આઈએચજી દ્વારા પ્રથમ એટવેલ સ્યુટ પ્રોપર્ટી બાંધકામ હેઠળ હોવાની જાહેરાત

દલાસ લોકેશન ખાતે બેવૂડ હોટેલ્સ સહિત વધુ આયોજન

0
924
ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષે માયામીમાં માયામી બ્રિકેલ, એટવેલ સ્યુટ એક્સટીરીયર લોન્ચ કરવામાં આવી હતી. તે મધ્યમ પ્રકારના ગ્રાહકો માટેની બ્રાન્ડ છે અને પ્રથમ લોકેશન હોવાથી અને હાલમાં તેનું બાંધકામ ઝડપભેર ચાલી રહ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે. 90 રૂમની હોટેલ સાથે હોટેલ ઈન્ડિગો માયામી બ્રિકેલના 140 રૂમ સાથે તે બમણાં બ્રાન્ડ હેઠળ બની રહી છે.

ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષે ઉચ્ચ અને મધ્યમ વર્ગીય લોકો માટે એટવેલ સ્યુટ બ્રાન્ડ પ્રોપર્ટીની જાહેરાત કરવામાં આવી હતી. બેવૂડ હોટેલ્સના એ આઈ પટેલ કે જેઓ પ્રેસિડેન્ટ અને સીઈઓ છે તેમણે બ્રાન્ડ ડિઝાઇન અને આયોજન કરવામાં મદદ કરી હતી. તેઓ નજીકના ભવિષ્યમાં દલાસમાં પોતાની એટવેલ સ્યુટ શરૂ કરવા જઇ રહ્યાં છે.

પ્રથમ એટવેલ સ્યુટ કે જે માયામીમાં બ્રિકેલ નેબરહૂડમાં આકાર લઇ રહી છે તેમાં 90 રૂમ સાથે હોટેલ ઈન્ડિગો માયામી બ્રિકેલના 140 રૂમ પણ બની રહ્યાં છે અને આમ આ પ્રોપર્ટી ડ્યુઅલ બ્રાન્ડ એટલે કે બમણાં બ્રાન્ડ હેઠળ બની રહી છે. આ બન્નેની માલિકી ફ્રાન્સિસકો અરોચા, પેડ્રો એફ. વિલર, આલ્બર્ટ ઓવાડિયા અને સન વ્યૂ કંપની માલિકી ધરાવે છે. આ ઉપરાંત સમર 2021માં એટવેલ સ્યુટ તેના નવા હાઈરાઇઝ અને મિશ્ર ઉપયોગ સાથે શરૂ થશે.

એટવેલ સ્યુટ એ ઓલ સ્યુટ હોટેલ બ્રાન્ડ તરીકે બજારમાં મુકવામાં આવી છે અને તેનો અર્થ એવો થાય છે કે ગ્રાહકોને છ રાત્રી સુધી લાંબા સમય રહેવા આકર્ષણ ધરાવે છે. આઈએચજી દ્વારા ગયા સપ્ટેમ્બરમાં ફ્રેન્ચાઇઝીગ બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી હતી અને હાલમાં તેની 20 મિલકતો આયોજન અને વિકાસ હેઠળ બજારમાં છે. જેમાં ઓસ્ટીન, ટેક્સાસ, ચાર્લોટ, નોર્થ કેરોલિના, ડેનેવર અને ફિનિક્સનો સમાવેશ થાય છે. આવનારા મહિનાઓમાં વધુ એટવેલ સ્યુટ પ્રોપર્ટીનું બાંધકામ શરૂ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

બી જે પટેલ કે જેઓ બેવૂડ હોટેલના ડેવલપમેન્ટ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે તેઓ એટવેલ સ્યુટ ઓનર એડવાઇઝરી બોર્ડના મેમ્બર પણ છે. તેમણે કહ્યું કે આ બ્રાન્ડ માટે અમને ઘણાં નવતર વિચારો ઓક્ટોબર 2018માં આઈએચજી દ્વારા પ્રાયોજીત ન્યૂયોર્ક ટ્રીપમાંથી મળ્યા હતા.

પટેલે કહ્યું કે આઈએચજી દ્વારા અમને ન્યૂયોર્કની પ્રેરણાદાયી મુસાફરી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં હોટેલમાં કઇ રીતે ગ્રાહકોની સરભરા કરવામાં આવે છે તે જોવા કહ્યું હતું અને મારા મતે તે એક સરસ આઈડિયા હતો. તેમણે કહ્યું કે હું વિચારું છું કે અમે ઘણીબધી હોટેલમાં ગયા છીએ, મુલાકાત લીધી છે અને એવું પણ જોયું છે કે હોટેલ દ્વારા શું સારું કરવામાં આવે છે અને કયુ સારું કરવામાં આવતું નથી પરંતુ તે સંપૂર્ણપણે અલગ જ ટ્રીપ હતી. વાસ્તવમાં અમે બે અલગ પેઢીઓ દ્વારા હોટેલમાં કઇ રીતે સરભરા કરવામાં આવે છે તેમાંથી પસાર થયા હતા અમે ફૂડ આઉટલેટ, કાપડ સ્ટોર, વિવિધ પ્રોડક્ટ વગેરેની મુલાકાત લીધી હતી અને કોઇ પ્રોડક્ટ કઇ રીતે માનવીને સ્પર્શ કરે છે તે પણ જોયું હતું.

તેમણે કહ્યું કે આ મુલાકાત દરમિયાન ગ્રુપને જે માહિતી મળી તે એટલાન્ટામાં પરત ફરીને આઈએચજીને જણાવવામાં આવ્યું અને તેમની સાથે મહામંથન શરૂ થયું હતું.

તેમણે કહ્યું કે એક માલિક માટે ઘણા સંદર્ભમાં અલગ અલગ પાસાંઓ મહત્વના હોય છે. બાંધકામ અને નિર્માણ માટે અમારો ખર્ચ ઉંચો હતો જે રોકાણ કરવામાં આવ્યું તેનું વળતર પણ અમારા માટે મહત્વનું હતું. સંચાલનની કાર્યક્ષમતા પણ મહત્વની હોય છે. ખાસ કરીને શ્રમ ખર્ચ આ વગેરે બાબતો માલિક માટે મહત્વના કહી શકાય. જોકે આઈએચજી દ્વારા અમારી આ સલાહો સ્વીકારી લેવામાં આવી હતી અને હવે બ્રાન્ડનો અલગ લાભ મળી શકસે.

તેમણે એમ પણ કહ્યું કે હાલમાં કોવિડ-19 મહામારીના સમયમાં આપણે પસાર થઈ રહ્યાં છીએ. અમે એ પણ જોયું કે પ્રવાસન ઉદ્યોગ અને ધંધો નાટ્યાત્મક રીતે ઘટી ગયો છે. અમે ઇચ્છીએ છીએ કે એટવેલ સ્યુટ બ્રાન્ડ ખૂબ ઝડપથી વૈભવશાળીમાંથી બિઝનેસમાં આંતરિક પરિવર્તિત થશે અને તે પ્રકારની સુગમતા કોઇ અન્ય બ્રાન્ડ દ્વારા આપવામાં આવતી નથી. સક્ષમ માલિકો એટવેલ સ્યુટ ડિઝાઇન ફ્યુચરની વર્ચ્યુઅલ ટૂર કરી શકે છે.