હોટસ્ટેટઃ અસ્થિરતા વચ્ચે ઝીરો આધારિત બજેટ આવશ્યક

અમેરિકામાં રિકવરી ઉચકાઈને હવે રોગચાળાના પૂર્વેના નફાકીય સ્તરે પહોંચી ગઈ છે

0
1072
હોટસ્ટેટના સીઓઓ માઇકલ ગ્રોવે જણાવ્યું હતું કે ઝીરો બેઝ્ડ બજેટિંગ તે બજેટિંગની એવી પ્રણાલિ છે જેમા બધા ખર્ચાઓને નવો સમયગાળો શરૂ થાય ત્યારે ઝીરો આધારથી ગણીને ન્યાયી ગણવામાં આવે છે. વૈશ્વિક અર્થતંત્રની પ્રવાહિતાને ધ્યાનમાં રાખતા આ પદ્ધતિ જરૂરી છે.

ઝીરો બેઝ્ડ બજેટિંગ નજીક અને લાંબા ગાળાની અસ્થિરતાઓનો સામનો કરતી હોટેલ્સ માટે આવશ્યક છે, એમ હોટસ્ટેટનો બ્લોગ જણાવે છે. આ બ્લોગ સૂચવે છે કે હોટેલિયરોએ હોટેલિયરોએ અન્ય ફ્યુચર પ્રૂફિંગ કે ફ્યુચર ક્યુશનિંગ મેથડ તરફ વળવું જરૂરી છે.

તાજેતરના બ્લોગ પોસ્ટમાં હોટસ્ટેટ્સના સીઓઓ માઇકલ ગ્રુવે જણાવ્યું હતું કે ઝીરો બજેટિંગની બજેટિંગની એવી પદ્ધતિ છે જેમા બધા ખર્ચાઓ દરેક નવો સમયગાળો શરૂ થાય ત્યારે ઝીરો બેઝથી ધ્યાનમાં લેવામાં આવે છે. વૈશ્વિક અર્થતંત્રની પ્રવાહિતાને ધ્યાનમાં રાખતા આ પ્રકારની પદ્ધતિ જરૂરી છે અને છેવટે તેની અસર હોટેલની કામગીરી પર પડે છે. તાજેતરમાં 2022માં એમ3 પાર્ટનર્સ મીટિંગમાં ગ્રોવે રોગચાળના લીધે નફા પર પડેલી વિશ્વવ્યાપી અસરનું ઉદાહરણ આપ્યુ હતુ અને તેનાથી સમગ્ર લેન્ડસ્કેપ કેવી રીતે બદલાયો છે તે જણાવ્યું હતું.

ગ્રોવે તેના લેખમાં જણાવ્યું હતું કે અમેરિકન હોટેલ ઉદ્યોગના વૈશ્વિક કારોબારના હિસ્સા અને મહત્વને જોતા આપણને આપણું મહત્વ સમજવું જરૂરી છે, કારણ કે આપણે જ એકમાત્ર હતા જેમણે રોગચાળ દરમિયાન વિકાસ સાધ્યો હતો.

ગ્રોવે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકામાં હોટેલ્સે 2019થી નફામાં 47 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે અને 6.6 પર્સન્ટેજ પોઇન્ટની વૃદ્ધિ નોંધાવી છે. તેના કારણોમાં સ્થાનિક સ્તરે મોટું બજાર અને સ્ટેકેશન ટ્રેન્ડનો સમાવેસ થાય છે. આ દરમિયાન યુરોપ અને એશિયા પેસિફિકમાં કેટલાક લોકડાઉન અને પ્રતિબંધના લીધે તેમની નફાકીય ટકાવારી ઘટી હતી. જ્યારે મધ્યપૂર્વએ દુબઈમાં એક્સ્પો 2020 પછી 2021ના ચોથા ક્વાર્ટરથી વૃદ્ધિ નોંધાવી હતી.

બ્લોગ પોસ્ટમાં ઉમેરવામાં આવ્યું હતું કે અમેરિકાના રિકવરી પરત ફરી છે અને નોમિનેશન ધોરણે તે રોગચાળા પૂર્વેના સ્તરે પહોંચી ગઈ છે.

ગ્રોવે જણાવ્યું હતું કે અમેરિકામાં એસેટ ક્લાસે કોરોનાના સમયગાળા દરમિયાન જુદી રીતે પ્રતિસાદ આપ્યો હતો. લક્ઝરી હોટેલ્સમાં સૌથી ઝડપી ઘટાડો નોંધાયો હતો અને તેઓના GOPPARમાં 2019માં રીતસરનો કડાકો બોલ્યો હતો. જ્યારે એક્સ્ટેન્ડેડ-સ્ટે, લિમિટેડ સર્વિસ અને સિલેક્ટ સર્વિસે સારી કામગીરી બજાવી હતી, જ્યારે ફુલ સર્વિસ હોટેલ્સની કામગીરી ઘટવાથી લઈને ફ્લેટ રહી હતી, પરંતુ હવે તે 2019ના સ્તરે પરત આવી ગઈ છે.

બ્લોગપોસ્ટે જણાવ્યું હતું કે હોટેલિયરો અને માલિકો માટે વિશ્વસ્તરે સૌથી મોટી તકલીફ શ્રમિક હતા. તેના માટે તેઓએ સોર્સિંગ કર્યુ, હાયરિંગ કરીને કામગીરી જાળવી રાખે. હોટેલ ઉદ્યોગ માટે હજી પણ શ્રમિકોને ખેંચ પ્રવર્તે છે અને તેનું સ્તર 2019 કરતા નીચે છે, પરંતુ હાઉસકીપિંગ અને એફ એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં વૃદ્ધિ થઈ રહી છે. અમેરિકામાં હોટેલ્સે એપ્રિલમાં 22000 જોબ્સ ઉમેરી હતી. શ્રમ ખર્ચ અંકુશમાં છે ત્યારે અન્ય ખર્ચા જેવા કે નફા નુકસાનમાં વધારો થયો છે, એમ બ્લોગ પોસ્ટે જણાવ્યું હતું.

ગ્રોવના જણાવ્યા મુજબ ભરતીમાં સંઘર્ષની સાથે સ્ટાફને જાળવી રાખવા માટે ચૂકવણીમાં વધારો થવાથી હોટેલ ઉદ્યોગને શ્રમના મોરચે પડકાર જારી રહેવાનો છે.

તેમણે ઉમેર્યુ હતું કે વધતો જતા ખર્ચની સાથે નફાકીય વૃદ્ધિમાં ઝડપ તેટલી નથી, પણ તેને કાર્યક્ષમતા દ્વારા પહોંચી વળી શકાય છે. ઊર્જા ઘટાડા પ્રોજેક્ટ દ્વારા આરઓઇ જોઈ શકાય છે. તેમા માલિકોએ ઇએસજીના પગલા દ્વારા વધુ બચત કરી શકે છે.

વધુ એક બ્લોગમાં ગ્રોવે જણાવ્યું હતું કે અમેરિકન હોટેલ્સ દ્વારા મોટો પડકારોમાં એક શ્રમ છે, કોર્પોરેટ, ગ્રુપઅને કોન્ફરન્સ ટ્રાવેલ પરત ફરવાની સાથે ખર્ચના મોરચે અને ઊર્જા કટોકટીના મોરચે ફુગાવાની અસર પડી છે.