એલઈઃ મેરીયટ દ્વિતિય ત્રિમાસિકગાળામાં બાંધકામ પ્રવૃત્તિમાં મોખરે

કંપનીની ફેરફિલ્ડ ઈન એ બાંધકામ હેઠળની સૌથી મોટી બ્રાન્ડ છે

0
848
અમેરિકામાં દ્વિતિય ત્રિમાસિકગાળામાં ફ્રેન્ચાઇઝ કંપનીઓની બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં મેરીયટ ઈન્ટરનેશનલ મોખરાના સ્થાને હોવાનું જાણવા મળે છે. આ વર્ષે દ્વિતિય ત્રિમાસિકગાળામાં કંપની હસ્તક 170,847 ઓરડાવાળા 1301 પ્રોજેક્ટની કામગીરી બાંધકામ હેઠળ છે, તેમ લોજિંગ ઈકોનોમિક્સ દ્વારા જણાવાયું છે. મેરિયટની ફેરફિલ્ડ ઈન એ બાંધકામ હેઠળની સૌથી બ્રાન્ડ છે.

મેરીયટ ઈન્ટરનેશનલ અમેરિકામાં દ્વિતિય ત્રિમાસિકગાળામાં ફ્રેન્ચાઇઝ કંપનીઓની બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં મોખરાના સ્થાને હોવાનું જાણવા મળે છે. આ વર્ષે દ્વિતિય ત્રિમાસિકગાળામાં કંપની હસ્તક 170,847 ઓરડાવાળા 1301 પ્રોજેક્ટની કામગીરી બાંધકામ હેઠળ છે, તેમ લોજિંગ ઈકોનોમિક્સ દ્વારા જણાવાયું છે. મેરિયટની ફેરફિલ્ડ ઈન એ બાંધકામ હેઠળની સૌથી બ્રાન્ડ છે.

હિલ્ટન વર્લ્ડવાઇડ 139,172 ઓરડા સાથેના 1216 પ્રોજેક્ટ સાથે બીજા ક્રમે છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ 78929 ઓરડા ધરાવનારા 777 પ્રોજેક્ટ સાથે ત્યાર પછીના ક્રમે છે. અહેવાલ અનુસાર, આ ત્રણ ફ્રેન્ચાઇઝ કંપનીઓ બાંધકામ હેઠળના સમગ્ર પ્રોજેક્ટમાંથી 69 ટકાના પ્રોજેક્ટ ધરાવે છે.

મેરિયટની ફેરફિલ્ડ ઈન એ 25051 ઓરડાવાળા 257 પ્રોજેક્ટમાં બાંધકામ હેઠળની વિશાળ બ્રાન્ડ છે, તે સાથે હિલ્ટનની હોમટુસ્યુટ્સ પણ 39584 ઓરડાવાળા 379 પ્રોજેક્ટ પણ છે અને આઈએચજીની હોલિડે ઈન એક્સપ્રેસ 29055 ઓરડાવાળા 303 પ્રોજેક્ટ બાંધકામ હેઠળ છે.

અમેરિકામાં બાંધકામ હેઠળના કુલ ઓરડા પૈકીના 20 ટકા આ ત્રણ બ્રાન્ડ ધરાવે છે.

એલઈનો અહેવાલ જણાવે છે કે પાઇપલાઇન હેઠળની અન્ય હાઈ-વોલ્યુમ બ્રાન્ડમાં મેરિયટની ટાઉનપ્લેસ સ્યુટ્સ છે જે 198 પ્રોજેક્ટમાં 19422 ઓરડાના નિર્માણનું આયોજન ધરાવે છે અને રેસિડેન્સ ઈન 189 પ્રોજેક્ટમાં 23,493 ઓરડા ધરાવે છે. હિલ્ટનની હેમ્પટન બાય હિલ્ટન 269 પ્રોજેક્ટમાં 28071 ઓરડાનું આયોજન ધરાવે છે. જ્યારે ટ્રુ બાય હિલ્ટન 235 પ્રોજેક્ટ હેઠળ 22521 ઓરડા સાથે ત્યાર પછીનું સ્થાન ધરાવે છે. આઈએચજીની એવિડ હોટેલ 157 પ્રોજેક્ટમાં 13842 ઓરડા, સ્ટેબ્રિજ સ્યુટ્સ 122 પ્રોજેક્ટમાં 12607 ઓરડા સાથે આગળ વધતી કામગીરી ધરાવે છે.

એલઈ અનુસાર 2021ના દ્વિતિય ત્રિમાસિકગળામાં 583 કન્વર્ઝન પ્રોજેક્ટમાં 63807 ઓરડા ધરાવે છે. બેસ્ટ વેસ્ટર્ન 116 કન્વર્ઝન પ્રોજેક્ટમાં 10,289 ઓરડા ધરાવતી હોવાનું જણાવાયું છે.

ત્યાર પછીના ક્રમે બેસ્ટ વેસ્ટર્ન એ ચોઇસ હોટેલ્સ, મેરિયટ ઇન્ટરનેશનલ અને હિલ્ટન વર્લ્ડવાઇડ છે. વેસ્ટ વેસ્ટર્ન અને આ ત્રણ ફ્રેન્ચાઇઝ કંપનીઓ સંયુક્ત રીતે બાંધકામ હેઠળના કુલ ઓરડાના 61 ટકાની હિસ્સેદારી ધરાવે છે.

એલઈના અહેવાલ અનુસાર 2021ના પ્રથમ છ મહિનામાં સમગ્ર અમેરિકામાં 472 નવી હોટલો શરૂ થઇ જે 59034 ઓરડા ધરાવે છે.

શરૂ થયેલી હોટેલોમાં મેરિયટની 152 હોટેલ, જે 20416 ઓરડા ધરાવે છે. હિલ્ટન અને આઈએચજી દ્વારા ક્રમશઃ 16970 ઓરડા ધરાવતી 125 હોટેલ્સ અને 7249 ઓરડાવાળી 72 હોટેલ્સ શરૂ કરવામાં આવી છે.