કોંગે હોસ્પિટાલિટીમાં મહિલાઓ અને લઘુમતીઓને મદદ માટે ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યુ

DEI એડવાઇઝર્સ ઉદ્યોગના વિવિધ આગેવાનોનો ઇન્ટરવ્યુ લેશે અને જરૂર હોય તેને ઉદ્યોગની ઝાંખી પૂરી પાડશે

0
832
તાજેતરમાં બેસ્ટ વેસ્ટર્ન હોટેલ ગ્રુપના સીઇઓ પદેથી નિવૃત્ત થયેલા ડેવિડ કોંગે DEI એડવાઇઝર્સ લોન્ચ કર્યુ છે, આ સ્વૈચ્છિક સંગઠન છે, તે મહિલાઓ અને અન્ય લઘુમતી જૂથોને તેમની કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે સમર્પિત છે. આ સંગઠનના ફેલો પ્રિન્સિપાલ્સમાં રાશેલ હમ્ફ્રી, જમણેથી ટોચના, ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને AAHOAના સીઓઓ અને એકેસિયા હોસ્પિટાલિટી એલએલસીના સહસ્થાપક લાન ઇલિયટ છે.

તાજેતરમાં બેસ્ટ વેસ્ટર્ન હોટેલ ગ્રુપના સીઇઓ પદેથી નિવૃત્ત થયેલા ડેવિડ કોંગે મહિલાઓ અને અન્ય લઘુમતી જૂથોને સમર્પિત સ્વૈચ્છિક સંગઠન DEI એડવાઇઝર્સ લોન્ચ કર્યુ છે. આ સંગઠન તેમની કારકિર્દીની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવામાં મદદરૂપ બનશે. તેમા પણ ખાસ કરીને તે હોસ્પિટાલિટી સેક્ટરમાં અપર, લીડરશિપ લેવલે વૈવિધ્યકૃત ગેપને પૂરો કરવામાં મદદ કરવાનું આયોજન ધરાવે છે.

DEI એડવાઇઝર્સ દ્વારા એરિઝોના સ્કોટડેલ ખાતે ઉદ્યોગના આગેવાનો સાથે શ્રેણીબદ્ધ ઇન્ટરવ્યુ કરવામાં આવશે અને તેનો હેતુ વ્યક્તિઓ તેમની કારકિર્દીમાં મહત્વની દિશા અને માર્ગદર્શનની સાથે પ્રેરણા પૂરો પાડવાનો હશે. આ ઇન્ટરવ્યુ શીખવશે કે કેવી રીતે સભાન અને અભાનપણે પૂર્વગ્રહથી દૂર રહી આગળ વધી શકાય, માળખાકીય અવરોધોનો સફળતાપૂર્વક સામનો કરી શકાય, નેટવર્ક સ્થાપી શકાય, વર્ક લાઇફ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકાય.

“મેં ઉદ્યોગના આગેવાનો પાસેથી તેમના અનુભવોના આધારે શીખી શકાય અને ઉદ્યોગની આંતરિક સ્થિતિની ઝાંખી મેળવી શકીને તેની વિગતો એકત્રિત કરીને શેર કરી શકાય તે હેતુથી સ્વૈચ્છિક સંગઠન DEI એડવાઇઝર્સની સ્થાપના કરી છે,” એમ DEI એડવાઇઝર્સના પ્રિન્સિપાલ અને સ્થાપક કોંગે જણાવ્યું હતું. “ ઘણી કંપનીઓ DEIના ઘણા ક્ષેત્રોમાં શાનદાર કામ કરી રહી છે, વ્યક્તિઓએ ચોક્કસપણે જવાબદાર રહેવું જોઈએ અને તેણે પોતાના વ્યક્તિગત વૃદ્ધિ અને કારકિર્દી મહત્વાકાંક્ષા માટે સંપ્રભુત્વવાળા રહેવું જોઈએ. તેમા પણ ખાસ કરીને અમારું ધ્યેય ઉદ્યોગ પોતાના જ પ્રવાસમાં ડ્રાઇવર સીટમાં હોય તે માટે ભાવે આગેવાનો તૈયાર કરવાનું છે, જેથી તેમને પોતાની આગવી કેડી કંડારવાની તક મળે.”

