કોવિડ ૧૯ રોગચાળાના લીધે અમેરિકન હોટેલ્સના મૂલ્યમાં ઘટાડોઃ HVS

ઇકોનોમી હોટેલ્સ અને વેસ્ટર્ન પ્રોપર્ટીઝના મૂલ્યમાં ઘટાડો

0
982
કોવિડ-૧૯ પ્રારંભ થયો ત્યારથી ઇકોનોમી હોટેલ્સના મૂલ્યમાં ૧૩ ટકા ઘટાડો થયો છે, હોટેલ ચેઇન સ્કેલ્સમાં આ સૌથીઓઓછામાં ઓછો ઘટાડો છે, એમ કન્સલ્ટિંગ ફર્મ HVSના વિશ્લેષણમાં જણાવાયું છે. મિડસ્કેલ હોટેલ્સના મૂલ્યમાં ૧૮ ટકા અને અપર-સ્કેલ હોટેલ્સના મૂલ્યમાં ૨૫ ટકા તથા લક્ઝરી હોટેલ્સનામૂલ્યમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની મોટાભાગની હોટેલ્સના મૂલ્યમાં કોવિડ-૧૯ રોગચાળાના લીધે ૧૫થી ૩૦ ટકા ઘટાડો નોંધાયો છે, એમ કન્સલ્ટિંગ ફર્મ HVSના વિશ્લેષણમાં જણાવાયું છે.

કુલ ૧૦૦૦ હોટેલોમાંથી પસંદ કરાયેલી ૧૪૦ હોટેલ્સનું પ્રી-કોવિડ મૂલ્ય રોગચાળાના પ્રારંભ પૂર્વે ૬.૬ અબજ ડોલર હતુ, પરંતુ હવે તે ઘટીને પાંચ અબજ ડોલર થઈ ગયું છે, આમ તેમા ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો છે, એમ HVS એક્ઝિક્યુટિવ્સ રોડ ક્લોગ, રયાન માર્ક અને ક્રિસ કેબ્રેરાએ લખેલા લેખ `કોવિડ-૧૯ મૂલ્ય પર અસર’ના લેખમાં જણાવાયું છે. પણ આ ફેરફારની રેન્જનો વ્યાપ ૬૧ ટકા ઘટાડાથી ૩૩ ટકાના વધારા સુધીનો છે. વીસ હોટેલ્સે ૧૫ ટકાથી ૧૯ ટકાની વચ્ચે ઘટાડો નોંધાવ્યોછે.

આ દરમિયાન ત્રણ હોટેલ્સે મૂલ્યમાં કોઈ ફેરફાર દર્શાવ્યો નથી અને ૧૪ ટકા હોટેલ્સે મૂલ્યમાં વધારો નોંધાવ્યો છે.

આ લેખમાં જણાવાયું હતું કે બંને પ્રકારના વેલ્યુએશન્સમાં મૂલ્યમાં વધારો કરનારા પરિબળોમાં મોટાપાયા પર પીઆઇપી અને રિનોવેશન કરનારી હોટેલ્સનો સમાવેશ થાય છે. બજારોએ રોગચાળાના વાતાવરણ તરફ દોરી જતા મહિનાઓ દરમિયાન RevPAR ગ્રોથ અપેક્ષા કરતાં વધારે મજબૂત નોંધાવ્યો હતો.

ઇકોનોમી હોટેલ્સનું મૂલ્ય ૧૩ ટકા ઘટ્યુ હતુ અને મિડસ્કેલ હોટેલ્સનું મૂલ્ય ૧૮ ટકા ઘટ્યુ હતુ. અપર અપસ્કેલ હોટેલ્સનું મૂલ્ય ૨૫ ટકા અને લક્ઝરી હોટેલ્સનું મૂલ્ય ૨૪ ટકા ઘટ્યું હતું.

મિડવેસ્ટની હોટેલ્સે મૂલ્યમાં સૌથી વધુ ૨૮ ટકા અને કેલિફોર્નિયાની હોટેલ્સે ૨૭ ટકા અને સાઉથઇસ્ટની હોટેલ્સે ૨૫ ટકા ઘટાડો નોંધાવ્યો હતો. મૂલ્યમાં સૌથી ઓછામાં ઓછો ઘટાડો નોંધાવ્યો હોય તો પશ્ચિમની હોટેલ્સે ૧ ટકા ઘટાડો નોંધાવ્યો હતો અને તેના પછી સેન્ટ્રલ સાઉથની હોટેલ્સે જ્યારે ટેક્સાસે ૨૧ ટકા અને ઉત્તરપૂર્વની હોટેલ્સે ૨૨ ટકા ઘટાડો નોંધાવ્યો હતો. આ દર્શાવે છે કે નીચલા સ્તરના શહેરોની હોટેલો ગ્રુપ અને પરંપરાગત માંગ પર આધારિત રહી છે અને ઊંચા વોલ્યુમ તથા કોર્પોરેટ ટ્રાવેલ પર તેનું અવલંબન ઓછું છે.

HVSનો અહેવાલ દર્શાવે છે કે પશ્ચિમમાં કેલિફોર્નિયાની બહાર અમેરિકાના અન્ય વિસ્તારોની તુલનાએ મૂલ્યમાં ઓછો ઘટાડો થયો છે. આમાની ઘણી હોટેલોનો તો ઉનાળાના મહિનાઓમાં લેઇઝર માંગને લઈને ફાયદો પણ થયો છે.

ફેબ્રુઆરીમાં રિસર્ચ ફર્મ CBREનું તારણ હતું કે ટૂંકા ગાળાનું રેન્ટલ માર્કેટ વિકસ્યુ છે, તેમા ઓનલાઇન સ્ટેશેર જાયન્ટ એરબીએનબીનો પણ સમાવેશ થાય છે. આ પરિબળે પરંપરાગત હોટેલ્સના મૂલ્યને પ્રભાવિત કર્યું છે.