આઇએચજી સર્વે: લોકો 2021 માં પરિવારને મળવા મુસાફરી કરવા ઉત્સુક

કંપની દ્વારા મહામારી પછીના સમયમાં માર્કેટમાં વધુ વેપાર આકર્ષવા માટે રીબ્રાન્ડ તરફ ધ્યાન અપાયું છે

0
980
આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ દ્વારા તાજેતરમાં 6000 લોકોને આવરી લેતો સર્વે યુ.એસ., યુનાઇટેડ કિંગ્ડમ અને ઓસ્ટ્રેલિયામાં કરાયો, જેમાં જણાયું કે 50 ટકા લોકોએ વૈશ્વક મહામારી કોવિડ-19ને કારણે 2020માં રદ કરવામાં આવેલી પોતાની ટ્રીપ માટે 2021માં રીબુકિંગ કરાવ્યું છે. તેમાંથી મોટાભાગ લોકો પોતાના પરિવાર તથા મિત્રોને મળવા માટે પ્રવાસ કરવા આતુર છે.

વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે અટવાયેલા લોકો હવે પ્રવાસ કરવા તૈયારીમાં લાગ્યા છે. ખાસ કરીને પરિવાર તથા મિત્રોને મળવા માટેના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. કોરોનો-19 મહામારીને કારણે ગત વર્ષે જેમણે પ્રવાસ રદ કર્યા હતા, તેઓ હવે પ્રવાસ કરવા તૈયારીમાં છે તેમ આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. કંપની દ્વારા ફરીથી શરૂ થનારા પ્રવાસોને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને આકર્ષવા માટે કંપની રીબ્રાન્ડનું આયોજન પણ અમલમાં મુકવામાં આવ્યું છે.

ગુમાવેલો સમય પરત મેળવવાનો પ્રયાસ

આઈએચજી દ્વારા યુ.એસ., યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયામાં 6000 લોકોને આવરી લઇને એક સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેમાં જણાયું કે વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે જે લોકોને પોતાનો પ્રવાસ આયોજન રદ કરવાની ફરજ પડી હતી. અલબત્ત, 50 ટકા લોકો હવે ફરીથી પોતાનો પ્રવાસ ફરીથી કરવા માટે આયોજન કરી છે અથવા ફરી બુકિંગ કરાવી રહ્યાં છે જ્યારે પાંચમાંથી એક વ્યક્તિએ જણાવ્યું કે 2020માં તેમને પ્રવાસ ઓછા કરવા મળ્યા અથવા ના કરી શક્યા માટે હવે આ વર્ષે 2021માં તેઓ વધુને વધુ પ્રવાસ કરવાનું આયોજન ધરાવે છે.

જોકે આ બધી વ્યક્તિઓનો પ્રવાસ કરવાનો મુખ્ય હેતુ પરિવારજનો અને મિત્રોને મળવાનો તથા તેમની સાથે સમય ગાળવા માટેનો હોવાનું પણ સર્વેક્ષણમાં જણાયું છે.

“કદાચ એટલે જ કહેવાય છે કે પ્રવાસ એ વસ્તુ છે કે જેને જેટલું કરાય તે એટલા પ્રમાણમાં તમને વધારે શ્રીમંત બનાવે છે, અને અમારા સર્વે દરમિયાન મળેલા પરિણામ સાબિત કરે છે કે લોકો ફરીથી આવો મોભાદાર અનુભવ મેળવવા માટે આતુર બની રહ્યાં છે. પરંતુ હવે દુનિયા બદલાઇ ગઇ છે, અને પ્રવાસ કરવા માટેના નિર્ણયો હવે વધારે વિચારીને લેવામાં આવી રહ્યાં છે. આપણે જોઇએ તો, આપણા સહુ પાસે એ વિચારવા માટે ઘણો સમય છે કે પ્રવાસ આપણા માટે શું છે, કયો પ્રવાસ સૌથી મહત્વનો છે અને આપણે આપણા સ્વજનો સાથે કઇ રીતે ફરી મળી શકીએ છીએ, તેમ આઈએચજી ચીફ કસ્ટમર ઓફિસર ક્લેર બેનેટે જણાવ્યું હતું.

