IHG હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સે 6000મી હોટેલ શરૂ કરી

કંપની અમેરિકા અને કેનેડામાં તેની ફોર્મ્યુલા બ્લુ 2.0 ડિઝાઇન હેઠળ 25થી વધુ હોલિડે ઇન એક્સપ્રેસ પ્રોપર્ટીઝ શરૂ કરનાર છે

0
958
IHG હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સના સીઇઓ કીથ બારે સીએફઓ પૌલ એજસેલાઇફ-જોન્સન, કંપનીના એક્ઝિક્યુટિવ્સ, હોટેલના જનરલ મેનેજરો અને અન્ય સહયોગીઓ સાથે બ્રાન્ડની છ હજારમી હોટેલના ઓપનિંગના સીમાચિન્હરૂપની સાથે ન્યુયોર્ક શેરબજારમાં બેલ વગાડ્યો હતો.

IHG હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સે તાજેતરમાં બે સીમાચિન્હો હાંસલ કર્યા છે. પહેલું તો તેણે છ હજારમાં હોટેલ ખોલી છે અને તે તેની નવી ફોર્મ્યુલા 2.0ની ડિઝાઇન હેઠળ 25 હોલિડે ઇન એક્સપ્રેસ હોટેલ ખોલનાર છે.

છ હજારની ક્લબ નવી ખુલેલી હોટેલની સાથે 17 બ્રાન્ડની વૈશ્વિક પહોંચનો સમૂહ છે. આ સિદ્ધિ વખતે IHG હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સના સીઇઓ કીથ બારે ન્યુયોર્ક શેરબજારમાં સાતમી જૂનના રોજ ટ્રેડિંગ બંધ થયાનો બેલ વગાડ્યો હતો, એમ કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં પોર્ટફોલિયામાં નવા ઉમેરામાં લક્ઝરી અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ સિક્સ સેન્સ,રીજન્ટ અને વિગ્નેટ કલેકશનનો સમાવેશ થાય છે. પ્રીમિયમ બ્રાન્ડમાં વોકો હોટેલ્સ, એસેન્સિયલ્સ બ્રાન્ડ, અવિડ હોટેલ્સનો સમાવેશ થાય છે. સ્યુટ્સ બ્રાન્ડમાં એટવેલ સ્યુટ્સનો સમાવેશ થાય છે. છ હજાર ક્લબની હોટેલ્સમાં નેશવિલેના કેન્ડલવૂડ સ્યુટ્સનો સમાવેસ થાય છે, તેની માલિકી મિનેશ દેવાની છે અને આ ઉપરાંત રાજ ગુરુની આગેવાની હેટળની હોટેલ ઇન્ડિગો એનવાયસી વોલ સ્ટ્રીટનો સમાવેશ થાય છે. તેમા રાજગુરુ મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલપમેન્ટ મેન્ટ ડિરેક્ટર, વિનોદ ચંદ મેનેજિંગ મેમ્બર અને સિસ્ટમ ડિરેક્ટરની સાથે પોલ પટેલ ઓપરેશન્સ ડિરેક્ટર છે.

IHG હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સ સમગ્ર વિશ્વમાં છ હજાર હોટેલ્સ કોલવાની સિદ્ધિ પર પહોંચી તે બદલ હું અમારી ટીમ પર ખૂબ જ ગૌરવ અનુભવું છે અને માલિકોનો પણ તેમણે આપેલા સહયોગ અને પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું. તેની સાથે અમારી બ્રાન્ડ્સમાં વિશ્વાસ દાખવનારા મહેમાનોના પ્રેમ બદલ પણ હું તેમનો આભારી છું. અમારા દ્વારા શરૂ કરાયેલી દરેક પ્રોપર્ટી આજે ઉજવણીની હકકદાર છે, અમે અમારા મહેમાનોને જબરજસ્ત સ્થળોએ અકલ્પનીય અનુભવ પૂરો અને સેવા પૂરી પાડી છે. આના લીધે માલિકોને પણ અમારી સાથે વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળી છે, એમ બારે જણાવ્યું હતું.

ફોર્મ્યુલા બ્લુ 2.0

તાજેતરમાં IHG હોટેલ્સએન્ડ રિઝોર્ટ્સે સમગ્ર અમેરિકા અને કેનેડામાં ફોર્મ્યુલા 2.0ની ઇન્ટીરિયર ડિઝાઇન ધરાવતી 25થી વધુ હોલિડે ઇન શરૂ કરી છે.

કંપનીએ સૌથી પહેલા 2014માં ફોર્મ્યુલા બ્લુ ડિઝાઇન જારી કરી હતી. હવે તેમાં ઓપન ચેક-ઇન, બ્રેકફાસ્ટ બાર અને ગેસ્ટ રૂમ રિફ્રેશમેન્ટ ઝોન હોટેલ માલિકાની સાથે લાખો પ્રવાસીઓ માટે શાનદાર અનુભવ રહ્યો છે. ફોર્મ્યુલા બ્લુ બ્રાન્ડના 30 વર્ષના ઇતિહાસમાં અત્યંત લોકપ્રિયડિઝાઇન ઇનિશિયેટિવ નીવડી છેઅને તે ઉત્તર અમેરિકામાંજ 1,200થી વધુ હોટેલ્સ ધરાવે છે.

કેલિફોર્નિયામાં વેલેન્સિયા-સાન્તા ક્લેરિતા ખાતે હોલિડે ઇન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સ વેલેન્સિયા-સાન્તા ક્લેરિટાના માલિક ની પટેલે જણાવ્યું હતું કે હું 14 વર્ષથી હોટેલ્સનો માલિક છુ અને લાંબા સમયથી IHG સાથે ભાગીદારી કરી છે. વાસ્તવમાં મારા પિતાએ શરૂ કરેલી સૌપ્રથમ હોટેલમાં એક હતી અVે મેં મારી કંપની આઇએચજીની પ્રોપર્ટી સાથે શરૂ કરી હતી. મારી હોલિડે ઇન એક્સપ્રેસે મજબૂત કામગીરી બજાવી છે અને તે વેલેન્સિયા-સાન્તા ક્લેરિટ માર્કેટમાં પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

મેરીલેન્ડમાં વ્હાઇટ માર્શમાં વ્હાઇટ માર્શ ખાતે હોલિડે ઇન એક્સપ્રેસના માલિક કેયુર પટેલે જણાવ્યું હતું કે હોટેલ ફક્ત કારોબાર નથી તેનાથી પણ વિશેષ છે.

તેમણે જણાવ્યું હતું કે મારા જેવા બીજા માલિકોમાં મારો ભાઈ કેતુલ અને હું હોટેલ્સ કારોબારની સાથે જ ઉછર્યા છીએ અને આ કારોબાર હજી પણ અમારો કૌટુંબિક કારોબાર છે. અમે 1999માં પહેલી હોલિડે ઇન એક્સપ્રેસ બનાવીહતી અને અમારી વ્યૂહરચના હંમેશા ક્વોલિટી હોટેલ્સ બનાવવાની અને તેનું સંચાલન કરવાની રહી છે.