ગત વર્ષે, આઈએચજી દ્વારા તેના અપસ્કેલ વોકો બ્રાન્ડની રજુઆત કરાઈ હતી, ઓસ્ટ્રેલિયામાં તેના બે વર્ષ પહેલા રજુઆત થઇ હતી. ધી વોકો ધી ફ્રેન્કલીન ન્યુયોર્ક, ડાબે) ગત વર્ષે શરૂ થઇ, જ્યારે ધી વોકો સેન્ટ ઓગસ્ટીન ખાતેની, જમણે અને વોકો ધી ટાઇગર હોટેલ કોલમ્બિયા ખાતે ટૂંક સમયમાં શરૂ થશે.
યુ.એસ. હોટેલ ડેવલપર્સ પાસે હવે બ્રાન્ડની પસંદગી માટે નવી તકો આવી છે. ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટસ સ્ટેટસાઇડ તેના વિગ્નેટ કલેક્શન માટે કરવામાં આવ્યા છે. અગાઉ તેણે ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડમાં પોતાની પ્રથમ પ્રોપર્ટી સહિત એશિયા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ધી વિગ્નેટ કલેક્શન એ આઈએચજીની લક્ઝરી અને લાઇફસ્ટાઇલ પોર્ટફોલિયોનો ભાગ છે જેમાં 400થી વધુ હોટેલ અને 100,000 રૂમ્સ સામેલ છે. યુ.એસ.ના હોટેલ માલિકો અને ઓપરેટરોને આ અંગેના બ્રાન્ડ સાથેની ફ્રેન્ચાઇઝી માટેના એક ઓનલાઇન સિમ્પોઝિયમનું આયોજન ડિસેમ્બર સાતના રોજ કરવામાં આવ્યું છે
આઈએચજીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ડેવલપમેન્ટ ફોર ધી અમેરિકાઝ જુલિયેન સ્મિથ કહે છે કે વિગ્નેટ કલેક્શનથી હોટેલ માલિકોને એક નવી પસંદગીની તક મળી રહશે. દરેક હોટેલની પોતાની એક વિશિષ્ટ કહાની હોય છે ત્યારે ગેસ્ટને ઉચ્ચત્તમ અનુભવ મળે તે માટે પણ આ કલેક્શન દ્વારા તે મળી રહે તેવો અમારો હેતુ રહેલો છે. ખાસ કરીને અમેરિકાના ઉપનગરો અને છેવાડાના વિસ્તારોના હોટેલ માલિકો માટે એક નવી તક છે
વિગ્નેટ કલેક્શન હેઠળની મોટાભાગની પ્રોપર્ટીઝ મોટાભાગે અર્બન અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન ખાતે આવેલી છે અને દરેક પોતાની અલગ ઓળખ ધરાવે છે. આઈએચજી કહે છે કે કલેક્શન હેઠળ સ્કેલ, નિષ્ણાત અને ઇન્ડિપેન્ડેન્ટ હોટેલમાં રોકાણ કરનારાઓને તથા નાના હોટેલ પોર્ટફોલિયોને ઓફર કરે છે. વિગ્નેટ ફ્રેન્ચાઇઝીને આઈએચજીના રિઝર્વેશન અને લોયલ્ટી સિસ્ટમને એક્સેસ કરવાની પણ તક મળે છે.
આઈએચજીની લક્ઝરી અને લાઇફસ્ટાઇલ પોર્ટફોલિયોમાં સિક્સ સેન્સીસ હોટેલ્સ રીસોર્ટસ સ્પાસ, રીજેન્ટ હોટેલ્સ એન્ડ રીસોર્ટસ, ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ, કિમ્પટન હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટસ અને હોટેલ ઇન્ડિગો સહિતની અન્ય બ્રાન્ડનો સમાવેશ થાય છે. લક્ઝરી અને લાઇફસ્ટાઇલ માર્કેટનું કદ હાલના સમયે 100 બિલિયન ડોલર સુધીનું થવા જાય છે.
ગત વર્ષે, આઈએચજી દ્વારા તેની અપસ્કેલ વોકો બ્રાન્ડની રજુઆત કરવામાં આવી હતી. અમેરિકા પહેલા જેની રજુઆત ઓસ્ટ્રેલિયામાં બે વર્ષ પહેલા જ કરી દેવાઈ હતી. ન્યુયોર્ક સિટીમાં પ્રથમ ત્રણ પ્રોપર્ટીનું આયોજન કરાયું છે જેમાં, સેન્ટ.ઓગસ્ટીન, ફ્લોરિડા અને કોલમ્બિયા, મિસુરી. ન્યુયોર્કમાં વોકો ધી ફ્રેન્કલિનની શરૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી. જ્યારે વોકો સેન્ટ ઓગસ્ટીન અને વોકો ધી ટાઇગર હોટેલ કોલમ્બિયાની શરૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે.