એલઈઃ ડલાસ યુ.એસ. હોટેલ બાંધકામ પાઇપલાઇન માટે ટોચનું માર્કેટ

મોખરાની બ્રાન્ડમાં હિલ્ટન, આઈએચજીની સાથે સાથે મેરિયચ પણ અગ્રક્રમે

0
852
ડલાસ 17,711 ઓરડાવાળા 147 પ્રોજેક્ટ સાથે હોટેલ બાંધકામ પાઇપલાઇનમાં અમેરિકાના મોખરાના માર્કેટમાં ત્રીજા ત્રિમાસિકગાળામાં ટોચના સ્થાને પહોંચ્યું છે, તેમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સે જણાવ્યું છે.

લોજિંગ ઇકોનોમેટ્રિક્સના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટમાં 2021ના ત્રીજા ત્રિમાસિકગાળામાં યુ.એસ. હોટેલ બાંધકામ પાઇપલાઇનમાં ડલાસ મોખરાના માર્કેટની યાદીમાં ટોચના સ્થાને છે. ત્રિમાસિકગાળામાં મેરિયટ ઇન્ટરનેશનલ ટોપ બ્રાન્ડ રહી છે.

ત્રીજા ક્વાર્ટરમાં ડલાસ 17,711 રૂમ્સના 147 પ્રોજેકટ સાથે પાઇપલાઇનમાં મોખરાના સ્થાને છે. આ યાદીમાં એટલાન્ટા 18,659 ઓરડા સાથે139 પ્રોજેકટ અને લોસ એન્જલસ 22,145 ઓરડા સાથે 133 પ્રોજેકટ સાથે મોખરાના સ્થાને છે. ટોચના પાંચ સ્થાને ન્યુયોર્ક સિટી 22,417 ઓરડા સાથેના 130 પ્રોજેક્ટ અને હ્યુસ્ટન 9225 ઓરડાવાળા 90 પ્રોજેક્ટ ધરાવે છે. આ બજારો યુએસ પાઇપલાઇનમાં કુલ પ્રોજેક્ટ અને રૂમ્સ સાથેની હિસ્સેદારીમાં અનુક્રમે 15થી 13 ટકા સુધીનો ભાગ ધરાવે છે.

એલઈ રિપોર્ટ કહે છે કે કોવિડ-19ને કારણે બિલ્ડિંગ મટીરીયલ્સની માંગમાં વધારો થવાને કારણે તથા પુરવઠામાં અછત સર્જાતા દરેક હિસ્સેદાર માટે વધતા ભાવ હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. 2021ના પ્રથમ નવ મહિના દરમિયાન યુ.એસ.માં નવા 665 પ્રોજેક્ટ ખુલ્લા મુકાયા છે જે 85,306 ઓરડા ધરાવે છે. ફક્ત ત્રીજા ત્રિમાસિકગાળામાં જ 25,995 ઓરડા ધરાવતા 189 પ્રોજેક્ટ ખુલ્લા મુકવામાં આવ્યા હોવાનું પણ  રિપોર્ટમાં જાણવા મળે છે.

એલઈ રિપોર્ટ અનુસાર ટોચના 25 યુ.એસ. માર્કેટ બધા પાઇપલાઇન પ્રોજેક્ટના 33 ટકા હિસ્સેદારી ધરાવે છે. જ્યારે યુ.એસ.ના નવ માર્કેટ 20 ટકાથી વધારે પ્રોજેક્ટ બાંધકામ હેઠળ ધરાવે છે, તેમ એલઇ રિપોર્ટમાં જણાવાયું છે. ન્યુયોર્ક માર્કેટ 16,516 ઓરડા સાથે કુલ માર્કેટમાં મોખરાના સ્થાને છે, એટલાન્ટા 5311 ઓરડા સાથે 33 પ્રોજેક્ટ હિસ્સો, લોસ એન્જલસ 30 પ્રોજેક્ટના 4954 અને ઓસ્ટીન 28 પ્રોજેક્ટ સાથેના 3577 ઓરડા ધરાવે છે.