DEI એડવાઇઝર્સના અન્ય પ્રિન્સિપાલમાં AAHOAના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઓઓ રાશેલ હમ્ફ્રી  અને એકેસિયા હોસ્પિટાલિટી એલએલસીના સહસ્થાપક લાન ઇલિયટ છે.

ઉદ્યોગના કેટલાક આગેવાનોનો નવા સંગઠન દ્વારા ઇન્ટરવ્યુ લેવાયો હતો, તેમા કાસ્ટેલ પ્રોજેક્ટના સ્થાપક પેગી બર્ગની સાથે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મહિલાઓના મેન્ટર, AAHOAના 2019થી 2020ના ચેરવુમન અને વેલ્થ પ્રોટેક્શન સ્ટ્રેટેજીસના સ્થાપક જાગૃતિ પાનવાલા, વિંધ્યમાન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના પ્રેસિડેન્ટ જ્યોફ બેલેટી, એકોર ખાતે નોર્થ એન્ડ સેન્ટ્રલ અમેરિકાના સીઇઓ હીથર મેકક્રોય જે 2020માં કેસ્ટેલ પ્રોજેક્ટના કેસ્ટેલ એવોર્ડના સૌપ્રથમ વિજેતા હતા, અમરા કેપિટલના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મેરી બેત કટશેલ, એક્સપેડિયા ગ્રુપ એક્ઝિક્યુટિવ મેલિસા માહેર, ટ્રેનિર સિલ્વિયા ડગલિન અને એમેઝોન બેસ્ટ સેલિંગ ઓથર હીડ ટ્રેઝના રેની કેવેલરીનો સમાવેશ થાય છે.

આ ઇન્ટરવ્યુ અને ઇન્સાઇટ્સ સશિયલ મીડિયા ચેનલ્સ યુ ટ્યુબ, ફેસબૂક અને લિંક્ડ ઇન સહિતની ચેનલો પર સાપ્તાહિક ધોરણે પોસ્ટ કરાશે, તેની સાથે તે ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ DEIAdvisors.org. પર પણ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત તેઓ ભવિષ્યમાં કન્ટેન્ટના રિપરપઝ અને પોડકાસ્ટના ઇનસાઇટ્સ તથા અન્ય સોર્સ મટીરિયલનું પણ આયોજન ધરાવે છે.

હોસ્પિટાલિટી ઉદ્યોગ કારકિર્દીની સારી તક પૂરી પાડે છે અને આગળ વધવાનો સ્પષ્ટ માર્ગ દર્શાવે ચે, પરંતુ મોટાભાગની વૈવિધ્યતા ઉદ્યોગની હાયરાકીમાં નીચલા સ્તરે જોવા મળે છે.

DEI એડવાઇઝરસે લોન્ચ જાહેરાતમાં જણાવ્યા મુજબ નાવીન્યતાનો અભાવ કારોબાર માટે સારો નથી. બેસ્ટ વેસ્ટર્ન સીઇઓ તરીકે કોંગ્રે નિવૃત્તિના 20 વર્ષ પહેલા આ બાબત પર ધ્યાન આપ્યું હતું.

કેસ્ટેલ પ્રોજેક્ટના તાજેતરના વીમેન ઇન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી લીડરશિપ રિપોર્ટનું તારણ હતું કે હવે વધુને વધુ મહિલાઓ ફીમેલ એક્ઝિક્યુટિવ્સલ લીડરશિપ રોલ્સમાં છે. પ્રોજેક્ટ મુજબ આગામી પડકાર વધુને વધુ મહિલાઓ હોસ્પિટાલિટી એજ્યુકેશન પ્રોગ્રામમાં જોતરવાનો છે.