હોટસ્ટેટ્સઃ હોટેલ પ્રોફિટ ક્ષેત્રે યુ.એસ. વિશ્વને આગળ ધપાવે છે

વધતો જતો ખર્ચ રેવન્યુમાં ભાગ પડાવી રહ્યો છે

0
1103
હોટસ્ટેટ્સના નવા અહેવાલ જણાવે છે કે હોટેલ નફામાં ગત વર્ષની સરખામણીએ આ સપ્ટેમ્બરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર માસનો નફો નકારાત્મક માનસ સપાટીએ 9.19 ડોલર, અગાઉના મહિનાની સરખામણીએ 34 ટકા ઓછું અને વાર્ષિક સરખામણીએ 109.6 ટકાના સતત ઘટાડા સાથે નોંધાયો છે. સતત સાતમા મહિને આ નેગેટિવ પ્રોફિટ નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જે ઓગસ્ટમાં પણ સરખું હતું

યુ.એસ. હોટેલ્સ ક્ષેત્રે પણ નફામાં વૈશ્વિક મહામારી કોવિડ-19ની અસર જોવા મળી રહી છે. વૈશ્વિક માર્કેટની સરખામણીએ અમેરિકાના હોટેલ ઉદ્યોગને પણ અસર થઇ છે અને નફામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ હોટસ્ટેટ્સ જણાવે છે. આ જ ટ્રેન્ડ સપ્ટેમ્બરમાં પણ જોવા મળ્યો હતો અને તાજેતરના સમર ટ્રાવેલને કારણે સામાન્ય સુધારો પણ જોવા મળ્યો હતો.

હોટસ્ટેટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા દર્શાવે છે કે અમેરિકામાં હોટેલ ઉદ્યોગ ક્ષેત્રે અગાઉની સરખામણીએ નફામાં નકારાત્મક સપાટી જોવા મળી છે. હોટસ્ટેટ્સના નવા અહેવાલ જણાવે છે કે હોટેલ નફામાં ગત વર્ષની સરખામણીએ આ સપ્ટેમ્બરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર માસનો નફો નકારાત્મક માનસ સપાટીએ 9.19 ડોલર, અગાઉના મહિનાની સરખામણીએ 34 ટકા ઓછું અને વાર્ષિક સરખામણીએ 109.6 ટકાના સતત ઘટાડા સાથે નોંધાયો છે. સતત સાતમા મહિને આ નેગેટિવ પ્રોફિટ નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જે ઓગસ્ટમાં પણ સરખું હતું.

હોટેલ્સ માટે આ કપરો સમયગાળો છે, કારણ કે વધતો જતો ખર્ચ રેવન્યુમાં પડાવી રહ્યું છે. વધતાં ખર્ચની સામે નફો સામાન્ય નોંધાઇ રહ્યો છે. રેવપાર ઓગસ્ટમાં 7.5 ટકા વધીને 38.11 ડોલર હતો જે ઓક્યુપન્સી ટકાવારીમાં 1.7 ટકાને અનુસરીને સામન્ય વધારા સાથે જોવા મળ્યો હતો. કુલ રેવપાર અગાઉના મહિનાની સરખામણીએ 4 ડોલર વધ્યો હતો.

દરમિયાન, આ સમાન સમયગાળામાં, સપ્ટેમ્બરનો લેબર કોસ્ટ વધ્યો હતો. એપ્રિલથી હોટલો બંધ રહી અને ત્યાર પછી ખુલી ત્યાં સુધી તેમાં સતત 12 ડોલરનો વધારો જોવા મળ્યો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. જુલાઈથી અત્યાર સુધી કુલ રેવન્યુમાં નવ ટકાનો વધારો પણ જોવા મળ્યો છે અને કુલ ખર્ચ ઓગસ્ટની સ્થિતિએ 5.5 ટકા વધ્યો છે, જોકે અગાઉના વર્ષની સરખામણીએ તેમાં 46.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

“દર મહિને નોંધપાત્ર નફો મેળવનાર યુ.એસ. હોટલ ઉદ્યોગ અન્ય વૈશ્વિક પ્રદેશોથી વિપરીત પોતાની નફાકારક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે તેવું લાગતું નથી” તેમ ડેવિડ આઈઝેન (હોટસ્ટેટ્સના ડિરેક્ટર ઓફ હોટેલ ઈન્ટેલિજન્સ, અમેરિકા)એ જણાવ્યું હતું. સમરમાં નવરાશની મુસાફરી કરનારાઓની ઓછી સંખ્યાને કારણે તેની નોંધપાત્ર અસર શિયાળું ટ્રાવેલ પર જોવા મળી શકે છે, કારણ કે કોર્પોરેટ અને ગ્રુપ પ્રવાસ કરનારાઓ તે સમયે બહાર નિકળ્યા નહોતા. હોટેલમાલિકોએ પોતાની મિલકતોથી રેવન્યુ મેળવવા કે રેવન્યુ ઉભી કરવા માટે હવે અવનવા-ઇનોવેટિવ માર્ગ શોધવા પડશે, જોકે તેનાથી નફા અને ખર્ચ વચ્ચેની ખાઈ પૂરી શકાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે, તેમ પણ ડેવિડે જણાવ્યું હતું.

હોટસ્ટેટ્સ અનુસાર નજીકના ભવિષ્ય માટેનો તેનો દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ નથી અને કોંગ્રેસ દ્વારા ઉદ્યોગ-ધંધાને પીઠબળ પૂરું પાડવા કેટલી આર્થિક- નાણાંકીય રાહત મંજૂર કરવામાં આવે છે તેની પર પણ આધાર રહેલો છે. આહોઆ અને ધી અમેરિકન હોટેલ એન્ડ લોજીંગ એસોસિએશન સહિતના સંગઠનો દ્વારા આવનારા સ્ટીમ્યુલસ બિલના એગ્રીમેન્ટ માટે કોંગ્રેસ પર દબાણ કરી રહ્યાં છે