ધી ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ કહે છે કે કંપનીને તેના બિઝનેસ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં સુધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં કોર્પોરેટ બુકિંગ વધારે મજબૂત બન્યું છે કારણ કે આઇએચજીના રૂમ રેવન્યુનું સ્તર પ્રિ-પેન્ડેમિક સ્તરે પહોંચ્યું છે.
હોલિડે ઇન, ક્રાઉન પ્લાઝા અને રીજેન્ટ બ્રાન્ડના માલિકોએ રોઇટર્સના એક લેખમાં જણાવ્યું હતું કે તેના હોટેલ રેવપારમાં ત્રીજા ક્વાર્ટરમાં 66 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
“ડોમેસ્ટિક લેઇઝર ડિમાન્ડ અનેક માર્કેટમાં વધારે મજબૂત બની રહી છે, ઉનાળા પછી તેમાં વધારો થયો છે, જ્યાં ઓક્યુપન્સી અને કિંમત ફરીથી 2019ના સ્તરની નજીક પહોંચી રહ્યાં છે”, તેમ આઇએચજીના સીઈઓ કૈથ બાર્ર કહે છે.
આઇએચજી કહે છે કે બિઝનેસ ટ્રાવેલ, ગ્રુપ બુકિંગ અને ઇન્ટરનેશનલ ટ્રીપ સહિતનું સપ્ટેમ્બરમાં વધારો થયો છે.
તાજેતરમાં ઓક્ટોબરમાં આઈએચજી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકામાં બે નવી વોકો હોટેલ્સ – ધી વોકો સેન્ટજેમ્સ હોટેલ્સ ન્યુ ઓર્લિયન્સ, લુઇસિયાના અને ધી વોકો ઓલિમ્પિયા હોટેલસ કેપિટલ લેક, વોશિંગ્ટનનો સમાવેશ થાય છે.
આઇએચજીના અમેરિકા રીજીયનનો રેવન્યુ કે જે ગ્રુપના નફામાં મહત્તવ હિસ્સો ધરાવે છે તેમાં ત્રીમાસિકગાળામાં 76 ટકાનો વધારો જોવા મળ્યો અને 2019ની સરખામણીએ તેમાં 10 ટકાનો જ ઘટાડો થયો છે.
આઈએચજીની મહત્વપૂર્ણ ક્રાઉન પ્લાઝા અને હોલિડે ઇન બ્રાન્ડ ખાસ કરીને તેના સેગમેન્ટમાં નબળું છે, તેમ સિટી એનાલિસ્ટ જેમ્સ એઇન્લી કહે છે.
આઈએચજી દ્વારા 200 હોલિડે ઇન અને ક્રાઉન પ્લાઝા હોટેલની સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી ખર્ચને ઘટાડી બચત કરી શકાય અને તેને ફરીથી કોવિડ-19 પહેલાના સ્તરે ધમધમતી કરી શકાય.
આ વર્ષે આ વૈશ્વિક બ્રાન્ડ વધારાના 25 મિલિયન ડોલરની બચત આ વર્ષ સુધી કરવાનું આયોજન ધરાવે છે.
અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને કાલિબ્રી લેબ્સ દ્વારા સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે અમેરિકાની હોટલોને બિઝનેસ ટ્રાવેલ વેપારના અભાવે 59 બિલિયન ડોલર જેટલી આવક 2019ની સરખામણીએ ગુમાવવી પડી હતી.
રિપોર્ટ અનુસાર, સેગમેન્ટનો નફો 2024 સુધી પ્રિ-કોવિડ સ્તર સુધી પહોંચી શકે તેમ છે.