અમેરિકામાં વોશિંગ્ટન ડીસી ખાતેની ઈન્ડિયન એમ્બેસીના જણાવ્યા પ્રામણે ભારતે તેના એરપોર્ટ વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ માટે હાલમાં બંધ કરી દીધાં છે. તેમજ દેશના તમામ એરપોર્ટ્સ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 14 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 જેવા વાયરસના ફેલાવાને અટકાવવા માટે ભારતમાં 21 દિવસના બંધનો આદેશ આપ્યાના એક દિવસ બાદ ગુરુવારે ઈન્ડિયન એમ્બેસીએ આ એડવાઈઝરી જાહેર કરી હતી. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નિવાસસ્થાનોની અંદર જ રહે અને રોગ નિયંત્રણ કેન્દ્રોએ આપેલી સલાહોનું પાલન કરે.
ભારતીયોને પણ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવાની અને કોઈપણ અનિવાર્ય સ્થાનિક મુસાફરીને ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો તેઓ અથવા તેમના પરિવારોમાં કોઈપણ લક્ષણો દેખાય તો તેઓએ તેમના સ્થાનિક આરોગ્ય વિભાગમાં જવું જોઈએ. જે લોકોને તેમના વિઝા પર એક્સ્ટેંશનની જરૂર હોય છે તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે.
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર ભારતમાં કોવીડ -19 અંતર્ગત 469 સક્રિય અને 10 લોકોના મૃત્યુના કેસ નોંધાયા છે.દેશના 21 દિવસીય બંધની જાહેરાત કરતા મોદીએ એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે, “તમે બધા પણ સાક્ષી છો કે વિશ્વના સૌથી અદ્યતન દેશોને આ રોગચાળાએ કેવી રીતે નિઃસહાય બનાવ્યાં છે.”
વડાપ્રધાને કહ્યું કે, એવું નથી કે આ દેશો પૂરતા પ્રયત્નો કરી રહ્યા નથી અથવા તેમની પાસે સંસાધનોનો અભાવ છે. “કોરોનાવાયરસ એટલી ઝડપથી ફેલાય છે કે બધી તૈયારીઓ અને પ્રયત્નો છતાં આ દેશોને કટોકટીને સંચાલિત કરવામાં મુશ્કેલ લાગ્યું છે.”