‘જુનેટીન્થ’ ફેડરલ રજા તરીકે જાહેર

હોટલ એસોસિએશનો દ્વારા વંશીય સમાનતા તરફ આગળ વધેલા પગલાં તરીકે આ દિવસની પ્રશંસા કરવામાં આવી

0
1035
કેન્ટુકીના લુઇસવિલે ખાતે જૂન, 19ના રોજ બિગ ફોર લૉન ખાતે આયોજીત લુઇસવિલે જૂનેટીન્થ ફેસ્ટીવલ દરમિયાન પોતે બનાવેલું ચિત્ર ગોઠવી રહેલી યુવા મહિલા. ગુરુવારે, પ્રેસિડેન્ટ જો બાઇડને જૂન 19ના દિવસને ગુલામીપ્રથાના અંતની ઉજવણી રૂપે જૂનેટીન્થ નેશનલ ઈન્ડિપેન્ડેન્સ ડે તરીકે જાહેર કરવાના ખરડા પર હસ્તાક્ષર કર્યા હતા. તસવીર જોન ચેરી દ્વારા, ગેટ્ટી ઈમેજીસ.

જૂનેટીન્થ, અમેરિકામાં ગુલામી પ્રથાના અંતની ઉજવણી, હવે સત્તાવાર રીતે ફેડરલ હોલિડે એટલે કે રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવામાં આવેલ છે, જેની પ્રત્યેક જૂન 19 ના રોજ ઉજવણી થશે. વંશિય સમાનતાના પગલાં તરીકે નવા કાયદાની હોટેલ એસોસિએશનો દ્વારા પ્રશંસા કરવા કરીને આવકાર આપવામાં આવ્યો છે.

પ્રેસિડેન્ટ જો બાઇડને “જૂનેટીન્થ નેશનલ ઈન્ડિપેન્ડેન્સ ડે એક્ટ” પર ગુરુવારે હસ્તાક્ષર કર્યા હતા. બિલના સ્પોન્સર માસાચ્યુસેટ્સના ડેમોક્રેટ સેનેટર એડવર્ડ માર્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી રજાને કારણે નવી રજા એ યુ.એસ. સરકાર માટે “ગુલામીના મૂળ પાપને માન્યતા આપવાનો માર્ગ છે.

આ વીકએન્ડમાં જૂનેટીન્થની ઉજવણી થઇ છે ત્યારે આપણા માટે પણ અશ્વેત અને બ્રાઉન અમેરિકન્સ માટે સાચા ન્યાયની લડત માટે અવાજ ઉઠાવવાનો સમય છે. માર્કીએ આ નવા કાયદાની જરૂરિયાત અને અમેરિકામાં તેને સ્થાન અંગે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

જૂનેટીન્થ એ મુક્તિ દિવસ, જ્યુબિલી દિવસ અને જૂનેટીન્થ ઈન્ડિપેન્ડેન્સ ડે તરીકે પણ ઓળખાય છે. માર્કીના નિવેદન અનુસાર, તે ગેલ્વેસ્ટન, ટેક્સાસમાં 19 જૂન, 1865 ના રોજ મેજર જનરલ ગોર્ડન ગ્રેન્જર દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યું છે, જનરલ ઓર્ડર નં.3, જાહેર કરે છે કે, દરેક ગુલામ આઝાદ છે.

ગત વર્ષે જ્યોર્જ ફ્લોઇડના મોત પછી વંશિય સમાનતા એ આહોઆ સભ્યો માટે મહત્વનો મુદ્દો બન્યો છે, એક અશ્વેત વ્યક્તિ, જે મિનેસોટાના મિનેપોલીસમાં પોલીસ ઓફિસર ડેરેક ચોઉવિનના હાથે, તેમ કેન ગ્રીન, આહોઆના વચગાળાના પ્રમુખ અને સીઈઓ નિવેદનમાં જણાવે છે. ચૌવિન, કે જે વીડિયોમાં ફ્લોઇડના ગળે ઘૂંટણ મુકીને તેને નવ મિનિટ સુધી દબાવી રાખતો જોવા મળે છે તેને આખરે એપ્રિલમાં હત્યાનો આરોપ જાહેર કરાયો.

સાલ 1983થી આ (જૂનેટીન્થ) બનાવેલ પ્રથમ નવી રજા છે, જ્યારે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે માટે કાયદા પર હસ્તાક્ષર કરાયા હતા, તેમ ગ્રીનીએ કહ્યું હતું. આ દિવસ યુનાઇટેડ સ્ટેટ્સમાં ગુલામી પ્રથાના અંતનું પ્રતિનિધિત્વ કરે છે. ગત વર્ષે જ્યોર્જ ફ્લોઇડના મોત પછી  દેશમાં પ્રસરેલા પ્રણાલીગત જાતિવાદ ઉજાગર થયો, લોકોએ તે સામે વિરોધ દર્શાવ્યો.

ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સ પણ એક નિવેદનમાં જૂનેટીન્થ હોલિડે અંગે સમર્થન આપ્યું છે.