સર્વેમાં એ બાબત પણ જાણવા મળી કે પાંચમાંથી એક વ્યક્તિ એવા પ્રવાસે જવા ઇચ્છે છે જ્યાં તેઓ આ વર્ષે જવા માગે છે, અને સર્વેમાં આવરી લેવામાં આવેલ વ્યક્તિઓમાંથી 18થી 24 વર્ષની પ્રત્યેક પાંચમાંથી એક વ્યક્તિએ તે માટે પોતાનો મત વ્યક્ત કર્યો છે. આવરી લેવાયેલા દરેકમાંથી પ્રત્યેક ત્રણમાંથી એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ કામના હેતુથી પ્રવાસ કરવા આતુર છે જેથી મુસાફરીમાં તેમને હોટલના આરામદાયક ગાદલા ઉપર ઉંઘવા મળી શકે અને રૂમ સર્વિસનો લાભ મળે.

જોકે, સર્વે દરમિયાન આવરી લેવામાં આવેલા ઉત્તરદાતાઓ સાથે થોડી સાવચેતી રાખવામાં આવી હતી. સર્વેમાં આવરી લેવાયેલ દરેકમાંથી ત્રીજા ભાગના કે જેમાં 50 ટકા લોકો પંચાવન કે તેથી વધુ વયના છે, તેમણે કહ્યું કે જ્યાં સુધી કોવિડ-19 વેક્સિન વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ નહીં બને ત્યાં સુધી તેઓ પ્રવાસ કરવાનું ટાળશે.

ટ્રાવેલ સોફ્ટવેર કંપની પેગાસુસ અને ફાયનાન્શિયલ પ્લાનિંગ કંપની આઈપીએક્સ 1031 દ્વારા કરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં પણ મહામારીને લઇને પ્રવાસ સહિતની સમાન બાબતો જાણવા મળી હતી.

નવા સમયે, નવું નામ

આઈએચજી દ્વારા તાજેતરમાં પોતાના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં તેણે ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપથી નામ બદલીને આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ કરવામાં આવ્યું છે. જે તેની સરેરાશ રીબ્રાન્ડીંગનો એક ભાગ છે. મહામારીને કારણે થયેલા નુકશાનને આવનારા સમયમાં ભરપાઈ કરવા માટેના આયોજનના ભાગરૂપે કંપની રીબ્રાન્ડીંગ કરી રહી છે. રીબ્રાન્ડિંગમાં કંપનીના લોગો અને ડિઝાઈન, કલર પસંદગી અને માર્કેટિંગ વસ્તુઓની ફોટોગ્રાફીમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. કંપનીની આઈએચજી રીવોર્ડ્સ ક્લબનું પણ નામ બદલીને આઈએચજી રીવાર્ડ્સ કરવામાં આવ્યું છે, અને તેની 16 બ્રાન્ડને પણ ચાર કલેક્શન, લક્ઝરી એન્ડ લાઇફસ્ટાઇલ, પ્રીમિયમ, એસેન્શિયલ્સ અને સ્યુટ્સમાં આવરી લેવામાં આવશે.

અગાઉ ક્યારેય ના આવ્યા હોય તેવા પડકારોનો સામનો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી હાલના સમયે કરી રહી છે અને તેમાં ટકી રહેવા માટેના પગલાંઓનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. અમારો બ્રાન્ડ પરિવાર અતુલ્ય છે, જેમાં કેન્દ્રસ્થાને લોકો છે – પરિવાર વચ્ચેના સંબંધ વધારે મજબૂત કરવા, વેપાર ભાગીદારી બનાવવી, લોકોને વધારેમાં વધારે એકબીજા સાથે સાંકળવા, તેમ બેનેટે જણાવ્યું હતું.

નવી આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ લોકો વધારે પરિચિત લાગે છે તેમ જ્યોર્જીયાના કોલમ્બસ ખાતેની રામ હોટેલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેમના જેવા માલિકોને રીબ્રાન્ડિંગ માટેની કોઇ જરુરિયાત લાગતી નથી.

લાગે છે કે તે એક કોર્પોરેટ લોગોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે, તેને કારણે અમારા કોઇ સ્વતંત્ર પ્રોપર્ટી બ્રાન્ડ લોગોને કોઇ અસર નથી થાય, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.