એલઈઃ 2021ના તૃતિય ત્રિમાસિકગાળામાં યુએસ બાંધકામ પાઇપલાઇનમાં સામાન્ય વધારો થયો

નવા પ્રોજેક્ટ અને ઓપનિંગ પ્રિ-પેન્ડેમિક સ્તરથી પણ ઘટી ગયું

0
782
અમેરિકામાં ત્રીજા ત્રિમાસિકગાળામાં બાંધકામ હેઠળની 592,259 ઓરડા સાથેની 4837 હોટેલના પ્રોજેક્ટ છે, જેમાં પ્રોજેક્ટની રીતે આઠ ટકા અને રૂમ યર ઓવર યરની રીતે દસ ટકાનો ઘટાડો થયો છે, તેમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સ દ્વારા જણાવાયું છે. બાંધકામ હેઠળના પ્રોજેક્ટ ત્રીજા ત્રિમાસિકગાળામાં ઘટાડો થયો છે, આ સમયગાળામાં 142,239 ઓરડા સાથેના 1035 પ્રોજેક્ટ છે.

અમેરિકામાં બાંધકામ હેઠળની હોટેલના પ્રોજેક્ટમાં સામાન્ય વધારો 2021ના તૃતિય ત્રિમાસિકગાળામાં જોવા મળ્યો છે. તેમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સ દ્વારા જણાવાયું છે. અલબત્ત, અનેક પ્રોજેક્ટ કોવિડ મહામારી અગાઉના સ્તરની સરખામણીએ નાણાકીય વર્ષના મધ્યમાં ફેરફાર જોવા મળ્યો છે.

2021ના તૃતિય ત્રિમાસિકગાળા દરમિયાન અમેરિકામાં 592259 ઓરડા સાથેના 4837 પ્રોજેક્ટ છે, જેમાં પ્રોજેક્ટની રીતે આઠ ટકાનો અને ઓરડાની રીતે દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ જાણવા મળે છે. ત્રીજા ત્રિમાસિકગાળાના અંત સુધીમાં 142239 ઓરડા સાથેના 1035 પ્રોજેક્ટ હતા.

એલઈ અનુસાર વાર્ષિક ધોરણે 665 હોટેલ કે જે 85306 ઓરડા ધરાવે છે અને વધારાના 221 પ્રોજેક્ટ 23026 વાર્ષિક ધોરણે છે. 2021 માટે કુલ 108,332 ઓરડા સાથેના 886 પ્રોજેક્ટની સંખ્યા છે.

એલઇ રિપોર્ટ અનુસાર આવનારા 12 મહિના દરમિયાન તે બાબતમાં ફેરફાર જોવા મળે છે. પ્રોજેક્ટમાં 14 ટકા અને ઓરડાની બાબતમાં 14 ટકાનો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં 210,189 રૂમવાળા 1824 પ્રોજેક્ટ ત્રીજા ત્રિમાસિકગાળા સુધીમાં છે જે ગત વર્ષની સરખામણીએ છે. મહામારીની અસરને કારણે તેમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્રિમાસિકગાળાના અંતે 79024 રૂમ સાથેના 752 પ્રોજેક્ટ અમલમાં છે. બાંધકામ પ્રવૃતિમાં પણ મહામારીની અસર જોવા મળી રહી છે.

એલઈના નિષ્ણાતોનું કહેવું છે કે પરિસ્થિતિને કારણે અનેક ફેરફાર જોવા મળ્યા છે.

એલઇ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અર્થતંત્રમાં સંપૂર્ણ સુધારો આવવામાં સમય લાગી શકે તેમ છે. તાજેતરના સમયમાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં અનેક મહત્વના ફેરફાર જોવા મળ્યા છે.

2022માં 110,123 ઓરડા સાથેના 970 પ્રોજેક્ટની શરૂઆત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, 111,249 ઓરડા સાથેના 961 પ્રોજેક્ટ અંદાજે 2023 સુધીમાં શરૂ થાય તેવી સંભાવના છે, તેમ પણ રિપોર્ટમાં જણાવાયું છે.

એસટીઆરના તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરમાં અમેરિકાની હોટેલ પાઇપલાઇન કે જે 48000 રૂમ સાથે છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. કોવિડ-19ની અસરને કારણે દબાણથી તેમાં ઘટાડો થયો છે.