વંશિય સમાનતા માટે IHG સહભાગી બની

કંપની ઉદ્યોગસાહસિકતા, નાગરિક અધિકાર જાગૃત્તિ અને સમુદાયની સામેલગીરીના પ્રોગ્રામને સપોર્ટ કરશે

0
930
ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ (IHG)એ વૈવિધ્યતા અને વંશિય સમાનતાને પ્રોત્સાહન આપવા નેશનલ અર્બન લીગ, નેશનલ સેન્ટર ફોર સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સ અને જોબ્સ ફોર અમેરિકન ગ્રેજ્યુએટ્સ સાથે ભાગીદારી કરી છે.

અમેરિકામાં વંશિય સમાનતા ટોચનો મુદ્દો રહ્યો છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ (IHG) ત્રણ નવા પ્રોગ્રામ સાથે આ રાષ્ટ્રીય મુદ્દામાં જોડાયું છે. IHGએ યુવાનો માટે કારકિર્દીની તક, નાગરિક અધિકારોની જાગૃત્તિ અને પોતાના સમુદાય માટે સેવાકાર્ય કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે ત્રણ રાષ્ટ્રીય સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે.

IHGની આ નવી ભાગીદારી નેશનલ અર્બન લીગ (NUL), નેશનલ સેન્ટર ફોર સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સ અને જોબ્સ ફોર અમેરિકા ગ્રેજ્યુએટ્સ સાથે કરી છે. ડાઇવર્સિટીમાં સુધારો કરવા માટે IHGએ સમરથી ચાલુ કરેલા કાર્યોનું આ એક વિસ્તરણ છે.

કારકિર્દી માર્ગદર્શન

કંપની NULના અર્બન આંત્રેપ્રિન્યોરશિપ જોબ્સ પ્રોગ્રામમાં યોગદાન આપશે. ખાસ કરીને એન્ટલાન્ટા અને શિકાગોમાં આ પ્રોગ્રામનું વિસ્તરણ કરવામાં યોગદાન કરશે. આંત્રેપ્રિન્યોરશિપ પ્રોગ્રામમાં સામેલ થતાં લોકોને મોક ઇન્ટરવ્યૂ અને રિઝ્યુમ રિવ્યૂની કામગીરી માટે IHGની કર્મચારીઓ સ્વયંસેવકો તરીકે કાર્ય કરશે.
NULના પ્રેસિડન્ટ અને CEO માર્ક મોરિયલે જણાવ્યું હતું કે પ્રારંભ થયા પછી અર્બન આંત્રેપ્રિન્યોરશિપ જોબ્સ પ્રોગ્રામથી પરંપરાગત રીતે રોજગારીની ઓછી તક મળે છે તેવા સમુદાયને વિવિધ ઉદ્યોગમાં રોજગારીની હજારો તક ઊભી કરવામાં મદદ મળી છે.

પરંપરાગત ભૂમિકા

લેબર ડે વીકએન્ડમાં એટલાન્ટા ખાતે નેશનલ સેન્ટર ફોર સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સને ફરી ચાલુ કરવામાં આવ્યા પછી IHG સપ્ટેમ્બરથી આ સેન્ટરના કેટલાંક ફ્રી એડમિશન ડેને સ્પોન્સર કરી રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન સ્ટાફ અને મુસાફરો માટે મ્યુઝિયમને સુરક્ષિત કરવા સંબંધિત ખર્ચમાં પણ IHG સપોર્ટ કરશે. તેમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તથા ટેમ્પરેચર સ્કેનર્સ અને ઓટોમેટેડ એડમિશન કિઓસ્ક જેવી હેલ્થ ટેકનોલોજી પૂરી પાડવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

સેન્ટરના પ્રેસિડન્ટ અને સીઇઓ જિલ સેવિટે જણાવ્યું હતું કે આપણો ઇતિહાસ અશ્વેત લોકો માટે સમાનતા અને ન્યાય માટેની હાલની ચળવળ સાથે જોડાણ ધરાવે છે તથા વિશ્વને બદલવા માટે પોતાની ક્ષમતાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની લોકોને જાણકારી આપે છે.

બીજાને મદદ કરવા યુવાનોને પ્રોત્સાહન

IHG અને JAGએ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રવ્યાપી 1,450 પ્રોગ્રામમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશિતાની ભાવનાને પ્રોત્સાહન આપવા લિફ્ટિંગ અવર વોઇસિસ ફોર ઇક્વિટી (LOVE) પ્રોજેક્ટ શરૂ કર્યો છે. LOVE પ્રોજેક્ટનો 2020-21 સ્કૂલ યર દરમિયાન અમલ થશે. તેનાથી JAG વિદ્યાર્થીઓને સામાજિક ન્યાયના મુદ્દા ઉઠાવવામાં, તેમના સમુદાયના પડકારોને ઓળખવામાં તથા નાગરિક અધિકાર જાગૃત્તિ અને સામેલગારી મારફત હકારાત્મક પરિવર્તન લાવવામાં સામુહિક પ્રયાસો કરવામાં મદદ મળશે.

JAGના કેટલાંક વિદ્યાર્થીઓને તેમના LOVE પ્રોજેક્ટ્સના આઇડિયાનો સ્થાનિક સમુદાયમાં અમલ કરવા માટે માઇક્રો ગ્રાન્ટ મળશે અને તેનું ફંડિંગ IHG આપશે. IHG હોટેલ્સ સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરશે તથા સ્થાનિક વિદ્યાર્થીના સેવાકાર્યોનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે.

JAGના પ્રેસિડન્ટ અને સીઈઓ કેન સ્મિથે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર દાયકામાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પડકારોનો સામનો કરવામાં આશરે 1.4 મિલિયન યુવાનોને મદદ કરી છે.

IHG રિવોર્ડ ક્લબ મેમ્બર્સ નવા પાર્ટનરશીપમાં દરેક ઓર્ગેનાઇઝેશન્સને તેમના પોઇન્ટ્સ ડોનેટ કરી શકશે.

IHGના અમેરિકા માટેના સીઇઓ એલી માલૌફે જણાવ્યું હતું કે અમે ન્યાય અને તક માટેની ભુમિકાનું સન્માન કરીએ છીએ અને તેનો સપોર્ટ કરીએ છીએ. આ ઓર્ગેનાઇઝેશનના મહત્વના કાર્યને સપોર્ટ કરવાનું અમને સન્માન મળ્યું છે.

મિનેપોલિસમાં 25 મેએ ચાર પોલીસ અધિકારીઓના હાથે જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત વ્યક્તિના મૃત્યુ અંગે કેટલાંક શહેરોમાં વિરોધપ્રદર્શન થયા હતા તેવા સમયે IHGએ આ પ્રોગ્રામ ચાલુ કર્યા છે. કેટલાંક હોટેલિયર્સ અને હોટેલ કંપનીઓએ દેખાવકારો સાથે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે.