અને ઊભું રહેશે, ફ્રેન્ચાઇઝિંગની યોગ્યતા અને તેમા પણ ખાસ કરીને આપણા સભ્યોને શિક્ષિત કરવા જરૂરી છે. તે આપણા મૂળભૂત મૂલ્યોમાં એક છે.

પત્રમાં મેરિયટે જણાવ્યું હતું કે તે હજી પણ AAHOAના સભ્યો સાથે કારોબાર કરવામાં રસ ધરાવે છે અને તે જો AAHOA ફેર ફ્રેન્ચાઇઝિંગના મુદ્દે અને વૈધાનિક સમર્થનના મુદ્દે તેનું વલણ બદલે તો અમે તેની સાથે સંબંધો ફરીથી પ્રસ્થાપિત કરવાની તક ઝડપવા તૈયાર છે. પટેલે જણાવ્યું હતું કે AAHOA સર્વસંમતિથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે અમે હજી પણ સંવાદ સાધવા પ્રતિબદ્ધ રહીશુ અને સંવાદ દ્વારા અમે અમારા પ્રયત્નોને જારી રાખીશુ અ આગામી કેટલાક સપ્તાહોમાં આ મોરચે પ્રગતિ પણ થશે. અમે અમારા બ્રાન્ડ પાર્ટનર્સ સાથે અમારી ભાગીદારી મજબૂત બનાવવા અને પારસ્પરિક ફાયદાના ધ્યેયો સિદ્ધ કરવા સતત ચર્ચા જારી રાખવાની વાતને આવકારીએ છીએ.

એપ્રિલમાં મેરીલેન્ડ બાલ્ટીમોર ખાતે યોજાયેલા એસોસિયેશનના 2022 કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં  પટેલ અને AAHOA સેક્રેટરી પોઝિશનના ઉમેદવારો વચ્ચે ફ્રેન્ચાઇઝિંગના 12 મુદ્દાના અમલીકરણની ચર્ચા મુખ્ય મુદ્દો હતો.