રિપોર્ટ અનુસાર એટલાન્ટા સૌથી વધારે પ્રોજેક્ટ ધરાવે છે, જે આવનારા 12 મહિના દરમિયાન બાંધકામ શરૂ કરાશે. તેમાં 54 પ્રોજેક્ટ હેઠળ 7529 ઓરડા ધરાવે છે. ત્યાર પછીના ક્રમે ડલાસ 48 પ્રોજેક્ટ હેઠળ 5643 ઓરડા, લોસ એન્જલસ 47 પ્રોજેકટમાં 7343 ઓરડા, ફિનિક્સ 44 પ્રોજેક્ટ હેઠળના 4834 ઓરડા અને હ્યુસ્ટન 42 પ્રોજેક્ટ હેઠળ 3748 ઓરડા ધરાવે છે.

મોખરાની બ્રાન્ડમાં મેરિયટ મોખરે, હિલ્ટન ત્યાર પછીના ક્રમે

વાત જ્યારે ફ્રેન્ચાઇઝ કંપનીઓની હોય ત્યારે મેરિયટ ટોચના ક્રમે બાંધકામ પાઇપલાનમાં 1248 પ્રોજેક્ટ હેઠળના 166,174 ઓરડા સાથે ટોચના ક્રમે છે, ત્યાર પછીના સ્થાને અનુક્રમે હિલ્ટન 1223 પ્રોજેક્ટ હેઠળના 138,742 ઓરડા, ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ 769 પ્રોજેક્ટ હેઠળના 77558 ઓરડા ધરાવે છે. આ ત્રણ કંપની કુલ હિસ્સેદારીમાં 68 ટકા ભાગ થર્ડ ક્વાર્ટરમાં ધરાવતા હોવાનું એલઇ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

પ્રોજેક્ટની રીતે મોખરાની બ્રાન્ડમાં હિલ્ટન્સ હોમટુ સ્યુટ્સ છે, જે 402 પ્રોજેક્ટ હેઠળના 41846 ઓરડા ધરાવે છે, આઈએચજી હોલિડે ઇન એક્સપ્રેસ 301 પ્રોજક્ટ સાથે 28,852 ઓરડા અને મેરિયટની ફેરફિલ્ડ ઇન 246 પ્રોજેક્ટ હેઠળના 23,653 ઓરડા ધરાવે છે. તેઓ પાઇપલાઇનની કુલ હિસ્સેદારીમાં 20 ટકા ભાગ ધરાવે છે.

પાઇપલાઇન હેઠળની ફ્રેચાઇઝમાં હિલ્ટનની હેમ્પટન બાય હિલ્ટન મોખરાના સ્થાને 271 પ્રોજેક્ટ સાથે 28311 ઓરડા અને ટ્રુ બાય હિલ્ટન 224 પ્રોજેક્ટ હેઠળના 21,518 ઓરડા ધરાવતી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

ત્રીજા ક્વાર્ટરમાં શરૂ થયેલી કુલ નવી હોટેલોમાં 30 ટકાની હિસ્સેદારી સાથે મેરીયટ 7882 ઓરડા સાથે 60 નવી હોટેલો શરૂ કરી છે, ત્યાર પછીના ક્રમે હિલ્ટને 45 નવી હોટલો કે જે 4923 ઓરડા ધરાવે છે તે શરૂ કરી છે અને કુલ પ્રોજેક્ટમાં તેની હિસ્સેદારી 19 ટકા છે. આઇએચજી દ્વારા 25 નવી હોટેલ શરૂ કરાઈ છે જે 2459 ધરાવે છે અને સમાન સમયગાળામાં ઓરડાની રીતે તેની હિસ્સેદારી નવ ટકા થાય છે.

તાજેતરમાં એક રિપોર્ટમાં, એલઇ દ્વારા જણાવાયું હતું કે યુ.એસ. હોટેલ કન્સ્ટ્રક્શન પાઇપલાઇનમાં 2021ના ત્રીજા ત્રીમાસિકગાળામાં સામાન્ય વધારો નિહાળવામાં આવ્યો હતો.